________________
૨૩
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૪૩-૨૪૪
વસ્ત્રનું પડિલેહણ કરતાં પહેલાં તે ભૂમિ પ્રમાર્જીલી હોય તોપણ વસ્ત્રનું પડિલેહણ કર્યા પછી ફરીથી તે ભૂમિનું ચક્ષુથી પડિલેહણ અને પ્રમાર્જન સાધુ કરે છે, અને તે કર્યા વિના સાધુ તે ભૂમિનો ભોગ કરી શકે નહીં, કેમ કે પડિલેહણ કરેલ વસ્ત્રમાંથી તે ભૂમિ ઉપર કોઈક સૂક્ષ્મ જંતુ પડેલ હોવાની સંભાવના રહે છે, જે જીવો ચક્ષુથી દેખાય નહીં તેવા હોઈ શકે. તેથી ફરીથી કાજો કાઢ્યા પછી જ તે ભૂમિનો સાધુ ભોગ કરી શકે.
તેનાથી એ ફલિત થાય કે જેમ ત્યાં સંભવને આશ્રયીને ફરી કાજો કાઢવાની વિધિ છે, તેમ હાથ ઉપર વસ્ત્રનું પ્રસ્ફોટન કર્યા પછી જીવોના સંભવને આશ્રયીને હાથ ઉપર ફરી પ્રમાર્જન કરવાની વિધિ છે.
પૂર્વમાં સંભવને આશ્રયીને પ્રાર્થનાની આ શાસ્ત્રયુક્તિ બતાવી. હવે તે શાસ્ત્રયુક્તિ આગમમાં કહી છે તે બતાવે છે –
સાધુ વિહાર કરીને કોઈક સ્થાને ગયા હોય અને ત્યાં યાચના કરીને કોઈ વસતિમાં રહ્યા હોય, ત્યારે પ્રથમ તે નવી વસતિનું સાધુને પ્રમાર્જન કરવાની વિધિ છે; કેમ કે વસતિનું પ્રમાર્જન કર્યા વિના સાધુ ત્યાં કોઈ પ્રવૃત્તિ કરી શકે નહીં. તેથી સાધુ પ્રથમ તે વસતિનું પ્રમાર્જન કરે, અને ત્યારપછી કદાચ વસ્ત્રપડિલેહણ કરવાનો સમય થઈ ગયો હોય તો, તરત વસ્ત્રપડિલેહણ પણ કરે; પરંતુ પડિલેહણ કર્યા પછી સાધુને તે ભૂમિમાં ફરી કાજો કાઢવાની વિધિ છે, ફરી કાજો કાઢયા વગર તે ભૂમિનો ઉપભોગ કરવાનો નિષેધ છે; કેમ કે પડિલેહણ કરેલ હોવાથી તે ભૂમિમાં કોઈક સૂક્ષ્મ જીવો પડેલ હોવાની સંભાવના છે, પરંતુ ત્યાં સૂક્ષ્મ જીવો છે જ, એવું પ્રમાણ સ્વીકારીને ફરી કાજો કાઢવાની વિધિ નથી. ||૨૪all
ગાથા :
विहिपाहण्णेणेवं भणिउं पडिलेहणं अओ उडूं।
एअंचेवाह गुरू पडिसेहपहाणओ नवरं ॥२४४॥ અન્વયાર્થ :
વં=આ પ્રમાણે=ગાથા ૨૩૩થી ૨૪૩માં બતાવ્યું એ પ્રમાણે, વિહિપાદvor=વિધિના પ્રાધાન્યથી પત્રેિvi ભકિં પ્રતિલેખનને કહીને મો ઉર્દુ આનાથી ઊર્ધ્વ=હવે પછી, નવરં પડપટ્ટાનો ફક્ત પ્રતિષેધના પ્રાધાન્યથી 3 આને જ=પ્રત્યુપેક્ષણાને જ, ગુરૂ ગાદ-ગુરુ=નિર્યુક્તિકાર, કહે છે. ગાથાર્થ :
ગાથા ૨૩૩ થી ૨૪૩ માં બતાવ્યું એ પ્રમાણે વિધિના પ્રાધાન્યથી પ્રતિલેખનને કહીને હવે પછી ફક્ત પ્રતિષેધના પ્રાધાન્યથી પ્રત્યુપેક્ષણાને જ નિર્યુક્તિકાર કહે છે. ટીકા :
विधिप्राधान्येनैवम् ऊर्ध्वादिप्रकारेण भणितुम् (?भणित्वा ) अभिधाय प्रत्युपेक्षणां-प्रक्रान्तामत ऊर्ध्वमेनामेव प्रत्युपेक्षणामाह गुरुः नियुक्तिकारः प्रतिषेधप्राधान्येन-प्रकारान्तरेण नवरं, विधिप्रतिषेधविषयत्वाद्धर्मस्येति गाथार्थः ।।२४४।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org