________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘પ્રત્યુપેક્ષણા’ દ્વાર / પેટા દ્વાર : ‘વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૪૩
આથી નક્કી થાય છે કે પડિલેહણ કરેલી ભૂમિમાં કોઈ સૂક્ષ્મ જંતુની સંભાવના હોવાથી ફરી કાજો કાઢ્યા વગર સાધુને તે ભૂમિના ઉપભોગનો નિષેધ છે. તેમ હાથ ઉપર વસ્ત્રનું પ્રસ્ફોટન કરવાથી હાથ જેવા વર્ણવાળાં કોઈ સૂક્ષ્મ જંતુ વસ્ત્રમાંથી હાથ ઉપર પડેલાં હોય, તો તેઓના રક્ષણ માટે હાથ ઉપર પ્રમાર્જન કરાય છે.
૨૨
ટીકા ઃ
तृतीयं प्रमार्जनमिति द्वारपरामर्शः, इदं तद्वर्ण = हस्तवर्णअदृश्यसत्त्वरक्षार्थमिति फलं सम्भवमाश्रित्याऽत्र समययुक्तिः, तत्क्षणप्रमार्जिताया एव पूर्वं तद्भूमेः = प्रत्युपेक्षणपृथिव्याः अभोगाद् भूयः प्रत्युपेक्षणादिविरहेणेति । आगमे एवं भण्यते, यदुत - " यस्यां प्रत्युपेक्षणा क्रियते सा यद्यपि प्रत्युपेक्षणतः पूर्वं प्रमार्जितात पडिलेहणं काउं पुणो जाव न पमज्जिया ताव न भोत्तव्वा, एसा आगमियजुत्ती, न उण प्रमाणमङ्गीक्रियते" इति ગાથાર્થ: ।।૨૪।
ટીકાર્ય :
‘ત્રીજું પ્રમાર્જન’ એ પ્રકારે દ્વારનો પરામર્શ છે=ગાથા ૨૩૩માં બતાવેલ પ્રત્યુપેક્ષણાના દ્વારોમાંના છેલ્લા દ્વારને ઉપસ્થિત કરાવનાર છે. આ=પ્રમાર્જન, તેના વર્ણવાળા=હસ્તના વર્ણવાળા અદેશ્ય સત્ત્વોની રક્ષા અર્થે છે=હાથના વર્ણ જેવા વર્ણવાળા આંખથી દેખી ન શકાય એવા જીવોની રક્ષા કરવા માટે છે, આ પ્રકારે ફળ છે=પ્રમાર્જન દ્વારનું ફળ છે.
સંભવને આશ્રયીને છે, એમાં સમયની યુક્તિ છે=નવ પ્રસ્ફોટનોની વચ્ચે વચ્ચે કરાતું એકેક પ્રમાર્જન હાથ ઉપર કદાચ હાથ જેવા વર્ણવાળા જીવો રહેલા હોય એવા સંભવને આશ્રયીને છે. એમાં શાસ્ત્રની યુક્તિ બતાવે છે .
-
પૂર્વે=વસ્ત્રના પડિલેહણની પૂર્વે, તે ક્ષણમાં પ્રમાર્જેલી પણ તે ભૂમિનોપ્રત્યુપેક્ષણની પૃથ્વીનો, ફરી પ્રત્યુપેક્ષણાદિના વિરહથી=ફરીથી તે ભૂમિનું ચક્ષુપડિલેહણ-પ્રમાર્જન કર્યા વગર, અભોગ હોવાથી=સાધુને તે ભૂમિના પરિભોગનો નિષેધ હોવાથી, પ્રમાર્જન હાથ ઉપર જીવોના સંભવને આશ્રયીને છે, એમ અન્વય છે.
‘કૃત્તિ’ ગાથાસ્પર્શી ટીકાની સમાપ્તિ માટે છે.
આ પ્રમાણે આગમમાં કહેવાય છે, જે યવૃત્તથી બતાવે છે
“જેમાં=જે ભૂમિમાં, પ્રત્યુપેક્ષણા કરાય છે, તે ભૂમિ જોકે પ્રત્યુપેક્ષણથી પૂર્વે પ્રમાર્જાયેલી છે, તોપણ પડિલેહણ કરીને ફરી જ્યાં સુધી પ્રમાર્જાયેલી ન હોય ત્યાં સુધી ભોગવવા યોગ્ય નથી–તે ભૂમિ સાધુને પરિભોગ કરવા યોગ્ય નથી.’’ આ આગમિક યુક્તિ છે, પરંતુ પ્રમાણ અંગીકરાતું નથી–તે ભૂમિમાં જીવો છે જ એવું પ્રમાણ સ્વીકારાતું નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
પ્રમાર્જન હાથ જેવા વર્ણવાળા અદશ્ય જીવોનું રક્ષણ કરવા માટે છે, અને આ પ્રમાર્જન હાથ ઉપર જીવો પડેલા જ છે તેને આશ્રયીને કરાતું નથી, પરંતુ હાથ ઉપર પ્રસ્ફોટનો કરવાથી કદાચ હાથ ઉપર જીવો પડેલા હોઈ શકે, એ પ્રકારની જીવોની સંભાવનાને આશ્રયીને કરાય છે. અને એમાં શાસ્ત્રમાં બતાવેલી યુક્તિ આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org