________________
૩૨
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : ‘વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૫૦
ટીકાર્ય :
અઘન એટલે ગ્રહણના દેશમાં અઘન ગ્રહણથી=વસ્ત્રને પકડવાની જગ્યાએ ઢીલું પકડવાથી, પ્રશ્લથ થાય છે અથવા અનિરાયત=અતતિ એટલે વસ્ત્રને આખું નહીં ખોલવાથી, પ્રશ્લથ થાય છે.
પ્રલંબને કહે છે – વિષમ ગ્રહ હોતે છતે=વસ્ત્ર વિષમ રીતે પકડેલ હોતે છતે, મધ્યમાં લાંબું થાય છે અથવા કોણમાં=અપરાન્તના ગ્રહણથી પર્યન્તમાં અર્થાત્ વસ્ત્રના બીજા છેડાને વિષમ પકડવાથી અંતમાં, લાંબું થાય છે. વળી અન્યો અનિરાયતને પણ પ્રલંબનો ભેદ જ કહે છે.
લોલનને કહે છે – ભૂમિ-કરમાં લોલવું–વસ્ત્રને રગડોળવું.
આકર્ષણ અને ગ્રહણમાં એકામર્ષ થાય છે અર્થાત્ સામાન્યથી વેંટિકાના આકર્ષણમાં, અંગુલિત્રયથી ગ્રહણ કરવા યોગ્યને એક આંગળી વડે ગ્રહણ કરતા એવાને ગ્રહણમાં એકામર્ષ થાય છે.
અને અહીં=એકામર્ષ દોષના વિષયમાં, વૃદ્ધનો સંપ્રદાય છે – “એકામર્ષ એટલે હાથ વડે વસ્ત્રને મધ્યમાં ગ્રહણ કરીને ઘસડતો ત્રીજા ભાગના અવશેષ સુધી લઈ જાય છે, એ એકામર્ષ દોષ છે, અથવા બંને પણ પાસાઓથી વસ્ત્રને યાવત્=સંપૂર્ણ, ગ્રહણ કરવું એ એકામર્પ દોષ છે, અથવા ત્રણ આંગળીઓ વડે ગ્રહણ કરવા યોગ્ય તેને=વસ્ત્રને, એક આંગળીથી જ ગ્રહણ કરે છે એ એકામર્ષ દોષ છે,” એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
* અપરાન્ત એટલે બીજાભાગનો છેડો. અપર-બીજો, અંત-છેડો, તે બીજાભાગના છેડાને ગ્રહણ કરવું તે
અપરાન્તગ્રહણ.
ભાવાર્થ :
(૧) પ્રશ્લથદોષ :
વસ્ત્રનું પડિલેહણ કરતી વખતે પકડવાના ભાગમાં વસ્ત્રને મજબૂત નહીં પકડવાથી પ્રશ્લથદોષની પ્રાપ્તિ થાય છે. અથવા વસ્ત્ર પરિપૂર્ણ આયત ન કર્યું હોય અર્થાત્ વસ્ત્ર આખું ખોલ્યું ન હોય, તોપણ પ્રશ્લથદોષની પ્રાપ્તિ થાય છે.
(૨) પ્રલંબદોષ :
વળી, ડિલેહણ કરતી વખતે વસ્ત્રને વિષમ રીતે પકડવામાં પ્રલંબદોષ થાય છે. તે પ્રલંબદોષ ક્યાં થાય છે? તે બતાવે છે- મધ્યમાં અથવા અપરાન્તગ્રહણ દ્વારા પર્યન્તમાં પ્રલંબદોષ થાય છે. અર્થાત્ પિડિલેહણ કરતી વખતે વસ્ત્રના એક સરખા ત્રણ ભાગ કરીને વસ્ત્રનું નિર્રીક્ષણ કરવાનું છે, તેને બદલે પ્રથમ ભાગના છેડાને ટૂંકો પકડવામાં આવે તો મધ્યભાગ લાંબો થાય અથવા બીજાભાગના છેડાને ટૂંકો પકડવામાં આવે તો અંતભાગ લાંબો થાય, જે દોષરૂપ છે; કેમ કે આ રીતે ડિલેહણ કરવાથી વસ્ત્રમાં રહેલા જીવોનું અવલોકન સમ્યક્ થઈ શકતું નથી. વળી અનિરાયતદોષને પણ બીજા આચાર્યો પ્રલંબદોષના ભેદરૂપે જ ગ્રહણ કરે છે.
(૩) લોલનદોષ :
પડિલેહણ કરતી વખતે વસ્ત્ર ભૂમિને ન અડે એ રીતે ઊંચું રાખીને હાથમાં પકડ્યું હોય તોપણ સાધુ હાથને વારંવાર ઊંચા-નીચા કરે તો વસ્ત્ર ભૂમિને અડે, જેથી ભૂમિ પર રહેલાં જંતુઓ વસ્ત્ર પર લાગવાની સંભાવના રહે. તેથી શાસ્ત્રોક્તવિધિથી વિપરીત રીતે વસ્ત્રને હાથ અને જમીન વચ્ચે લબડાવવું તે પ્રત્યુપેક્ષણાનો લોલનદોષ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org