________________
૧૪
ગાથા :
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘પ્રત્યુપેક્ષણા’ દ્વાર / પેટા દ્વાર : ‘વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૩૮-૨૩૯
अद्दंसणंमि अ तहा मूइंगलिआइआण जीवाणं । तो बीअं पप्फोडे इहरा संकामणं विहिणा ॥ २३८ ॥
અન્વયાર્થ :
તા અ=અને તે પ્રકારે=પૂર્વગાથામાં કહ્યું તે પ્રકારે, મૂઢુંતિગ્રાઞળ નીવાળં=કીડી આદિ જીવોનું (વસ્ત્રમાં) અદ્દેશĪમિ=અદર્શન થયે છતે તોત્યારપછી શ્રીઅંબીજું પોડે પ્રસ્ફોટન કરે, ફદા= ઇતરથા=જીવોનું વસ્ત્રમાં દર્શન થયે છતે, વિદ્દિા=વિધિથી સંજામİ=સંક્રમણ=તે જીવોનું અન્ય સ્થાને સંક્રમણ કરે.
ગાથાર્થ:
પૂર્વગાથામાં કહ્યું તે પ્રકારે કીડી આદિ જીવોનું વસ્ત્રમાં અદર્શન થયે છતે, ત્યારપછી બીજું પ્રસ્ફોટન કરે. જો જીવોનું વસ્ત્રમાં દર્શન થાય તો વિધિથી તે જીવોનું અન્ય સ્થાને સંક્રમણ કરે.
ટીકા :
अदर्शने च सति तथा मूइंगलिकादीनां पिपीलिकादीनां जीवानां ततो द्वितीयं प्रस्फोटयेत् इति द्वारसंस्पर्शः, इतरथा=दर्शने सति तेषां सङ्क्रमणं विधिना कुर्यादिति गाथार्थः ॥ २३८ ॥
ટીકાર્ય
અને તે પ્રકારે=પૂર્વગાથામાં કહ્યું તે પ્રકારે, મૂઈગલિકાદિ–પિપીલિકાદિ, જીવોનું વસ્ત્રમાં અદર્શન થયે છતે ત્યારપછી બીજું પ્રસ્ફોટન કરે, એ દ્વારનો સંસ્પર્શ છે=‘વીત્રં પોકે’ નામના દ્વારને સ્પર્શનારો અર્થ છે. ઇતરથા=તેઓનું દર્શન થયે છતે=પિપીલિકાદિ જીવો વસ્ત્રમાં દેખાયે છતે, તેઓનું વિધિથી સંક્રમણ કરે=કીડી વગેરેને અન્ય ઉચિત સ્થાને સ્થાપન કરે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ:
પૂર્વમાં બતાવ્યું તે રીતે ઊર્ધ્વ-સ્થિર-અત્વરિત રીતે સંપૂર્ણ વસ્ત્રને ચક્ષુથી જોવાથી, કોઈ કીડી વગેરે જીવ વસ્ત્રમાં દેખાય નહીં તો, ચક્ષુથી ન દેખાયા હોય તેવા જીવોની રક્ષા માટે વસ્ત્રનું પ્રસ્ફોટન કરે; અર્થાત્ વસ્ત્રને હાથ ઉપર ખંખેરે છે, જેથી ચક્ષુથી ન દેખાય એવા કોઈ સૂક્ષ્મ જીવજંતુ વસ્ત્રમાં હોય તોપણ તે જીવો વસ્ત્રમાં દબાઈને મરી ન જાય.
અન ઊર્ધ્વ-સ્થિર-અત્વરિત રીતે સંપૂર્ણ વસ્ત્રનું નિરીક્ષણ કરવાથી વસ્ત્રમાં કોઈ જીવ દેખાય તો તેને વિધિપૂર્વક યોગ્ય સ્થાને મૂક્યા પછી સાધુ વસ્ત્રનું પ્રસ્ફોટન કરે, જેથી આ પ્રકારની સૂક્ષ્મ યતત્તાને કારણે સાધુનો ષટ્કાયના પાલનનો પરિણામ જીવંત રહે છે. ૨૩૮॥
અવતરણિકા :
कथं प्रस्फोटयेदित्यत्र प्रतिद्वारगाथामाह
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org