________________
૩૦
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વારઃ ‘વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૪૯ ततः शङ्कोपजायते तद्विनिवृत्त्यर्थं गणनोपगं कुर्यात्-प्रत्युपेक्षणं गणनां कुर्वन् कुर्यादित्यर्थः, अन्ये तु काक्वा व्याचक्षते-प्रमादतः शङ्काभावे सति गणनोपगं भवति, ततः प्रमादमेव न कुर्यादिति गाथासमुदायार्थः ॥२४९॥ ટીકાર્ય :
અઘન ગ્રહણથી=વસ્ત્રને ઢીલું પકડવાથી, પ્રશ્લથ. એક અંતના ગ્રહણથી=વસ્ત્રના એક છેડાને પકડવાથી, પ્રલંબ. ભૂમિ અને કરની અવજ્ઞાથી જમીન અને હાથની વચ્ચેના આંતરામાં વસ્ત્ર ઊંચું નીચું કરવાથી, લોલન. આકર્ષણાદિમાં એકામર્ષ. ત્રણ સંખ્યાના ઉલ્લંઘનાદિમાં અનેકરૂપધુનન થાય છે. પ્રમાદને કરે છે, ક્યાં? એથી કહે છે – પ્રસ્ફોટનાદિના સંબંધવાળા પ્રમાણમાં, પ્રમાદને કરે છે તે કારણથી શંકા ઉત્પન્ન થાય છે તેની વિનિવૃત્તિ અર્થે તે શંકાના નિવારણ માટે, ગણનાપગને કરે=ગણનાને અનુસરનાર પ્રત્યુપેક્ષણને કરે=ગણનાને કરતા એવા સાધુ પ્રત્યુપેક્ષણને કરે.
વળી અન્યો કાકુ ધ્વનિથી કહે છે – પ્રમાદથી શંકાનો ભાવ હોતે છતે ગણનાપગ થાય છે=ગણનાને અનુસરનારું પ્રત્યુપેક્ષણ થાય છે, તે કારણથી સાધુ પ્રમાદને જ ન કરે, એ પ્રમાણે ગાથાનો સમુદાયાર્થ છે. ભાવાર્થ :
(૧) પડિલેહણ કરતી વખતે વસ્ત્રને મજબૂત ન પકડવાથી વારંવાર વસ્ત્ર પડી જતું હોય, તો તે પ્રત્યુપેક્ષણાનો પ્રશ્લથ નામનો દોષ છે.
(૨) પ્રત્યુપેક્ષણ કરતી વખતે વસ્ત્રના એક છેડાને ગ્રહણ કરીને વસ્ત્ર સાધુ જોતા હોય, તો તે પ્રત્યુપેક્ષણાનો પ્રલંબ નામનો દોષ છે.
(૩) ભૂમિ અને હાથને યોગ્ય આંતરાની બેદરકારીથી વસ્ત્રને સાધુ જોતા હોય, જેથી વસ્ત્ર ઘડીકમાં ભૂમિની નજીક જતું હોય અને ઘડીકમાં ભૂમિથી ઊંચું થતું હોય, તે પ્રત્યુપેક્ષણાનો લોલન નામનો દોષ છે.
(૪) વસ્ત્રપડિલેહણ કરતી વખતે વસ્ત્રના આકર્ષણમાં અને ગ્રહણમાં એકામર્ષ નામનો દોષ થાય છે અને તે અનેક રીતે થાય છે, જેની સ્પષ્ટતા ગ્રંથકાર આગળની ગાથામાં કરવાના છે.
(૫) પડિલેહણમાં છ પૂર્વોની ક્રિયા કરતી વખતે વસ્ત્રના ત્રણ ભાગ કરીને દરેક ભાગમાં બંને બાજુથી વસ્ત્રનું એકેક વાર ધનન કરવાનું છે, જેથી વસ્ત્રની બંને બાજુ ત્રણ-ત્રણવાર ધનન થાય. તેને ઉલ્લંઘીને વસ્ત્રનું અનેક વાર ધનન કરતા હોય તો તે પ્રત્યુપેક્ષણાનો અનેકરૂપધુનન નામનો દોષ છે.
(૬) પ્રત્યુપેક્ષણ કરતી વખતે સાધુ પ્રસ્ફોટનાદિ સંબંધી સંખ્યામાં પ્રમાદ કરે, તેથી શંકા થાય કે કેટલા પ્રસ્ફોટન થયા? ૬ કે ૯? તે શંકાની વિનિવૃત્તિ માટે પ્રત્યુપેક્ષણામાં સંખ્યાની ગણના કરે, તે પ્રત્યુપેક્ષણાનો ગણનોપગ નામનો દોષ છે.
વળી આ કથનના અર્થથી પ્રાપ્ત થતા તાત્પર્યને અન્ય આચાર્યો કહે છે – પ્રમાદથી પ્રસ્ફોટનાદિની સંખ્યા ભૂલી જવાય છે, જેથી પ્રસ્ફોટનાદિની સંખ્યામાં શંકા ઉત્પન્ન થાય છે, અને તે પ્રત્યુપેક્ષણાનો ગણનોપગ નામનો દોષ છે. તેથી પડિલેહણ કરતાં સાધુએ પ્રમાદ જ ન કરવો જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org