________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “વસ્ત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૩૨-૨૩૩
ટીકાર્ય :
ઉપકરણને આશ્રયીને વસ્ત્ર-પાત્રના વિષયવાળી પ્રત્યુપેક્ષણા છે. તેમાં પ્રવજ્યાગ્રહણના કાળમાં પ્રથમ જ યથાજાતને રજોહરણાદિનો ભાવ હોવાથી અને “વસ્ત્રની એષણા, પાત્રની એષણા” એ પ્રકારે સૂત્રના ક્રમનું પ્રમાણપણું હોવાથી, વસ્ત્રના વિષયવાળી વિશિષ્ટ ક્રિયારૂપ પ્રત્યુપેક્ષણાને હું કહીશ. તેના પ્રત્યુપેક્ષણાના, ક્રમને કહે છે –
પૂર્વાદ્ધમાં=સવારમાં, અપરાહ્નમાં-ચરમ પોરિસીમાં, મુખવસ્ત્રિકાની આઘવાળી=મુહપત્તિને આદિમાં કરીને, પ્રત્યુપેક્ષણા પ્રવર્તે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
અને અહીં=વસ્ત્રપડિલેહણના વિષયમાં, વૃદ્ધનો સંપ્રદાય છે – “કઈ આનુપૂર્વીથી વસ્ત્રો પડિલેહવાં જોઈએ? તે બતાવે છે – પૂર્વે મુહપત્તિ, ત્યારપછી કાયને, રજોહરણને, ચોલપટ્ટકને, ત્યારપછી ગુરુનું ઉત્થાન કરે છે ગુરુસંબંધી વસ્ત્રો પડિલેહવાનો પ્રારંભ કરે છે, ત્યારપછી ગ્લાનનાં, શેક્ષનાં વસ્ત્રો પડિલેહે છે, ત્યારપછી આત્માના જ=પોતાના જ, કલ્પને, વિટિયાને, ત્યારપછી ઉત્તરપટ્ટકને, સંથારપટ્ટકને અને ગુરુનિયુક્ત એવું જે હોય, તેને પડિલેહે છે.”
‘તિ' વૃદ્ધસંપ્રદાયના કથનની સમાપ્તિમાં છે. ભાવાર્થ :
ઉપકરણની પ્રતિલેખના વસ્ત્રની અને પાત્રની એમ બે પ્રકારે છે. તેમાં પ્રથમ વસ્ત્રની પ્રતિલેખનાને ગ્રંથકાર કહેશે.
અહીં શંકા થાય કે પ્રથમ વસ્ત્રની પ્રતિલેખના કહેવાનું શું કારણ ? તેથી કહે છે – દીક્ષા લેતી વખતે યથાજાત મુદ્રામાં રહેલા સાધુને પહેલાં જ રજોહરણ વગેરે વસ્ત્ર હોય છે અને પછી પાત્ર હોય છે; તથા વઐષUT પાવૈષUT' એ પ્રમાણે આચારાંગ સૂત્રમાં જણાવેલ કમનું પ્રામાણ્ય હોવાથી અહીં પ્રથમ વઐષણા કહેવામાં આવશે. પછી પારૈષણા કહેવામાં આવશે
વસ્ત્રપ્રતિલેખનાનો ક્રમ આ પ્રમાણે છે : સવારમાં અને ચોથી પોરિસીમાં પહેલાં મુહપત્તિની પ્રતિલેખના કરીને પછી બાકીનાં વસ્ત્રોની પ્રતિલેખના કરવામાં આવે છે.
વળી, કયા ક્રમથી વસ્ત્રો પડિલેહવાં ? એમાં જ્ઞાનવૃદ્ધ પુરુષોનો સંપ્રદાય આ પ્રમાણે છે –
પહેલાં મુહપત્તિ, ત્યારપછી કાયાને, રજોહરણને અને ચોલપટ્ટાને પડિલેહવાં, ત્યારપછી ગુરુની ઉપધિનું પડિલેહણ કરવું, ત્યારપછી ગ્લાનની અને શૈક્ષની ઉપધિનું પડિલેંહણ કરવું, ત્યારપછી પોતાનાં કપડાંઓનું, વિટિયાનું પડિલેહણ કરવું, ત્યારપછી પોતાના ઉત્તરપટ્ટાને અને સંસ્કારપટ્ટાને પડિલેહવાં, અને ત્યારબાદ ગુરુ દ્વારા નિયુક્ત જે ઉપધિ હોય અર્થાત્ સમુદાય માટે સર્વ સામાન્ય રાખેલ જે વસ્ત્રો પોતાને પડિલેહણ કરવા માટે ગુરુએ સોંપ્યાં હોય, તેનું પડિલેહણ કરવું. //ર૩રો અવતરણિકા :
तत्पुनरनेन विधिना वस्त्रं प्रत्युपेक्षितव्यमित्येतदाह - અવતરણિકાર્ય :
પૂર્વગાથામાં પ્રથમ મુહપત્તિ આદિના ક્રમથી વસ્ત્રની પડિલેહણા કરવાની કહી. તે વસ્ત્રને વળી આ વિધિ વડે પ્રત્યુપેક્ષવું જોઈએ. એથી આને વસ્ત્રપ્રત્યુપેક્ષણાની વિધિને, ગાથા ૨૪૩ સુધી કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org