________________
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૩૪
ટીકા : ___ वस्त्र इति वस्त्रोद्ये कायोर्श्वे च निरूप्यमाणे परवचनमिति चोदक आह - स्थितो गृहीत्वा दशान्त इति 'स्थितः ऊर्ध्वस्थानेन' इत्यनेन कायोर्ध्वस्वरूपं 'गृहीत्वा दशापर्यन्ते' इत्यनेन तु वस्त्रोर्ध्वस्वरूपमाह, अत्रोत्तरम्-तन्न भवति यदेतदुक्तं परेण एतदित्थं न, किमत्र तत्त्वमित्याह-'तिर्यक् प्रेक्षेत प्रत्युपेक्षेत' अनेन वस्त्रोर्ध्वमाह, 'उत्कुटुको यथा विलिप्तः समारब्धश्चन्दनादिना' इति अनेन तु कायोर्ध्वं, तिर्यग्व्यवस्थितं वस्त्रं भूमावलोलयन्, विलिप्त इव कायेन गात्रसंस्पर्शमकुर्वन्निति गाथार्थः ॥२३४॥ ટીકાર્ય : વસ્ત્ર=વસ્ત્રોદ્ઘ, અને કાયોર્વે નિરૂપતે તે પરનું વચન છે–ચોદક કહે છે –
દશાના અંતમાં=વસ્ત્રને બે છેડામાં, ગ્રહણ કરીને સ્થિત આ પ્રકારના મૂળગાથાના કથનથી શું પ્રાપ્ત થાય ? તે સ્પષ્ટ કરે છે –
ઊર્ધ્વસ્થાનથી સ્થિત=ઊભા રહેલા સાધુ,” આ પ્રકારના આના વડે-ગાથાના બીજા પાદના કથન વડે, કાયોધ્વના સ્વરૂપને, “દશાના પર્વતમાં ગ્રહણ કરીને આ પ્રકારના આના વડે ગાથાના બીજા પાદના કથન વડે, વળી વસ્ત્રોદ્ઘના સ્વરૂપને પૂર્વપક્ષી કહે છે –
અહીં ઉત્તર=ઉપર બતાવેલ પૂર્વપક્ષીના કથનમાં ગ્રંથકાર ઉત્તર આપે છે – તે નથી=પર વડે જે આ કહેવાયું એ એ પ્રકારે નથી. અહીં તત્ત્વ શું છે? એથી કહે છે – તિથ્થુ પ્રેક્ષણ કરે=પ્રત્યુપેક્ષણ કરે,” આના વડે=મૂળગાથાના ઉત્તરાર્ધના કથન વડે, શાસ્ત્રકારો વસ્ત્રોથ્વને કહે છે. જે પ્રમાણે વિલિપ્ત હોય =ચંદનાદિ વડે સમારબ્ધ હોય=ચંદનાદિના લેપ વડે શરીરે વિલેપન કરાયેલો પુરુષ હોય, તે પ્રમાણે ઉત્કટુક ઉભડક બેઠેલા સાધુ,” આ પ્રકારના આના વડે મૂળગાથાના ઉત્તરાર્ધના કથન વડે, વળી શાસ્ત્રકારો કાયોર્ધ્વને કહે છે.
ઉપરમાં વસ્ત્રોદ્ધ-કાયોધ્વનું સ્વરૂપ બતાવ્યું, તેનાથી શું ફલિત થાય ? તે સ્પષ્ટ કરે છે – તિચ્છ રહેલા વસ્ત્રને ભૂમિ ઉપર નહીં લબડાવતો, વિલેપાયેલાની જેમ કાયાથી ગાત્રના સંસ્પર્શને નહીં કરતો, પડિલેહણ કરે એ વસ્ત્રઊર્ધ્વ અને કાયઊર્ધ્વ છે, એમ સંબંધ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
વસ્ત્રોદ્ઘ અને કાયોધ્વના સ્વરૂપનું નિરૂપણ કરાય છે ત્યારે પૂર્વપક્ષી કહે છે – ઊભો ઊભો પ્રતિલેખના કરે એ કાયોર્ધ્વ છે, અને વસ્ત્રને છેડેથી પકડીને પડિલેહણા કરે એ વસ્ત્રોદ્ઘ છે. આનો ઉત્તર ગ્રંથકાર આપે છે – પૂર્વપક્ષીએ કહ્યું તે બરાબર નથી; કારણ કે ઉભડક પગે બેસીને પ્રતિલેખના કરવી એ કાયોર્બ છે, અને વસ્ત્રને તિહુઁ પહોળું કરીને પ્રતિલેખના કરવી એ વસ્ત્રોબ્ધ છે. જેમ શરીરે ચંદનાદિનું વિલેપન કર્યું હોય ત્યારે તે વિલેપનના રક્ષણ માટે વ્યક્તિ પરસ્પર અંગોનો સ્પર્શ ન થાય તે રીતે બેસે, તેમ અહીં પણ પરસ્પર અંગોનો સ્પર્શ ન થાય એમ ઉભડક પગે બેસીને વસ્ત્રને તિછું પહોળું કરીને વસ્ત્ર ભૂમિને અને કાયાને ન અડે તે રીતે પ્રતિલેખના કરવી .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org