________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભોજન’ દ્વાર / ગાથા ૩૬૩
अत
વાવાર્થ: આથી તેના વૈધુર્યમાં=રાગાદિના નાશમાં, યત્ન કરવો જોઈએ, એ પ્રકારનો વાક્યનો અર્થ છે=પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધનો અર્થ છે.
रागादि નિયમેનૈવ રાગાદિની વિધુરતા પણ પ્રાયઃ છે, પરંતુ નિયમથી જ નથી.
થં ? કૃત્યાત્ત – કઈ રીતે ? અર્થાત્ સાધુને રાગાદિની વિધુરતા પ્રાયઃ કેમ છે ? નિયમથી જ કેમ નથી ? એથી કહે છે –
૧૮૪
વિધુત્વાર્ કેમ કે ઓદનાદિ વસ્તુઓનું વિધુરપણું છે=તુચ્છપણું છે,
ગાથાર્થ: એથી સુંદર એવા આમનામાં જ=સુંદર એવી ભોજનગત વસ્તુઓમાં જ, અતિશય યત્ન કરવો જોઈએ=ભોજનગત સુંદર વસ્તુઓ વાપરતી વખતે રાગાદિ ન થાય તે માટે સાધુએ અતિશય પ્રયત્ન કરવો જોઈએ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ:
वस्तू
इत्येतेषु
સાધુઓ સામાન્યથી તુચ્છ એવા ભાત વગેરે વાપરે છે, જેથી ભોજનગત પદાર્થોમાં તેઓને પ્રાયઃ રાગ થતો નથી; આમ છતાં સાધુને ભોજન કરતી વખતે રાગ જ ન થાય તેવો નિયમ નથી; કેમ કે અનાદિકાળથી જીવનો ઇન્દ્રિયોને અનુકૂળ પદાર્થોમાં રાગ કરવાનો અને પ્રતિકૂળ પદાર્થોમાં દ્વેષ કરવાનો અભ્યાસ છે. માટે જ સાધુ ભોજનમાં ભાત વગેરે તુચ્છ દ્રવ્યો વાપરે છે, જેથી આત્મામાં રાગાદિના સંસ્કારો જાગૃત ન થાય.
વળી ભોજનમાં રસના ઉત્કર્ષવાળા પદાર્થની અપેક્ષાએ જેટલી માત્રામાં સાધુને રાગાદિ ભાવો થાય, તેટલી માત્રામાં તેમના આત્મા ૫૨ કર્મોનો સંચય થાય છે; કેમ કે રાગાદિ ભાવો ૫૨માર્થથી કર્મબંધના સંચયનું કારણ છે. આથી સાધુએ વાપરતી વખતે ખાદ્ય પદાર્થોમાં રાગાદિ ન થાય તે રીતે યત્ન કરવો જોઈએ.
વળી ક્યારેક શરીરના કોઈક કારણે કે અન્ય કોઈ તેવા નિમિત્તોથી સાધુ સુંદર ભોજન વાપરતા હોય, ત્યારે તો તે સુંદર ભોજન વાપરતાં સહેજ પણ રાગ ન થાય તે પ્રકારે સાધુએ અતિશય યત્ન કરવો જોઈએ, જેથી રાગાદિ દ્વારા સાધુના ચારિત્રનો નાશ ન થાય.
અહીં વિશેષ એ છે કે સાધુ વીતરાગ બનવાના અર્થી છે, પરંતુ વીતરાગ થયા નથી. તેથી સર્વ ઉદ્યમથી ઇન્દ્રિયોના કોઈપણ વિષયમાં રાગાદિ ભાવો ન થાય તે માટે તેઓ સંવ૨ભાવમાં મનોયોગને પ્રવર્તાવવા દ્વારા ગુપ્તિ પ્રત્યે રાગ ધારણ કરે છે. આમ, સંવરભાવમાં રાગ ધારણ કરીને સંયમવૃદ્ધિમાં યત્ન કરનારા પણ સાધુને ક્યારેક સુંદર ભોજનનાં નિમિત્તો પ્રાપ્ત થાય તે વખતે, જો તેઓ અત્યંત ભાવિત થઈને સંવરભાવમાં મનોયોગને પ્રવર્તાવવા માટે ઉદ્યમવાળા ન રહી શકે, તો ઇન્દ્રિયોના અનુકૂળ વિષયોમાં તેઓના ચિત્તનું યોજન થવાથી તે વિષયોને આશ્રયીને કંઈક રાગાંશ સ્પર્શે છે, અને તે રાગાંશો જેટલી માત્રામાં સાધુને સ્પર્શે તેટલી માત્રામાં તે સાધુને કર્મબંધ થાય છે.
વળી, ચારિત્ર સંવરભાવરૂપ હોવાથી કર્મબંધનું કારણ નહીં હોવા છતાં જ્યારે સાધુ ખાદ્ય પદાર્થોમાં રાગાદિ ભાવો પામીને કર્મબંધ કરે છે ત્યારે તેમનું ચારિત્ર નાશ પામવા માંડે છે, અને સાવધાન ન રહે તો સાધુનું ચારિત્ર સંપૂર્ણ પણ નાશ પામી જાય છે. આથી સાધુએ તત્ત્વના ભાવન દ્વારા પોતાનો રાગ સંવરભાવમાં રહી શકે તે રીતે ભોજન વાપરતાં યત્ન કરવો જોઈએ, જેથી ચારિત્રનો નાશ થાય નહીં.
॥૩૬॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org