________________
૧૯૦
પ્રતિદિનક્રિયાવસ્તુક, ભોજના' દ્વાર/ ગાથા ૩૬૬ થી ૩૬૮, ૩૬૯
આશય એ છે કે શાસ્ત્રમાં સાધુને વેદનાદિ છે કારણોથી આહાર ગ્રહણ કરવાનો કહેલો છે. તેથી તે વેદનાદિ કારણોનું આલંબન લઈને અથવા “મારાથી શાસનનાં ઘણાં કાર્યો થઈ શકે છે, માટે મારે દેહને સાચવવો જોઈએ,” આવા પ્રકારના કોઈક આલંબનને લઈને, શરીરનાં વર્ણાદિની વૃદ્ધિ નિમિત્તે સાધુ ભોજન કરે નહિ, તેમ જ શરીરના બળની વૃદ્ધિ નિમિત્તે પણ સાધુ આહાર ન કરે, અને વળી આવું શુદ્ધ આલંબનવાળું પણ ભોજન સાધુ વિગઈઓથી મિશ્રિત ન વાપરે, અને સંયમને ઉપકારક થાય તેનાથી અધિક પ્રમાણમાં પણ ન વાપરે. li૩૬૬/૩૬૭૩૬૮ અવતરણિકા: * પતિદેવ અષ્ટયતિ – અવતરણિકાઈ:
આને જ સ્પષ્ટ કરે છે અર્થાત્ ગાથા ૩૬૫માં સાધુને આહાર વાપરવાનાં છ કારણો બતાવ્યાં અને તે છ કારણોનો વિસ્તારથી અર્થ ગાથા ૩૬૬-૩૬૭માં બતાવ્યો. ત્યારબાદ ગાથા ૩૬૮માં વર્ણાદિના નિમિત્તે સાધુ આહાર ન વાપરે, એ રૂપ વ્યતિરેક બતાવ્યો. હવે એ વ્યતિરેકને જ સ્પષ્ટ કરે છે – ગાથા :
जे वण्णाइनिमित्तं एत्तो आलंबणेण वऽन्नेणं ।
भुंजंति तेसि बंधो नेओ तप्पच्चओ तिव्वो ॥३६९॥ અન્વયાર્થ :
પત્તો મvi a કાર્નિવોન=આનાથી=વેદનાદિ આલંબનથી, અથવા અન્ય આલંબનથી ને જેઓ વUUનિમિત્ત=વર્ણાદિના નિમિત્તે મુંગંતિ=ભોજન કરે છે, તેસિ=તેઓને તપ્યો તેના પ્રત્યયવાળો= અશુભ એવા વર્ણાદિ આલંબનના નિમિત્તવાળો, તિવ્યો વંથો તીવ્ર બંધ ને=જાણવો. ગાથાર્થ :
પૂર્વગાથામાં કહેલ વેદનાદિ છ કારણોના આલંબનથી અથવા અન્ય આલંબનથી જે સાધુઓ વર્ણાદિ માટે વાપરે છે, તે સાધુઓને અશુભ એવા વણદિ આલંબનના નિમિત્તક તીવ્ર કર્મબંધ જાણવો. ટીકાઃ
ये वर्णादिनिमित्तम् अतो वेदनादेः आलम्बनेन वाऽन्येन भुञ्जते, तेषां बन्धो विज्ञेयः तत्प्रत्यय इत्यशुभवर्णाद्यालम्बनप्रत्ययः तीव्र इति गाथार्थः ॥३६९॥ ટીકાર્ય :
જેઓ આનાથી=વેદનાદિથી, અથવા અન્ય આલંબનથી વર્ણાદિના નિમિત્તે ભોજન કરે છે, તેઓને તેના પ્રત્યયવાળો=અશુભ વર્ણાદિ આલંબનના નિમિત્તવાળો, તીવ્ર બંધ=કર્મનો બંધ, જાણવો, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org