________________
૧૦
પ્રતિદિનક્રિયાવસ્તુક | પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા તાર: “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૩૪-૨૩૫ આ રીતે પડિલેહણ કરવાથી જીવરક્ષા થાય છે, તેમ જ શાસ્ત્રોક્ત વિધિનું પાલન થાય છે, કેમ કે વસ્ત્રનું પ્રસ્ફોટન કરતી વખતે સાધુ ઉભડક પગે બેઠેલ હોય તો વસ્ત્રમાંથી જીવો પ્રાય: પોતાના દેહ ઉપર પડે નહીં અને કદાચ દેહ ઉપર પડે તોપણ સાધુ પડિલેહણ કરતાં ગાત્રનો પરસ્પર સ્પર્શ ન કરતા હોય તો જીવો મરવાની સંભાવના ઓછી રહે છે. ||૨૩૪ll અવતરણિકા :
व्याख्यातमूर्ध्वद्वारम्, अधुना स्थिरद्वारं व्याचिख्यासुराह - અવતરણિકાર્ય :
ગાથા ૨૩૩માં ઊર્ધ્વ આદિ દ્વારો બતાવ્યાં, તેમાંથી પ્રથમ ‘ઊર્ધ્વ' દ્વારા વ્યાખ્યાન કરાયું. હવે બીજા ‘સ્થિર’ દ્વારને વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે –
ગાથા :
अंगुटुअंगुलीहिं घित्तुं वत्थं तिभागबुद्धीए।
तत्तो अ असंभंतो थिरं ति थिरचक्खुवावारं ॥२३५॥( दारं )। અન્વયાર્થ :
તત્તો =અને ત્યારપછી સંબંતો=અસંભ્રાંત (સાધુ) ૩iાકુનીર્દિ અંગુઠ અને અંગુલી દ્વારા વહ્યું fધનું વસ્ત્રને ગ્રહણ કરીને ઉત્તમ બુદ્ધી-ત્રિભાગની બુદ્ધિથી fથરમવુવાવા=સ્થિર ચક્ષુના વ્યાપારપૂર્વક (પ્રત્યુપેક્ષણ કરે.) તિ થિએ ‘સ્થિર' (દ્વાર) છે. ગાથાર્થ :
ત્યારપછી અસંભ્રાંત સાધુ અંગૂઠો અને આંગળી દ્વારા વસ્ત્રને પકડીને, બુદ્ધિથી ત્રણ ભાગની કલ્પના કરીને, સ્થિર ચક્ષુના વ્યાપારપૂર્વક પ્રત્યુપેક્ષણ કરે, એ “સ્થિર' દ્વાર છે. ટીકા :
अंङ्गुष्ठाङ्गलीभ्यां करणभूताभ्यां गृहीत्वा वस्त्रं प्रत्युपेक्षणीयं त्रिभागबुद्धयेति बुद्धया परिकल्प्य त्रिभागे, ततश्च तदनन्तरमसम्भ्रान्तः अनाकुलः सन्, स्थिरमिति द्वारपरामर्शः, अस्यार्थः स्थिरचक्षुर्व्यापारं च प्रत्युपेक्षेतेति गाथार्थः ॥२३५॥ ટીકાર્ય :
અને ત્યારપછી=પૂર્વગાથામાં કહ્યા મુજબ વસ્ત્રપડિલેહણમાં વસ્ત્રોદ્ઘ-કાયોધ્ન કર્યા પછી, અસંભ્રાંત અનાકુલ છતા, સાધુ પ્રત્યુપેક્ષણ કરે. કઈ રીતે પ્રત્યુપેક્ષણ કરે ? તે બતાવે છે –
કરણભૂત=વસ્ત્ર પકડવાના સાધનભૂત, એવા અંગૂઠા અને આંગળી દ્વારા વસ્ત્રને ગ્રહણ કરીને ત્રિભાગની બુદ્ધિથી=બુદ્ધિથી ત્રણ ભાગમાં કલ્પીને, વસ્ત્રને પ્રત્યુપેક્ષણ કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org