________________
૧૬
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૩૯-૨૪૦ અનનુબંધીઃ હાથ ઉપર નવ પ્રસ્ફોટન કરતી વખતે ત્રણ ત્રણ પ્રસ્ફોટનના આંતરે કરાતી એકેક પ્રમાર્જના એમ ત્રણ પ્રમાર્જનાને બદલે, આંતરા વગર સળંગ ત્રણ પ્રમાર્જના કરવી, તે અનુબંધી નામનો દોષ છે.તે દોષરહિત પ્રસ્ફોટન કરવું.
અમોસલી : સાંબેલાની જેમ તિર્છા, ઊર્ધ્વ અને અધઃ સ્પર્શ કર્યા વગર વસ્ત્રનું પ્રસ્ફોટન કરવું. પપૂર્વ પ્રતિલેખનના પ્રારંભમાં વસ્ત્ર તિહુઁ રાખીને પહેલાં આગળના ભાગમાં વસ્ત્રને ચક્ષુથી જોવાય છે. ત્યારપછી ત્રણ વખત વસ્ત્રનું પ્રસ્ફોટન કરાય છે, જેથી તે વસ્ત્રમાં ચક્ષુથી ન દેખાય તેવા સૂક્ષ્મ જીવો હોય તો તે નીચે પડે. ત્યારપછી તે વસ્ત્રને ફેરવીને પાછળના ભાગમાં સંપૂર્ણ અવલોકન કરવાનું છે, અને પાછળના ભાગનું સંપૂર્ણ અવલોકન-દષ્ટિપડિલેહણ કર્યા પછી, તે વસ્ત્રનું ફરી ત્રણ વખત પ્રસ્ફોટન કરાય છે, જેથી તેમાં કદાચ સૂક્ષ્મ જંતુઓ રહી ગયા હોય તો તે પણ નીચે પડે. આને તિચ્છ કરેલ વસ્ત્રનાં છ પ્રસ્ફોટન કહેવાય છે.
નવપ્રસ્ફોટ : આ રીતે છ પુરિમની ક્રિયાવિશેષ થયા પછી હાથ ઉપર તે વસ્ત્રના ત્રણ ત્રણ પ્રસ્ફોટનની વચમાં, એક-એક પ્રમાર્જનના આંતરાથી કુલ નવ પ્રસ્ફોટન કરાય છે. અર્થાત્ વસ્ત્રને જમણા હાથમાં ગ્રહણ કરીને ડાબા હાથ ઉપર ત્રણ સ્થાને એકેક પ્રસ્ફોટન કરાય છે, જેથી તે વસ્ત્રમાં કોઈ સૂક્ષ્મ જીવજંતુ હોય તો તે હાથ ઉપર પડે; અને ત્રણ પ્રસ્ફોટન કર્યા પછી એક પ્રમાર્જના કરાય છે. એ રીતે ત્રણ ત્રણ પ્રસ્ફોટન અને એકેક પ્રમાર્જના કરાય છે, એથી કુલ નવ પ્રસ્ફોટન અને ત્રણ પ્રમાર્જના થાય.
આનાથી એ પ્રાપ્ત થાય કે હાથ ઉપર ત્રણ વખત જુદા જુદા સ્થાને પ્રસ્ફોટન કરવાથી જો જંતુ હાથ ઉપર પડેલું દેખાય તો સાધુ તેને યતનાપૂર્વક ઉચિત સ્થાને મૂકે, અને કદાચ જંતુ સૂક્ષ્મ હોય અને હાથના વર્ણવાળું હોય તેથી ન દેખાય તેમ હોય તો પણ ત્રણ ત્રણ પ્રસ્ફોટન પછી જે એકેક પ્રાર્થના કરવામાં આવે છે તેનાથી તે સૂક્ષ્મ જંતુ ભૂમિ ઉપર પડે, પરંતુ દેહના પરસ્પર સંશ્લેષથી મરે નહીં.
આ રીતે નવ પ્રસ્ફોટન અને ત્રણ પ્રમાર્જનથી વસ્ત્રનું પડિલેહણ પૂરું થાય છે. ૨૩૯ અવતરણિકા :
अवयवार्थं त्वाह - અવતરણિતાર્થ :
સાધુ વસ્ત્રનું પ્રસ્ફોટન કઈ રીતે કરે? એના વિષયમાં પૂર્વગાથામાં વી૩ પપ્પો' નામના પ્રત્યુપેક્ષણાના બીજા દ્વારના અવાંતર દ્વારા બતાવ્યાં. હવે તે પ્રસ્ફોટનના અવાંતર ધારોરૂપ અવયવોના અર્થને વળી કહે
ગાથા :
वत्थे अप्पाणंमि अचउह अणच्चाविअं अवलिअंच।
अणुबंधि निरंतरया तिरिउड्डऽहघट्टणा मुसली ॥२४०॥ અન્વયાર્થ:
વલ્થ પ્રાઇifમ ગ ર૩૪=વસ્ત્રવિષયક અને આત્માવિષયક ચાર પ્રકારે (ભાંગા) છે. વ્યાવિયં એમાં વસ્ત્ર અને આત્મા, બંનેને ન નચાવે એ રૂપ અનતિત એ પહેલો ભાગો શુદ્ધ છે. ત્નિ3 =અને વસ્ત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org