________________
પ્રતિદિનક્રિચાવતુક/ “ભોજન' દ્વાર/ ગાથા ૩૬૬ થી ૩૬૮
૧૮૯ ન ૩૦ ઇત્યાદિ સુચાગાથા છે ન ૩ વUU — ઇત્યાદિરૂપ ગાથા ૩૬૮ ગાથા ૩૬પનાં બધાં દ્વારો બતાવ્યા પછી સાધુ કયા નિમિત્તે ભોજન ન કરે? તેને સૂચવનાર છે.
પરંતુ વર્ણાદિના નિમિત્તે ભોજન ન કરે. “મરિ' શબ્દથી “વરિ”માં “મઃિ' શબ્દથી, બળનો પરિગ્રહ છે. આનાથી વેદના આદિથી, કે અન્ય આલંબનથી ભોજન ન કરે=વર્ણાદિના નિમિત્તે ભોજન કરે નહીં. અહીં 'ર'નો ફરીવાર અન્વય કરવાનો છે. શુદ્ધ આલંબનવાળું તે પણ=વેદનાદિ છમાંથી કોઈ કારણથી કરાતું ભોજન પણ, વિગઈથી મિશ્ર નહીં-ક્ષીરાદિ રસોથી યુક્ત નહીં, પ્રકામ=માત્રાથી અતિરિક્ત પ્રમાણથી અધિક, નહીં=સાધુ ભોજન કરે નહીં. પરંતુ માનથી યુક્ત જ=પ્રમાણોપેત જ, ભોજન કરે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ : | મુનિ છે કારણોથી જ આહાર વાપરે, તે આ પ્રમાણે – (૧) જયારે સુધા અસહ્ય લાગી હોય, જેના કારણે આર્તધ્યાનાદિ થવાનો સંભવ હોય, ત્યારે મુનિ વાપરે.
() ક્ષુધા અતિશયિત હોય ત્યારે આહાર વાપરવામાં ન આવે તો વૈયાવચ્ચ બરાબર કરી શકાય નહિ. તેથી મુનિ વૈયાવચ્ચ માટે વાપરે; કેમ કે ગુણવાન પુરુષોની વૈયાવચ્ચ કરવાથી તેમના પ્રત્યેના વર્તતા ભક્તિભાવથી મહાનિર્જરાની પ્રાપ્તિ થાય છે, અને આહાર વાપર્યો ન હોય તો વૈયાવચ્ચે સારી રીતે થઈ શકે નહિ. આથી વૈયાવચ્ચ માટે ઉપકારક હોય તેટલો પ્રમાણોપેત આહાર મુનિ વાપરે.
(૩) ઇર્યાસમિતિની શુદ્ધિ માટે મુનિ ગોચરી વાપરે; કેમ કે આહાર વાપરવામાં ન આવે તો ચક્ષુમાં અંધારાં આવવાથી ઈર્યાસમિતિનું સમ્યગુ પાલન ન થઈ શકે. તેથી દેહ પ્રત્યે અને આહાર પ્રત્યે સાધુ નિર્મમ હોવા છતાં ઇર્યાસમિતિના પાલનમાં ઉપકારક હોય તેટલો આહાર વાપરે.
(૪) પ્રત્યુપેક્ષણાદિ સંયમના પાલન માટે મુનિ ગોચરી વાપરે; કેમ કે આહાર ન વાપર્યો હોય તો શરીરમાં અતિ શિથિલતા થવાને કારણે સાધુ પ્રત્યુપેક્ષણાદિ જીવરક્ષાની સામાચારીરૂપ સંયમનું સમ્યગુ પાલન ન કરી શકે. માટે સંયમની સામાચારીને ઉપખંભક થાય, તેટલા જ પ્રમાણવાળું ઉચિત ભોજન સાધુ કરે.
(૫) જો મુનિ આહાર ન વાપરે તો શરીર અને આહાર પ્રત્યે નિરપેક્ષ હોવાથી પોતાને આર્તધ્યાન ન થાય તોપણ દેહનો નાશ થાય, અને દેવભવની પ્રાપ્તિ થાય તો મનુષ્યભવમાં જે સંયમની વૃદ્ધિ થઈ શકે છે તે દેવભવમાં થઈ શકે નહિ. આથી મુનિ પ્રાણરક્ષા માટે આહાર વાપરે.
(૬) સાધુ સંયમની વૃદ્ધિ માટે ભણેલાં શાસ્ત્રોનું પરાવર્તન કરે છે અને અર્થોનું અનુસ્મરણ કરે છે, જેથી શાસ્ત્રવચનોથી ભાવિત થયેલ મતિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને સંયમના ઊંચા કંડકોની મુનિને પ્રાપ્તિ થાય. માટે મુનિને આહારના અભાવને કારણે ગુણન અને અનુપ્રેક્ષણમાં વ્યાઘાત થતો દેખાય, ત્યારે મુનિ આહાર વાપરે.
આ રીતે છએ કારણોમાંથી કોઈપણ કારણ પ્રાપ્ત થયે છતે સાધુ આહાર વાપરે. હવે કયા કારણોએ સાધુ આહાર ન વાપરે ? તે બતાવે છે –
ઉપરમાં બતાવેલ છે કારણોનું આલંબન લઈને કે અન્ય કોઈ કારણનું આલંબન લઈને વર્ણાદિ વધારવા માટે સાધુ ભોજન ન કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org