________________
પ્રતિદિનક્રિયાવસ્તુક | ગાથા ૨૨૯-૨૩૦ ટીકા :
प्रव्रजितको यतो यस्मादिह लोके शासने वा प्रतिदिनक्रियां चक्रवालसामाचारी करोति यो नियमादप्रमादेन, सम्यक् सूत्रोक्तेन विधिनोपयोगपूर्वकं, सफला तस्यैव इत्थंभूतस्य प्रव्रज्या, नाऽन्यस्य, इत्यतः प्रव्रज्याविधानानन्तरं प्रतिदिनक्रियेति गाथार्थः ॥२२९॥ ટીકાર્ય :
જે કારણથી અહીં=લોકમાં કે શાસનમાં, જે પ્રવ્રજિત=સાધુ, પ્રતિદિનક્રિયાને ચક્રવાલસામાચારીને, નિયમથી અપ્રમાદ વડે કરે છે.
અપ્રમાદ વડે કઈ રીતે કરે છે? તે સ્પષ્ટ કરે છે – સમ્યક સૂત્રમાં કહેવાયેલ વિધિથી ઉપયોગપૂર્વક કરે છે, આવા પ્રકારના તેની જતે સાધુની જ, પ્રવ્રયા સફળ છે, અન્યની નહીં. આથી પ્રવ્રજ્યાવિધાનની પછી પ્રતિદિનક્રિયા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પ્રવ્રયાવિધાન નામના પ્રથમ વારમાં વર્ણન કર્યું એ પ્રકારની શાસ્ત્રોક્ત વિધિ દ્વારા, અપ્રમાદથી ઉપયોગપૂર્વક જે મુમુક્ષુ દીક્ષા ગ્રહણ કરે છે, તેને પ્રાયઃ કરીને દીક્ષા ગ્રહણ કરતી વખતે જ ભાવથી પ્રવ્રયા પરિણમન પામે છે; અને આ રીતે પ્રવ્રજિત થયા પછી શાસ્ત્રની વિધિનું સ્મરણ કરીને જે મુનિ ચક્રવાલસામાચારીનું શાસ્ત્રવિધિ અનુસાર નિયમથી પાલન કરે છે, તેની જ પ્રવ્રયા સફળ છે; કેમ કે ઉપયોગપૂર્વક પ્રવ્રજયા ગ્રહણ કરવાથી ગ્રહણકાળમાં જ પ્રાયઃ કરીને ભાવથી પ્રવ્રજયા પ્રાપ્ત થાય છે, અને પ્રાપ્ત થયેલી પ્રવ્રયા ચક્રવાલસામાચારીના સમ્યફ પાલનથી સ્થિર થાય છે અને ઉત્તરોત્તર વધે છે.
પરંતુ જેઓ વિધિપૂર્વક પ્રવ્રયા ગ્રહણ કરતા નથી, અને ગ્રહણ કર્યા પછી દસવિધ ચક્રવાલસામાચારી સમ્યક્ પાળતા નથી, તેઓની પ્રવ્રયા નામમાત્રરૂપ પ્રવ્રયા છે; કેમ કે પ્રવ્રજયાગ્રહણનું નિર્જરા અને સંયમની વૃદ્ધિરૂપ ફળ તેઓને મળતું નથી. આથી ગ્રંથકારે પ્રવ્રજયા કેવી રીતે ગ્રહણ કરવી જોઈએ તે પ્રથમ બતાવ્યું, અને હવે પ્રતિદિનક્રિયા બતાવે છે. ૨૨ અવતરણિકા:
सा चेयम् - અવતરણિકાર્ય :
અને તે આ છે અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે પ્રવ્રજિત ચક્રવાલસામાચારીરૂપ પ્રતિદિનક્રિયાને નિયમથી કરે છે, તે ચક્રવાલસામાચારી પ્રસ્તુત ગાથામાં બતાવે છે, એ છે –
ગાથા :
पडिलेहणा १ पमज्जण २ भिक्खि ३ रिआ ४ ऽऽलोअ५ भुंजणा ६ चेव । पत्तगधुवण ७ वियारा ८ थंडिल ९ मावस्सगाईआ १० ॥२३०॥ मूलदारगाहा ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org