________________
૨૬.
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : ‘વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૪૬
વસ્ત્રના વળેલા ખૂણાઓ ખોલવામાં વસ્ત્રનું સંમન થાય તો, ત્યાં રહેલા જીવોનું પણ સંમર્દન થવાથી, અને પડિલેહણ કરાયેલ વિટિયા વગેરે ઉપર જ બેસીને પડિલેહણ કરવાથી સંમદ્દ દોષ થાય છે. ટીકા :
वितथकरणे वा प्रस्फोटनाद्यन्यथासेवने वा आरभडा, त्वरितं वा=द्रुतं वा सर्वमारभमाणस्य, अन्यदर्द्धप्रत्युपेक्षितमेव मुक्त्वा कल्पमन्यद्वा गृह्णतः आरभडेति, वाशब्दो विकल्पार्थत्वात् सर्वत्राऽभिसम्बध्यते आरभडाशब्दश्च, सम्मस्वरूपमाह- अन्तस्तु भवेयुः कोणाः वस्त्रस्य, तुर्विशेषणार्थः, किं विशिनष्टि ? तानन्विषतो वस्त्रं सम्मईयतः सम्मर्दा, निषदनं तत्रैव च प्रत्युपेक्षितवेष्टिकायां सम्मति गाथार्थः ॥२४६॥ ટીકાર્ય :
વિતથના કરણમાં=પ્રસ્ફોટનાદિના અન્યથા સેવનમાં, આરભડા થાય છે. અથવા સર્વને ત્વરિતદ્રુત, આરંભ કરતા એવા સાધુને આભડા થાય છે. અથવા અર્ધ પ્રત્યુપેક્ષિત જ અન્યને મૂકીને અન્ય કલ્પને ગ્રહણ કરતા એવા સાધુને આરભડા થાય છે. “રૂતિ' શબ્દ આરભડા દોષના ત્રણ વિકલ્પોના કથનની સમાપ્તિ માટે છે. વિકલ્પ અર્થપણું હોવાથી=વી શબ્દનો વિકલ્પ અર્થ હોવાથી, “વા' શબ્દ સર્વત્ર અભિસંબંધ કરાય છે, અને “બારમ' શબ્દ સર્વત્ર અભિસંબંધ કરાય છે.
સંમર્દાના સ્વરૂપને કહે છે – વળી વસ્ત્રના કોણો અંદર થાય, ‘તુ' વિશેષણના અર્થવાળો છે. ‘' શબ્દ શું વિશેષ કરે છે? તે બતાવે છે –
તેઓને અન્વેષણ કરતા વસ્ત્રને સંમર્દતા એવા સાધુને સંમર્દા થાય છે=વળી ગયેલા વસ્ત્રના ખૂણાઓને શોધતા વસ્ત્રનું મર્દન કરતા એવા સાધુને પ્રત્યુપેક્ષણાનો સંમદ્દ દોષ થાય છે.
અને તે જ પ્રત્યુપેક્ષિત વેષ્ટિકામાં નિષદના સંમર્દો છે=પૂર્વે પ્રત્યુપેક્ષણ કરાયેલ વિટિયા ઉપર જ બેસી જવું એ પ્રત્યુપેક્ષણાનો સમદ્દ દોષ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
(૧) પડિલેહણ કરતી વખતે જે રીતે પ્રસ્ફોટનાદિ કરવાના છે તેનાથી વિપરીત રીતે પ્રસ્ફોટનાદિ કરવાથી આરંભડા દોષ પ્રાપ્ત થાય છે. (૨) અથવા વસ્ત્રાદિ સર્વનું પડિલેહણ શીધ્ર શીધ્ર કરવાથી જીવરક્ષા માટે ઉચિત યતના ન થઈ શકે, તેથી પણ આરભડા દોષ થાય છે. (૩) અથવા તો વસ્ત્રને અડધા પલેવીને જ મૂકી દઇને બીજું બીજું વસ્ત્ર ગ્રહણ કરીને પડિલેહણ કરવાથી પણ આરભડા દોષ પ્રાપ્ત થાય છે.
તથા પડિલેહણ કરવા માટે ગ્રહણ કરાયેલ વસ્ત્રના ખૂણાઓ વળેલા હોય તો તેને ખોલવા માટે વસ્ત્રનું સંમર્દન કરવાથી પડિલેહણમાં સંમર્દો દોષની પ્રાપ્તિ થાય છે.
મૂળગાથામાં ‘ખૂણાઓ ખોલવા માટે સંમર્દન કરે, તે વાત સાક્ષાત્ બતાવી નથી, પરંતુ ‘તુ' શબ્દ વિશેષણાર્થ માટે હોવાથી તે બતાવે છે કે વળેલા ખૂણાઓને ખોલવા માટે વસ્ત્રનું સંમર્દન કરવામાં આવે તો સંમર્દો દોષ થાય. તેથી એ પ્રાપ્ત થયું કે વસ્ત્રનું સંમર્દન કર્યા વિના જીવરક્ષા થાય તેમ ઉચિત રીતે પડિલેહણ કરવા પ્રયત્ન કરવો જોઈએ.
વળી પડિલેહણ કરતાં પડિલેહણ કરાયેલ વિટિયા ઉપર બેસીને બાકીનાં વસ્ત્રોનું પડિલેહણ કરવાથી પણ સંમર્દો દોષ પ્રાપ્ત થાય છે. ર૪૬ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org