________________
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૪૫-૨૪૬ - ૨૫ ભાવાર્થ :
(૧) શાસ્ત્રવિધિથી નિરપેક્ષ યથાતથા પ્રત્યુપેક્ષણા કરવી એ પ્રત્યુપેક્ષણાનો આરંભડા દોષ છે. (૨) વસ્ત્રનું સંમર્દન કરીને પડિલેહણા કરવાથી પ્રત્યુપેક્ષણાનો સમદ્દ દોષ થાય છે. (૩) પ્રતિલેખના કરેલાં વસ્ત્રોને અસ્થાને મૂકવાથી પ્રત્યુપેક્ષણાનો અસ્થાનસ્થાપના દોષ થાય છે. (૪) ધૂળવાળાં વસ્ત્રોને યતના વગર ખંખેરવાથી પ્રત્યુપેક્ષણાનો પ્રસ્ફોટના દોષ થાય છે. (૫) પ્રત્યુપેક્ષણ કરાયેલ વસ્ત્રોને જેમ તેમ ફેંકવાથી પ્રત્યુપેક્ષણાનો વિક્ષિપ્તા દોષ થાય છે.
(૬) વસ્ત્રોનું પડિલેહણ કરતી વખતે સાથળ ઉપર હાથ રાખવાથી પ્રત્યુપેક્ષણાનો વેદિકા નામનો દોષ થાય છે, અને તે વેદિકા દોષ પાંચ પ્રકારનો છે, જેનું વર્ણન ગ્રંથકાર સ્વયં આગળમાં કરશે.
આ છ દોષોવાળું પ્રતિલેખન કરવાથી વાઉકાયાદિ જીવોની વિરાધના થવાનો સંભવ રહે છે અને શાસ્ત્રોક્ત વિધિ પ્રત્યે ઉપેક્ષા થાય છે. તેથી તેવી પડિલેહણની ક્રિયાથી કર્મબંધની પ્રાપ્તિ થાય છે. ર૪પો. અવતરણિકા :
अवयवार्थं त्वाह - અવતરણિતાર્થ :
પૂર્વગાથામાં છ પ્રકારના દોષોવાળી પડિલેહણા બતાવી. હવે તે છએ દોષોરૂપ અવયવોના અર્થને વળી ક્રમસર કહે છે –
ગાથા :
वितहकरणंमि तुरिअं अण्णं अण्णं व गिण्ह आरभडा ।
अंतो उ होज्ज कोणा णिसिअण तत्थेव सम्मदा ॥२४६॥ दारं ॥ અન્વયાર્થ :
વિદરમિ=વિતથના કરણમાં=પડિલેહણની ક્રિયામાં પ્રસ્ફોટનાદિ વિપરીત રીતે સેવવામાં, (અથવા) તુર્વિ=ત્વરિત-પડિલેહણની સર્વ ક્રિયા શીધ્ર શીધ્ર કરતા સાધુને, 100 Ugi a fટ્ટ અથવા અન્ય અન્યને ગ્રહણ કરતાને=અડધું પડધું વસ્ત્ર પ્રત્યુપક્ષીને અન્ય અન્ય વસ્ત્રને ગ્રહણ કરતા સાધુને, મારમ= આરભડા થાય છે.
I ૩યંત હો 7=વળી કોણો અંદર થાય=વસ્ત્રના વળી ગયેલા ખૂણાઓ ખોલવા માટે વસ્ત્રનું સમર્થન થાય, (તો સમદ્દ થાય છે.) તત્થવ સિ૩UT TH=ત્યાં જ નિષદન સંમર્દો છે પડિલેહણ કરાયેલ વિટિયા વગેરે ઉપર જ બેસીને પડિલેહણ કરવાથી સંમર્દો દોષ થાય છે. ગાથાર્થ :
પડિલેહણની ક્રિયામાં પ્રસ્ફોટનાદિ વિપરીત રીતે કરવામાં, અથવા પડિલેહણની સર્વ ક્રિયા શીઘ શીઘ્ર કરવામાં, અથવા અડધું વસ્ત્ર પડિલેહીને તે મૂકીને બીજું બીજું વસ્ત્ર ગ્રહણ કરવામાં સાધુને આરભડા દોષ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org