________________
૧૮
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : ‘વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૪૦-૨૪૧ આનાથી એ ફલિત થાય કે વસ્ત્રપડિલેહણ કરતી વખતે સાધુએ વસ્ત્રને પૂરેપૂરું ખોલ્યું ન હોય તો વસ્ત્ર કોઈ ભાગમાં વળેલું રહે, જેથી તે વળેલા ભાગમાં જીવોનું બરાબર અવલોકન થઈ શકે નહીં; તેમ જ કાયાને પણ વળેલી રાખી હોય તો તે વળેલા કાયાના ભાગમાં કોઈ જીવ પડે તો શરીરના સંશ્લેષથી તેની વિરાધના થવાનો સંભવ રહે. આથી સાધુએ વસ્ત્ર અને શરીરને વાળ્યા વગર પડિલેહણ કરવું જોઈએ, જેથી જીવરક્ષા માટેનો સમ્ય યત્ન થઈ શકે.
વળી, અનુબંધીનો નિરંતર=સતત, એવો અર્થ થાય છે. તેથી એ સિદ્ધ થાય કે વસ્ત્રપડિલેહણમાં નવ પ્રસ્ફોટનો કરતી વખતે સાધુ હાથ ઉપર ત્રણ સ્થાને એકેક પ્રસ્ફોટન કર્યા પછી એક પ્રાર્થના કરે છે, ત્યારબાદ ફરી બીજી વખત હાથ ઉપર ત્રણ સ્થાને એકેક પ્રસ્ફોટન કરે છે અને પછી એક પ્રાર્થના કરે છે, ત્યારબાદ ફરી ત્રીજી વખત હાથ ઉપર ત્રણ સ્થાને એકેક પ્રસ્ફોટન કરે છે અને પછી એક પ્રાર્થના કરે છે.
આમ, પડિલેહણકાળમાં સાધુ પપૂર્વો કર્યા પછી ત્રણ ત્રણ પ્રસ્ફોટનાના આંતરે એક-એક પ્રમાર્જના કરે છે. તેને બદલે હાથ ઉપર એક સાથે નવ પ્રસ્ફોટનો કર્યા પછી એક સાથે ત્રણ પ્રમાર્જના કરવામાં આવે તો તે પ્રત્યુપેક્ષણામાં અનુબંધી દોષની પ્રાપ્તિ થાય; કેમ કે હાથ ઉપર નવ પ્રસ્ફોટનો એક સાથે કરવામાં આવે તો પહેલાંના પ્રસ્ફોટનો કરતાં હાથ ઉપર વસ્ત્રમાંથી કોઈ જીવ પડ્યો હોય તો પ્રમાર્જન કર્યા વગર ફરી તે સ્થાને બીજા પ્રસ્ફોટનો કરવાથી પૂર્વે હાથ પર પડેલા તે જીવને કિલામણાદિ થાય. આથી હાથ ઉપર ત્રણ સ્થાને એકેક પ્રસ્ફોટન કર્યા પછી એકેક પ્રાર્થના કરવી જોઈએ, જેથી જીવરક્ષાને અનુકૂળ શક્ય સર્વ ઉચિત યત્ન થવાથી પકાયના પાલનના પરિણામરૂપ વિરતિનો પરિણામ જ્ઞાન ન થાય.
વળી, ૧. તિર્જી, ૨. ઊર્ધ્વ અને ૩. અધો, એમ ત્રણ સ્થાને વસ્ત્રનું સંઘટ્ટન કરવાથી પ્રત્યુપેક્ષણનો મોસલીદોષ થાય છે.
આશય એ છે કે સાંબેલાથી કંઈક ખાંડતી વખતે જેમ સાંબેલું ઉપર, નીચે અને આજુ-બાજુમાં પડેલી વસ્તુને અડે, તેમ પડિલેહણ કરતી વખતે વસ્ત્ર ઉપર છત વગેરેને, નીચે જમીન વગેરેને કે તિર્જી પાટપાટલા, ભીંત વગેરેને અડે, તો તે તે સ્થાને રહેલા જંતુ વસ્ત્રમાં લાગી જવાથી તેને કિલામણા આદિ થવાનો સંભવ રહે. આથી પડિલેહણ કરનારા સાધુએ વસ્ત્રનો ક્યાંય સ્પર્શ ન થાય તે રીતે યત્ન કરવો જોઈએ, અને જો તે રીતે યત્ન કરવામાં ન આવે તો પકાયના સમ્યફ પાલનમાં યતના ન થવાથી દોષની પ્રાપ્તિ થાય. ૨૪ ll અવતરણિકા :
પૂર્વગાથામાં પ્રત્યુપેક્ષણ વિષયક અનતિતનું અને અવલિતનું સ્વરૂપ તથા અનુબંધીદોષનું અને મોસલીદોષનું સ્વરૂપ બતાવ્યું. હવે તે મોસલીદોષને જ વિશેષ સ્પષ્ટ કરતાં બતાવે છે –
ગાથા :
तिरि उड्ढ अहे मुसली घट्टण कुड्डे अ माल भूमीए । एअंतु मोसलीए फुडमेवं लक्खणं भणिअं ॥२४१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org