________________
૨૦૬
પ્રતિદિનક્રિયાવસ્તુક, “ભોજન' દ્વાર/ ગાથા ૩૮૫-૩૮૬
विकृतेर्द्रष्टव्यः, न पुनर्यः कार्ये न मुञ्चतीति गाथार्थः ॥३८५॥ * “ઢો વિ''માં “પિ'થી એ દર્શાવવું છે કે જે સાધુ દેહથી દઢ ન હોય તે તો વિગઈને ન મૂકે, પરંતુ દેહથી દઢ પણ સાધુ વિગઈને ન મૂકે તેના પ્રતિ વિગઈનો પ્રતિષેધ છે. ટીકાર્ય
દેહથી દઢ પણ જે સાધુ રસની લોલુપતારૂપ કારણથી વિગઈને મૂકતા નથી, તેના પ્રતિ આ પ્રક્રમમાં= વિગઈઓના અધિકારમાં, વિગઈનો પ્રતિષેધ જાણવો; પરંતુ જે સાધુ કાર્ય હોતે છતે વિગઈને મૂકતા નથી તેના પ્રતિ પ્રતિષેધ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
જે સાધુ વિગઈઓ સેવ્યા વગર સંયમનો નિર્વાહ કરી શકે તેમ હોય, તેવા સાધુને રસની લોલુપતાથી વિગઈઓ વાપરવાનો પરિણામ થાય, તો તેઓને આશ્રયીને શાસ્ત્રમાં વિગઈઓ વાપરવાનો નિષેધ કર્યો છે; પરંતુ જે સાધુ વિગઈઓ વગર સંયમનો નિર્વાહ કરી શકે તેમ ન હોય, તેઓને સંયમના પાલન માટે ઉપખંભક થાય, તેટલી વિગઈઓ વાપરવાનો નિષેધ નથી. II૩૮પા અવતરણિકા:
एतदेवाह - અવતરણિકા :
આને જ કહે છે અર્થાત્ ગાથા ૩૮૫માં કહ્યું કે વિગઈઓના સેવન વગર સંયમનો નિર્વાહ કરી શકે તેમ ન હોય, તેવા સાધુને કાર્ય હોય ત્યારે વિગઈઓના સેવનનો નિષેધ નથી, એને જ કહે છે – ગાથા :
अब्भंगेण व सगडं न तरइ विगई विणा उ जो साहू ।
सो रागदोसरहिओ मत्ताए विहीए तं सेवे ॥३८६॥ અન્વયાર્થ:
૩મો સાઉં વ અત્યંગ વિના શકટની જેમ વિવિધ વિગઈ વિના જ નો સાદૂ-જે સાધુ તડું સમર્થ નથી=આત્માને સંયમના યોગોમાં ચલાવવા માટે સમર્થ નથી, રાતો રદ્દિો =રાગ-દ્વેષથી રહિત તે મત્તાપ વિલી=માત્રાથી=પ્રમાણથી, વિધિપૂર્વક તે સેવે તેને=વિગઈને, સેવે. ગાથાર્થ :
અત્યંગ વિના ગાડાંની જેમ વિગઈ સેવ્યા વગર જ જે સાધુ આત્માને સંયમના યોગોમાં ચલાવવા માટે સમર્થ નથી. રાગ-દ્વેષથી રહિત તે સાધુ પ્રમાણથી વિધિપૂર્વક વિગઈને સેવે. ટીકા :
अभ्यङ्गेनेव शकटं न शक्नोत्यात्मानं यापयितुं विकृति विना तु यः साधुः, सः इत्थंभूतो रागद्वेषरहितः सन् मात्रया विधिना-कायोत्सर्गादिलक्षणेन तां सेवेतेति गाथार्थः ॥३८६॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org