________________
પ્રતિદિનક્રિયાવસ્તુક | ગાથા ૨૩૦
અન્વયાર્થ :
પરિન્ટેદUTT=પ્રતિલેખના, પHજ્ઞUT=પ્રમાર્જન, વિષિભિક્ષા, ઇરિયાવહિયા, ગાત્રો = આલોચન=પિંડાદિનું નિવેદન, મુંગUT વેવ=અને ભોજન, પત્તાધુવU[=પાત્રકધાવન, વિચારવિચારબહિભૂમિમાં ગમન, થંનિં=સ્થડિલકબીજા જીવોના ઉપરોધ વગરની નિષ ભૂમિ, માવસTI= આવશ્યકાદિ પ્રતિક્રમણ આદિ, ગાથાર્થ :
પ્રતિલેખના, પ્રાર્થના, ભિક્ષા, ઇરિયાવહિયા, આલોચન, ભોજન, પાત્રનું ધાવન, બહિભૂમિમાં ગમન, બીજા જીવોના ઉપરોધ વગરની નિર્દોષ ભૂમિ, પ્રતિક્રમણ આદિ. ટીકા :
प्रत्युपेक्षणा उपधेः, प्रमार्जनं वसतेः, भिक्षा=विधिना पिण्डानयनम्, ईर्या तत्सूत्रोच्चारणपुरस्सरं कायोत्सर्गः, आलोचनं पिण्डादिनिवेदनं, भोजनं चैवेति प्रतीतं, पात्रकधावनम् अलाब्वादिप्रक्षालनं, विचारो-बहिर्भूमेर्गमनं, स्थण्डिलं-परानुपरोधी प्रासुको भूभागः, आवश्यकं प्रतिक्रमणम्, आदिशब्दात् कालग्रहणादिपरिग्रह इति द्वितीयवस्तुद्वारगाथासमुदायार्थः । अवयवार्थं तु वक्ष्यति ॥२३०॥ ટીકાર્ય :
ઉપધિની પ્રત્યુપેક્ષા, વસતિનું પ્રમાર્જન, ભિક્ષા વિધિથી પિંડનું આનયન, ઈર્યા એટલે તે સૂત્રના=ઈર્યાપથ સૂત્રના ઉચ્ચારણપૂર્વક કાયોત્સર્ગ, આલોચન પિંડાદિનું નિવેદન, અને ભોજન, એ પ્રતીત છે=પ્રસિદ્ધ છે, પાત્રકનું ધાવન=અલાબુ આદિનું પ્રક્ષાલન, વિચાર-બહિભૂમિમાં ગમન, ચંડિલ=પરના અનુપરોધવાળો પ્રાસુક એવો ભૂમિનો ભાગ, આવશ્યક–પ્રતિક્રમણ; મઃિ' શબ્દથી=“વિસTIક્સ''માં મારિ’ શબ્દથી, કાળગ્રહણાદિનો પરિગ્રહ છે. આ પ્રમાણે બીજી વસ્તુની દ્વારગાથાનો સમુદાયાર્થ છે. વળી અવયવાર્થને કહેશે=પ્રસ્તુત કારગાથાના અવયવોના અર્થને ગ્રંથકારશ્રી આગળમાં કહેશે. ભાવાર્થ : (૧) પ્રથમ દ્વારમાં ઉપધિની પ્રત્યુપેક્ષણાની વિધિ બતાવાશે. (૨) બીજા દ્વારમાં વસતિના પ્રમાર્જનની વિધિ બતાવાશે. (૩) ત્રીજા દ્વારમાં ભિક્ષા વહોરવાની વિધિ બતાવાશે. (૪) ચોથા દ્વારમાં ભિક્ષા લાવ્યા પછી ઇરિયાવહિયા સૂત્રના ઉચ્ચારણપૂર્વક કાયોત્સર્ગની વિધિ બતાવાશે. (૫) પાંચમા દ્વારમાં ગુરુને પિંડ આદિના નિવેદનરૂપ આલોચનની વિધિ બતાવાશે. (૬) છઠ્ઠા દ્વારમાં સાધુ ભોજન કેવી રીતે કરે છે ? તેની વિધિ બતાવાશે. (૭) સાતમા દ્વારમાં ભોજન કર્યા પછી કરાતી તુંબડું વગેરે પાત્રા ધોવાની વિધિ બતાવાશે. (૮) આઠમા દ્વારમાં વડીનીતિ માટે બહિર્ભુમિમાં ગમનની વિધિ બતાવાશે. (૯) નવમા દ્વારમાં અન્ય જીવોને પીડા નહીં કરનારી નિર્દોષ ભૂમિના ભેદો બતાવવામાં આવશે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org