________________
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૪૦ અને આત્મા, બંનેને ન વાળે એ રૂપ અવલિત એ પહેલો ભાગો શુદ્ધ છે. મધુર્વાધ નિરંતર=અનુબંધી એટલે નિરંતરતા. તિરિક્રુડધટ્ટ મુસા=તિર્ય-ઊર્ધ્વ-અધો ઘટ્ટનથી મોસલી થાય છે. ગાથાર્થ :
વસ્ત્રને અને આત્માને આશ્રયીને બે ચતુર્ભગી છે. તેમાં પ્રથમ ચતુર્ભગીમાં વસ્ત્ર અને આત્મા બંનેને ન નચાવે એ રૂપ અનર્તિત એ પહેલો ભાંગો શુદ્ધ છે, અને બીજી ચતુર્ભગીમાં વસ્ત્ર અને આત્મા બંનેને ન વાળે એ રૂપ અવલિત એ પહેલો ભાંગો શુદ્ધ છે. અનુબંધી એટલે નિરંતરતા, તે અનુબંધી દોષ વગર પડિલેહણ કરવું જોઈએ. તિÚ-ઊર્ધ્વ-અધો ઘટ્ટનાથી મોસલીદોષ થાય છે, તે મોસલીદોષ વગર પડિલેહણ કરવું જોઈએ. ટીકા : ___ वस्त्रे वस्त्रविषयमात्मनि आत्मविषयं च वस्त्रमात्मानं चाधिकृत्येत्यर्थः, चतुर्द्धा भङ्गसम्भव इति वाक्यशेषः, वस्त्रं नर्त्तयति आत्मानं च, इत्थं वस्त्रं वलितमात्मा चेत्यादि, अत्रोभयमाश्रित्यार्तितमवलितं च गृह्यते, अनुबन्धि किमुच्यत ? इत्याह-निरन्तरता नैरन्तर्यप्रत्युपेक्षणमिति भावः, तिर्यगूर्ध्वमधोघट्टनाમોષત્નિ: ભાર૪૦ | ટીકાર્ય :
વસ્ત્રના વિષયવાળો અને આત્માના વિષયવાળો=વસ્ત્રને અને આત્માને આશ્રયીને, ચાર પ્રકારે ભંગનો સંભવ છે. એ પ્રકારે વાક્યનું શેષ છે=વાક્યનો અંશ અધ્યાહાર છે. વસ્ત્રને અને આત્માને નચાવે છે, એ રીતે વસ્ત્ર અને આત્મા વલિત છે ઇત્યાદિ. અહીં=પ્રસ્તુત પ્રસ્ફોટનની વિધિમાં, ઉભયને=વસ્ત્ર અને આત્મા એ બંનેને, આશ્રયીને અનતિ અને અવલિત ગ્રહણ કરાય છે. અનુબંધી શું કહેવાય છે? એથી કહે છે – નિરંતરતા=નિરંતરપણાથી પ્રત્યુપેક્ષણ, એ પ્રકારે ભાવ છે. તિર્ય, ઊર્ધ્વ અને અધઃ ઘટ્ટનથી મોરલી થાય છે. ભાવાર્થ :
અહીં ‘વસ્ત્ર’ અને ‘આત્મા” એ બે પદોથી ચતુર્ભગીનું સૂચન કર્યું છે.
અનર્તિતના પહેલા ભાંગામાં વસ્ત્ર અને આત્મા શરીર, બંનેને નહિ નચાવવાં, બીજા ભાંગામાં વસ્ત્રને ન નચાવવું - આત્માને નચાવવો, ત્રીજા ભાંગામાં વસ્ત્રને નચાવવું - આત્માને નહીં નચાવવો, ચોથા ભાંગામાં વસ્ત્ર અને આત્મા બંનેને નચાવવાં. અહીં પહેલો ભાંગો શુદ્ધ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે વસ્ત્રપડિલેહણ કરતી વખતે સાધુ વસ્ત્રને નચાવે તો વસ્ત્ર પર રહેલા જીવોનું સમ્યમ્ અવલોકન થાય નહીં, જેથી વસ્ત્રમાં રહેલા જીવોને પ્રસ્ફોટનાદિથી કિલામણા થવાનો સંભવ રહે; તેમ જ શરીરને નચાવે તો શરીર ઉપર કોઈક સ્થાને વસ્ત્રમાંથી જીવ પડવાની સંભાવના રહે. આથી સાધુએ વસ્ત્ર અને શરીરને સ્થિર રાખીને પડિલેહણ કરવું જોઈએ, જેથી દયાના પરિણામપૂર્વક જીવરક્ષા માટે યત્ન થાય.
આ પ્રમાણે અવલિતના પહેલા ભાંગામાં વસ્ત્ર અને શરીર, બંનેને નહિ વાળવાં, બીજા ભાંગામાં વસ્ત્રને ન વાળવું – શરીરને વાળવું, ત્રીજા ભાંગામાં વસ્ત્રને વાળવું - શરીરને ન વાળવું, ચોથા ભાંગામાં વસ્ત્ર અને શરીર બંનેને વાળવાં. અહીં પણ પહેલો ભાંગો શદ્ધ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org