________________
૨૮
પ્રતિદિનક્રિયાવસ્તક / પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૪૦-૨૪૮ જેમ વસ્ત્રને ઝાટકવું તે પ્રસ્ફોટનાદોષ છે. પડિલેહણ કરીને વસ્ત્રને વિવિધ પ્રકારે ફેંકવું તે વિક્ષિપ્તાદોષ છે. વેદિકાના ઊર્ધ્વવેદિકા વગેરે પાંચ પ્રકાર છે, અને તે પાંચ પ્રકારના વેદિકાદોષનું વર્ણન ગ્રંથકાર વૃદ્ધ સંપ્રદાયથી આગળની ગાથામાં કરે છે. આમ, આરભડા વગેરે પ્રતિલેખનાના છ દોષો છે. ર૪ll. અવતરણિકા :
अयं च वृद्धसम्प्रदायः - અવતરણિતાર્થ :
અને આ વૃદ્ધસંપ્રદાય છે – ભાવાર્થ :
પૂર્વગાથામાં પ્રત્યુપેક્ષણાના છ દોષો બતાવતાં અંતે વેદિકાપંચક નામનો છઠ્ઠો દોષ બતાવ્યો. હવે તે વેદિકાપંચક દોષનું સ્વરૂપ બતાવવા ગ્રંથકારશ્રી જ્ઞાનવૃદ્ધ પુરુષોની પરંપરા બતાવે છે – ગાથા :
उड्डमहो एगत्तो दुहओ अंतो अ वेइआपणगं ।
जाणूणमुवरि हिट्ठा एगंतर दोण्ह बीयंतो ॥२४८॥ અન્વયાર્થ:
ના પૂUામુરિઝું જાનુની ઉપર બે હાથ રાખીને પ્રતિલેખના કરવી તે ઊર્ધ્વવેદિકા છે. દિઠ્ઠા કરો જાનુની નીચે બે હાથ રાખીને પ્રતિલેખના કરવી તે અધોવેદિકા છે. પાંતર પાત્ત એક જાનુના આંતરે અર્થાત્ એક જાનુ બે હાથની વચ્ચે અને એક જાનુ એક બાજુના હાથની બહાર રાખીને પ્રતિલેખના કરવી તે એકતોવેદિકા છે. રોદકુદ=બે જાનુના આંતરે હાથ રાખીને પ્રતિલેખના કરવી તે દ્વિતોવેદિકા છે. વીવંત ૩ ઝંતો અને બે હાથને જાનુની અંદર રાખીને પ્રતિલેખના કરવી તે અંતોવેદિકા છે. વેપUTi=(આ) વેદિકાપંચક છે. ગાથાર્થ :
જાનુકસાથળ ઉપર હાથ રાખીને પડિલેહણા કરવી તે ઊર્ધ્વવેદિકાદોષ છે. સાથળની નીચે બે હાથ રાખીને પડિલેહણા કરવી તે અધોવેદિકાદોષ છે. એક સાથળ બે હાથની વચ્ચે અને એક સાથળ એક બાજુના હાથની બહાર રાખીને પડિલેહણા કરવી તે એકતોવેદિકાદોષ છે. બંને હાથની વચ્ચે બંને સાથળ રાખીને પડિલેહણા કરવી તે દ્વિતોવેદિકાદોષ છે અને બંને સાથળની વચ્ચે બંને હાથ રાખીને પડિલેહણા કરવી તે અંતોવેદિકાદોષ છે. આ પ્રત્યુપેક્ષણાનો છઠ્ઠો વેદિકાપંચક દોષ છે.
ટીકા :
"उड्डवेतिया अहोवेतिया एगतोवेइया दुहवेइया अंतोवेइया, उड्ढवेइया उवरिंजण्णुयाणं हत्थे काऊण पडिलेहेइ १ अहोवेइया अहो जण्णुयाणं २ एगओवेइया एगजण्णुयमंतरेउं ३ दुहओवेइया दो वि ४ अंतोवेइया अंतो जण्णुयाणं ति ५"॥२४८॥ ટીકાર્ય :
ઊર્ધ્વવેદિકા, અધોવેદિકા, એકતોવેદિકા, હિતોવેદિકા, અંતોવેદિકા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org