________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભોજન’ દ્વાર | ગાથા ૩૬૪
અવતરણિકા
प्रायोऽनियमेनेत्युक्तम्, अधुना नियमनिमित्तमाह -
અવતરણિકાર્ય
સાધુને રાગાદિની વિધુરતા પ્રાયઃ અનિયમથી હોય છે, એ પ્રમાણે પૂર્વગાથામાં કહેવાયું. હવે નિયમના નિમિત્તને=નિયમથી રાગાદિની વિધુરતા કરવાના કારણને, કહે છે
ભાવાર્થ:
પૂર્વગાથાના કથન પ્રમાણે સાધુઓ પ્રાયઃ કરીને સુંદર ભોજન નહીં કરતા હોવાથી તેઓને પ્રાયઃ રાગાદિ પ્રવર્તતા નથી, તોપણ નિમિત્તને પામીને રાગાદિ પ્રવર્તી શકે છે. તેથી કહ્યું કે જ્યારે ગોચરીમાં સુંદર દ્રવ્યો પ્રાપ્ત થયાં હોય ત્યારે તો રાગાદિ ન થાય તે માટે સાધુએ અતિશય પ્રયત્ન કરવો જોઈએ. હવે સાધુ શું કરે તો કારણે સુંદર પદાર્થો વાપરે ત્યારે પણ રાગાદિ થાય નહિ ? તે બતાવે છે
પ્રસ્તુત ગાથામાં
ગાથા:
-
અન્વયાર્થઃ
ટીકા
निअमेण भावणाओ विवक्खभूआओ सुप्पउत्ताओ । होइ खओ दोसाणं रागाईणं विसुद्धाओ ॥ ३६४॥
સુપ્પડત્તાઓ=સુપ્રયુક્ત, વિવવધમૂઆઓ વિપક્ષભૂત, વિશુદ્ધાઓ વિશુદ્ધ એવી માવળાઓ=ભાવનાથી નિઝમેળ=નિયમથી રાજાÍળ તેમાનં=રાગાદિ દોષોનો વો હો=ક્ષય થાય છે.
ગાથાર્થ:
સુપ્રયુક્ત, વિપક્ષભૂત, વિશુદ્ધ એવી ભાવનાથી નિયમથી રાગાદિ દોષોનો ક્ષય થાય છે.
૧૮૫
नियमेन=अवश्यंतया भावनायाः सकाशात्, किंविशिष्टाया इत्याह-विपक्षभूतायाः = वैराग्यादिरूपायाः, न प्रयोगमात्रादित्याह - सुप्रयुक्तायाः, किमित्याह - भवति क्षयो दोषाणां रागादीनां विशुद्धाया भावनायाः सकाशादिति गाथार्थः ॥ ३६४ ॥
ટીકાર્ય
ભાવનાથી, કેવી વિશિષ્ટ ભાવનાથી ? એથી કહે છે —વિપક્ષભૂત=રાગાદિના વિપક્ષભૂતવૈરાગ્યાદિરૂપ, પ્રયોગમાત્રથી નહીં=ભાવનાઓનું ચિંતન કરવામાત્રથી નહીં. એથી કહે છે – સુપ્રયુક્ત એવી વિશુદ્ધ ભાવનાથી, શું થાય છે ? એથી કહે છે – નિયમથી=અવશ્યપણાથી, રાગાદિ દોષોનો ક્ષય થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org