________________
પ્રતિદિનક્રિયાવસ્તક “ભોજના' દ્વાર/ ગાથા ૩૮૪-૩૮૫
૨૦૫ અનલથી દીપ્તમાં પણ આ ઉપમા છે=જલાદિ સ્થાનીય એવી સ્ત્રીઓને સેવે વિગઈઓના સેવનથી વ્યાકુળ થયેલ ચિત્તની વ્યાકુળતા શમાવવા માટે પાણી આદિના સ્થાને સ્ત્રીઓને સેવે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
જે રીતે પોતે દાવાનલની વચ્ચે રહેલ હોય અને પાસે પાણી વગેરે વિદ્યમાન હોય તો દાવાનલના શમન માટે સર્વ પુરુષો યત્ન કરે છે, તે રીતે વિગઈઓના સેવનથી કામવૃત્તિ ઊઠે ત્યારે, સંયમી પણ સાધુ તે કામના શમન માટે અનુચિત પ્રવૃત્તિ કર્યા વગર ન પણ રહે. માટે સાધુએ મોહરૂપી અગ્નિ પ્રગટ ન થાય, તે અર્થે વિગઈઓનું સેવન કરવું જોઈએ નહિ. - અહીં વિશેષ એ છે કે વિગઈઓના સેવંનથી પ્રદીપ્ત મોહવાળા સાધુ સાક્ષાત્ સ્ત્રીઓનું સેવન ન પણ કરે, તોપણ સ્ત્રીઓને જોવાની ક્રિયાથી કે સ્ત્રીઓ સાથે વાર્તાલાપની ક્રિયાથી પોતાને ઊઠેલ વિકારોને શમાવવા માટે જે યત્ન કરે, એ સર્વ વિગઈઓના સેવનથી પ્રગટેલ વિકારનું કાર્ય છે, એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો ધ્વનિ છે. li૩૮૪ અવતરણિકા :
अतिप्रसङ्गनिवृत्त्यर्थमाह - અવતરણિયાર્થ:
ગાથા ૩૮૩-૩૮૪માં કહ્યું એમ સામાન્ય રીતે વિગઈઓના સેવનથી મોહની ઉદીરણા થયે છતે ચિત્તનો જય કરવામાં તત્પર પણ સાધુ અકાર્યમાં પ્રવર્તે છે. પરંતુ આવો નિયમ એકાંતે માનીએ તો, કારણે વિગઈઓનો પરિભોગ કરતા સુસાધુને પણ મોહની ઉદીરણા માનવાનો અતિપ્રસંગ આવે. તેથી તે અતિપ્રસંગની નિવૃત્તિ અર્થે કહે છે –
ગાથા :
एत्थ रसलोलुआए विगई न मुअइ दढो वि देहेणं ।
जो तं पइ पडिसेहो ?व्वो न पुण जो कज्जे ॥३८५॥ અન્વયાર્થ:
તે રો વિ દેહ દઢ પણ નો જે રસતોનુમા=રસની લોલુપતાથી વિપડું વિગઈને નમુગડું મૂકતા નથી, તં પડું તેના પ્રતિ સ્થિ=અહીં=વિગઈઓના અધિકારમાં, ડિસેદોકપ્રતિષેધ રબ્બો જાણવો. ગોપુ વન્ને ન=પરંતુ જે કાર્યમાં (વિગઈને મુકતા નથી, તેના પ્રતિ પ્રતિષેધ) નથી.
ગાથાર્થ : * શરીરથી દૃઢ પણ જે સાધુ રસની લોલુપતાથી વિગઈને છોડતા નથી, તેના પ્રતિ વિગઈઓના
અધિકારમાં પ્રતિષેધ જાણવો. પરંતુ જે સાધુ કાર્યમાં વિગઈને છોડતા નથી તેના પ્રતિ પ્રતિષેધ નથી. ટીકા :
अत्र प्रक्रमे रसलोलुपतया कारणेन विकृति न मुञ्चति दृढोऽपि देहेन यस्तं प्रति प्रतिषेधो
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org