________________
૧૨
પ્રતિદિનક્રિયાવસ્તુક / “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૩૬-૨૩૦
ટીકા : ___ परावर्तितं च सम्यग् द्वितीयपाइँन अत्वरितमिति द्वारसंस्पर्शः, किमुक्तं भवति? अद्रुतं प्रयत्नेन परावर्तितं प्रत्युपेक्षेत, किमर्थमित्याह-वायुयतनानिमित्तं वायुसंरक्षणाय, इतरथा द्रुतपरावर्त्तनेन तत्क्षोभादयो दोषा इति गाथार्थः ॥२३६॥ * “તક્ષમાથ:''માં આરિ' શબ્દથી વાઉકાયના જીવોના નાશનું અને જીવોના રક્ષણ માટેની ઉચિત યતનાના અભાવનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય :
અને બીજા પાસાથી સમ્યફ પરાવર્તિત ત્વરિત', એ પ્રકારે દ્વારનો સંસ્પર્શ છે=“અત્વરિત' નામના દ્વારનું સ્વરૂપ છે.
આ કથનથી શું કહેવાયેલું થાય છે? તે બતાવે છે – પ્રયત્નથી અદ્રુત શીવ્રતા વગર, પરાવર્તિતનું બીજા પાસાથી ફેરવેલા વસ્ત્રનું, પ્રત્યુપેક્ષણ કરવું જોઈએ. શા માટે ? અર્થાત્ શા માટે અદ્રુત પરાવર્તિત વસ્ત્રનું પ્રત્યુપેક્ષણ કરવું જોઈએ? એથી કહે છે – વાયુની યાતનાના નિમિત્તે વાયુના સંરક્ષણ માટે, અદ્રુત પરાવર્તિત વસ્ત્રનું પ્રત્યુપેક્ષણ કરવું જોઈએ, એમ અન્વય છે.
ઇતરથા=વસ્ત્રનું અદ્રુત પરાવર્તન કરવામાં ન આવે તો, દ્રુત પરાવર્તનથી=વસ્ત્રનું જલદી જલદી પરાવર્તન થવાથી, તેના ક્ષોભાદિ=વાયુના ક્ષોભાદિ, દોષો થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ‘તુસિં' શબ્દ અત્વરિતદારને સ્પર્શનારો છે. તેનો જ અર્થ “પ્રયત્નથી અદ્રુત’ કરેલ છે.
તેનાથી એ કહેવું છે કે વસ્ત્રને એક બાજુથી જોયા પછી બીજી બાજુ જોવા માટે ત્વરા વગર પરાવર્તન કરીને વસ્ત્રનું પ્રત્યુપેક્ષણ કરવું જોઈએ, જેથી વાઉકાયના જીવોની રક્ષા થાય. અને જો ત્વરાથી પરાવર્તન કરીને વસ્ત્રનું પડિલેહણ કરે, તો વાઉકાયના જીવો ક્ષોભ પામે, અર્થાત્ વસ્ત્રના ઝપાટાથી વાઉકાયના જીવોની હિંસા થાય, જેથી સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય ભાવના રક્ષણને અનુકૂળ યતનાના અભાવરૂપ દોષની પ્રાપ્તિ થાય.
વળી, સાધુને ત્રસ જીવોની રક્ષા કરવા માટે પડિલેહણ છે. તેથી પડિલેહણની ક્રિયામાં અશક્ય પરિહાર હોય તેવા વાઉકાયના જીવોની ક્વચિત હિંસા થાય, તોપણ ઉતાવળ વગર પડિલેહણ કરવાથી વાઉકાયના જીવોની વિશેષ હિંસા થતી નથી. આથી વસ્ત્રનું અત્વરિત જ પરાવર્તન કરવું જોઈએ. ર૩૬ll. અવતરણિકા:
उक्तमत्वरितद्वारं, सर्वं तावदिति द्वारमभिधातुमाह - અવતરણિકાર્ય :
અત્વરિત' દ્વાર કહેવાયું, હવે “સર્વ તાવ' એ પ્રકારના દ્વારને કહેવા માટે કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org