________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘પ્રત્યુપેક્ષણા’ દ્વાર / પેટા દ્વાર : ‘વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૩૭-૨૩૮
ગાથા :
इअ दोसुं पासेसुं दंसणओ सव्वगहणभावेणं ।
सव्वं ति निरवसेसं ता पढमं चक्खुणा पेहे ॥ २३७॥ दारं ॥
અન્વયાર્થ :
રૂ=આ રીતે=ગાથા ૨૩૩માં કહ્યું એ રીતે, વોનું પાસેનું=બન્ને પાસાંઓમાં વંસઓ=દર્શનને કારણે સવ્વાદમાવેİ=સર્વના ગ્રહણનો ભાવ હોવાથી=સંપૂર્ણ વસ્ત્રના ગ્રહણનો સદ્ભાવ હોવાથી, સત્યં તિ નિવસેi=સર્વ એટલે નિરવશેષ તત્વ=તેટલા (વસ્ત્રને) પઢમં ચવસ્તુળા પેદૅ=પ્રથમ ચક્ષુથી પ્રત્યુપેક્ષણ કરે. ગાથાર્થ:
ગાથા ૨૩૩માં કહ્યું એ રીતે વસ્ત્રનાં બન્ને પાસાંઓમાં દર્શનને કારણે સંપૂર્ણ વસ્ત્રના ગ્રહણનો સદ્ભાવ હોવાથી સર્વ એટલે નિરવશેષ, તેટલા વસ્ત્રનું પ્રથમ ચક્ષુથી પ્રત્યુપેક્ષણ કરે.
ટીકા :
इति=एवं द्वयोरपि पार्श्वयोर्वस्त्रस्य दर्शनात् सर्वग्रहणभावेन हेतुना सर्वमिति निरवशेषं, वस्त्रं तावत् प्रथमं चक्षुषा प्रत्युपेक्षेत, एष द्वारसंस्पर्श इति गाथार्थः ॥ २३७॥
ટીકાર્ય
આ રીતે=ગાથા ૨૩૩માં કહ્યું એ રીતે, બેય પણ પાસામાં વસ્ત્રના દર્શનને કારણે સર્વના ગ્રહણના ભાવરૂપ હેતુથી=સંપૂર્ણ વસ્ત્રને ગ્રહણ કરવાના સદ્ભાવરૂપ હેતુથી, સર્વ એટલે નિરવશેષ, તટલા વસ્ત્રને પ્રથમ=પ્રસ્ફોટનાદિ કરતાં પહેલાં, ચક્ષુથી પ્રત્યુપેક્ષણ કરે. આ=મૂળગાથામાં જે વર્ણન કર્યું એ, દ્વારનો સંસ્પર્શ છે=‘સર્વ તાવત્' નામના દ્વારને સ્પર્શનારો અર્થ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
૧૩
ભાવાર્થ:
‘સર્વ વસ્ત્રનું પ્રથમ ચક્ષુ વડે પડિલેહણ કરે', આ કથન દ્વારા ચક્ષુ વડે પ્રથમ આખા વસ્ત્રનાં બંને પાસાંઓને બરાબર જુએ, એ પ્રમાણે અર્થ પ્રાપ્ત થાય છે. આમ કહેવાથી વસ્ત્રમાં કોઈ જીવની હિંસા ન થાય તેના માટે ચક્ષુનો દઢ વ્યાપાર કરવામાં આવે તો જ સમભાવના પરિણામનું રક્ષણ થાય, એમ સૂચિત થાય છે. 1123911
અવતરણિકા :
अधिकृतद्वारगाथार्धं व्याख्यातं, शेषार्द्धप्रथमद्वारमाह
અવતરણિકાર્ય :
—
અધિકૃત એવી ૨૩૩ રૂપ દ્વારગાથાનું અર્ધ વ્યાખ્યાન કરાયું. હવે શેષ અર્ધના પ્રથમ દ્વારને કહે છે ભાવાર્થ :
.
ગાથા ૨૩૩ના પૂર્વાર્ધમાં કહેલ કે સંપૂર્ણ વસ્ત્રનું ઊર્ધ્વ, સ્થિર અને અત્વરિત રીતે પ્રત્યુપેક્ષણ કરવું જોઈએ,
તેનું સ્વરૂપ વિસ્તારથી ગાથા ૨૩૪થી ૨૩૭માં બતાવ્યું. હવે ગાથા ૨૩૩ના ઉત્તરાર્ધમાં બતાવેલ બે દ્વારોમાંથી ‘વીત્રં પોડે' રૂપ પ્રથમ દ્વારનું સ્વરૂપ દર્શાવે છે
Jain Education International
-
For Personal & Private Use Only
www.jainelibrary.org