________________
૨૦
પ્રતિદિનક્રિયાવસ્તુકને પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૪૨
તે ૩UT ભંગિ વિસાયિબ્રા=વળી તેઓ હાથમાં જાણવા=પ્રમાર્જનત્રિકથી અંતરિત એવા નવ પ્રસ્ફોટો હાથરૂપ આધારમાં જાણવા.
ગાથાર્થ :
છ પૂર્વો તિર્થક કરાયેલ વસ્ત્રમાં કરાય છે, ત્યાર પછી પ્રમાર્જનત્રિકથી અંતરિત એવા ત્રણ ત્રણ પ્રસ્ફોટો મળીને નવ પ્રસ્ફોટો થાય છે. વળી તે નવ પ્રસ્ફોટો હાથરૂપ આધારમાં જાણવા. ટીકા : ___षट्पूर्वाः पूर्वा इति प्रथमाः क्रियाविशेषाः तिर्यकृत इति च तिर्यकृते वस्त्रे उभयतो निरीक्षणविधिना क्रियन्ते । नव प्रस्फोटास्त्रयस्त्रयोऽन्तरिता=व्यवहिताः, व पुनस्त इत्याह - ते पुनर्विज्ञातव्याः हस्ते आधारे, केनान्तरिताः ? प्रमार्जनत्रिकेण-सुप्रसिद्धप्रमार्जनत्रितयेनेति गाथार्थः ॥२४२॥ ટીકાર્ય :
પૂર્વો એટલે પ્રથમ ક્રિયાવિશેષો, અને તિર્યક કૃતમાં તિર્યકુ કરાયેલ વસ્ત્રમાં, ઉભયથી બંને બાજુથી, નિરીક્ષણની વિધિ વડે જ પૂર્વે કરાય છે. અંતરિત=વ્યવહિત=એકેક પ્રમાર્જનાથી આંતરાવાળા, ત્રણ-ત્રણ એવા નવ પ્રસ્ફોટો થાય છે. વળી તેઓ=નવ પ્રસ્ફોટો, ક્યાં થાય છે? એથી કહે છે – વળી તે-નવ પ્રસ્ફોટો, હસ્તરૂપ આધારમાં જાણવા. કોના વડે અંતરિત નવ પ્રસ્ફોટો થાય છે ? તે બતાવે છે – પ્રમાર્જનના ત્રિક વડે સુપ્રસિદ્ધ એવાં ત્રણ પ્રમાર્જનો વડે, અંતરિત એવા નવ પ્રસ્ફોટો થાય છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પપૂર્વા:'માં ‘પૂર્વ શબ્દ પ્રથમ ક્રિયાવિશેષના અર્થમાં છે, અને તે પપૂર્વરૂપ ક્રિયાવિશેષ વસ્ત્રને થોડું આડું કરીને બંને બાજુથી ચક્ષુ દ્વારા સંપૂર્ણ અવલોકનથી કરાય છે.
આશય એ છે કે પડિલેહણકાળમાં સાધુ ઉભડક પગે બેસીને વસ્ત્રના ત્રણ ભાગ કરીને એકેક ભાગનું ચક્ષુથી અવલોકન કરે છે અને પછી ત્રણેય ભાગનું એકેક વાર પ્રસ્ફોટન કરે છે, જેથી વસ્ત્રમાં ચક્ષુરિન્દ્રિયના અવિષય એવા કોઈ સૂક્ષ્મ જીવો હોય તો તે ભૂમિ પર પડે; આમ વસ્ત્રને એક બાજુથી ત્રણ ભાગ કરીને કમસર એકેક ભાગનું ચક્ષુથી અવલોકન અને પ્રસ્ફોટન કર્યા પછી વસ્ત્રને ફેરવીને બીજી બાજુ પણ તે જ રીતે ત્રણ ભાગ કરીને ક્રમસર એકેક ભાગનું ચક્ષુથી અવલોકન અને પ્રસ્ફોટન કરે છે. અને વસ્ત્રના બંને બાજુ થઈને જે છ પ્રસ્ફોટનો કરવામાં આવે છે, તે જ પપૂર્વો છે અર્થાત્ પ્રથમના છ ક્રિયાવિશેષો છે, અને પર્વો કર્યા પછી જે નવ પ્રસ્ફોટનો કરાય છે તેની અપેક્ષાએ આ જીવરક્ષા માટે કરાતા ક્રિયાવિશેષ પ્રથમ છે.
આ રીતે વસ્ત્રપડિલેહણમાં પપૂર્વોની ક્રિયા કર્યા પછી હાથરૂપ આધારમાં ત્રણ પ્રમાર્જનાથી અંતરિત એવા નવ પ્રસ્ફોટનો કરાય છે.
આનાથી એ ફલિત થાય કે સાધુનું ચિત્ત પકાયના જીવો પ્રત્યે અતિદયાળુ હોય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી સૂક્ષ્મ પણ જીવોને કિલામણા પણ ન થાય તે માટે મુનિ અત્યંત યત્ન કરે છે, જેથી સર્વ જીવોના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org