________________
૩૩
પ્રતિદિનક્રિયાવસ્તુક | પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૫૦-૨૫૧ (૪) એકામર્પદોષ :
પ્રયુક્ષિણાનો એકામર્પદોષ બે પ્રકારે છે : (૧) આકર્ષણવિષયક એકામર્ષ (૨) ગ્રહણવિષયક એકામર્ષ (એ) આકર્ષણવિષયક એકામર્પદોષ :
વસ્ત્રપડિલેહણ કરતી વખતે ક્યારેક વિટિયું દૂર પડ્યું હોય તો તેને નજીક લેવા માટે સાધુ સામાન્યથી તે વિટિયાને પોતાના તરફ ખેંચે, તો આકર્ષણમાં એકામર્પ દોષ થાય; કેમ કે તેને ખેંચવામાં વચ્ચે જમીન પર કોઈ સૂક્ષ્મ જીવો પડ્યા હોય તો તે મરી જાય અથવા તે જીવોને કિલામણાદિ થાય. આથી વિટિયાને યતના પૂર્વક ઉપાડીને ગ્રહણ કરવું જોઈએ, પરંતુ ખેંચીને ગ્રહણ કરવું જોઈએ નહીં. (બી) ગ્રહણવિષયક એકામર્ષદોષ :
વસ્ત્રપડિલેહણ કરતી વખતે વસ્ત્રને ત્રણ આંગળીઓથી પકડવાનું છે. તેના બદલે એક આંગળીથી વસ્ત્ર ગ્રહણ કરે, તો ગ્રહણમાં એકામર્પદોષ થાય; કેમ કે તેમ પકડવાથી ક્યારેક વસ્ત્ર હાથમાંથી પડી જાય તો જીવવિરાધના થવાનો સંભવ છે. આથી વસ્ત્રને શાસ્ત્રોક્ત મર્યાદા અનુસાર ત્રણ આંગળીઓથી જ ગ્રહણ કરવું જોઈએ.
આ પ્રમાણે ગ્રંથકારે એકામર્પદોષનો અર્થ કર્યો. હવે વૃદ્ધસંપ્રદાય અનુસાર એકામર્પદોષનો અર્થ આ પ્રમાણે છે : (એ) આકર્ષણવિષયક એકામર્ષદોષ :
વસ્ત્રપડિલેહણમાં છ પૂર્વો વસ્ત્રમાં ત્રણ ભાગ કલ્પીને કરવાના છે, ત્યાં કોઈ સાધુ વસ્ત્રના બીજા ભાગથી હાથની આંગળીઓ વડે વસ્ત્રને ઘસતાં ઘસતો ત્રીજા ભાગ સુધી લઈ જાય તો બીજા અને ત્રીજા ભાગની વચ્ચે વસ્ત્ર પર કોઈ સૂક્ષ્મ જીવ રહેલ હોય તો હાથ ઘસવાથી તેનો વિનાશ થાય, જે આકર્ષણમાં એકામર્ષ દોષ છે. વસ્તુતઃ સાધુએ વસ્ત્રના ત્રણ ભાગ કલ્પીને વસ્ત્રના પ્રથમ છેડાથી બીજા ભાગ સુધી અને બીજા ભાગથી ત્રીજા ભાગ સુધી વસ્ત્રને ઘસ્યા વગર સીધું જ પકડવાનું છે, જેથી જીવવિરાધના થવાનો સંભવ રહે નહીં.
અથવા વસ્ત્રના ત્રણ ભાગ કર્યા વગર વસ્ત્રના પ્રથમ છેડાને અને અંતિમ છેડાને ગ્રહણ કરીને છ પૂર્વો કરે તો પણ આકર્ષણમાં એકામર્ષદોષ થાય છે. (બી) ગ્રહણવિષયક એકામર્ષદોષ :
વળી, વસ્ત્રને ત્રણ આંગળીઓથી ગ્રહણ કરવાનું છે. તેને બદલે એક આંગળીથી વસ્ત્રને ગ્રહણ કરે તો ગ્રહણમાં એકામર્પદોષ થાય. ર૫ol.
ગાથા :
धुणणा तिण्ह परेणं बहूणि वा घेत्तु एगओ धुणइ । खोडणपमज्जणासु य संकिय गणणं करि पमाई ॥२५१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org