________________
૧૮૨
પ્રતિદિનક્રિયાવસ્તક “ભોજન' દ્વાર / ગાથા ૩૬૨
ગાથા :
रागेण सइंगालं दोसेण सधूमगं मुणेअव्वं ।
रागद्दोसविरहिआ भुंजंति जई उ परमत्थो ॥३६२॥ અન્વયાર્થ:
રોજ સરંકાનંરાગથી સાંગાર=રાગથી ખાનાર સાધુનું ચારિત્ર અંગારદોષવાળું, રોસે ધૂમ=પથી સધૂમક=%ષથી ખાનાર સાધુનું ચારિત્ર ધૂમદોષવાળું, મુ =જાણવું. (આથી) કરૂં યતિઓ રદ્દોવિરદિગા=રાગ-દ્વેષથી વિરહિત મુંગંતિ=ભોજન કરે છે. ૩પરમભ્યો એ પ્રકારનો પરમાર્થ છે. ગાથાર્થ :
રાગથી ખાનાર સાધુનું ચાસ્ત્રિ અંગારદોષવાળું અને દ્વેષથી ખાનાર સાધુનું ચારિત્ર ધૂમદોષવાળું જાણવું. આથી સાધુઓ રાગ-દ્વેષથી વિરહિત વાપરે છે. એ પ્રકારનો ભાવાર્થ છે. ટીકાઃ
रागेण भुञ्जानस्य साङ्गारं, चारित्रेन्धनस्य दग्धत्वाद्, द्वेषेण सधूमं मन्तव्यं, चारित्रेन्धनस्यैव दाहं प्रत्यारब्धत्वाद्, रागद्वेषविरहिता भुञ्जन्ते यतय इति परमार्थो वाक्यभावार्थ इति गाथार्थः ॥३६२॥ ટીકાઈ:
રાગથી ભોજન કરતા સાધુનું ચારિત્ર અંગારવાળું થાય છે, કેમ કે ચારિત્રરૂપ ઈધનનું દગ્ધપણું છે–ચારિત્રરૂપી ઈધન બળી ગયેલ છે. ટ્રેષથી ભોજન કરતા સાધુનું ચારિત્ર ધૂમવાળું જાણવું કેમ કે ચારિત્રરૂપ ઈધનનું જ દાહ પ્રતિ આરબ્ધપણું છે=ચારિત્રરૂપી ઈધન બળવાનું શરૂ થયેલ છે. આથી યતિઓ સાધુઓ, રાગ-દ્વેષથી વિરહિત ભોજન કરે છે. એ પ્રકારનો પરમાર્થ છે=વાક્યનો ભાવાર્થ છે, અર્થાત્ ગાથાના ઉત્તરાર્ધમાં બતાવ્યું એ પ્રકારનો ગાથાના પૂર્વાર્ધરૂપ વાક્યનો ભાવાર્થ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
સાધુ ઇન્દ્રિયોને અનુકૂળ ખાદ્ય પદાર્થો પ્રત્યે પણ રાગવાળા હોતા નથી અને કેવલ સંયમની વૃદ્ધિ અર્થે જ ભોજન કરતા હોય છે. છતાં અતિ વિષમ પ્રકૃતિવાળો આહાર હોય, અને તેનાથી ઇન્દ્રિયોને ઉપઘાત થતો હોય, ત્યારે જો સાધુને દ્વેષ પ્રગટે તો ચારિત્ર રૂપી ઇંધન બળવાનો પ્રારંભ થાય, પરંતુ હજી બળ્યો નથી; અને જે સાધુ ઇન્દ્રિયોને અનુકૂળ પદાર્થો રાગથી વાપરે છે, તેનું ચારિત્ર રૂપી ઇંધન બળી જાય છે, તેથી અંગારા જેવું બને છે; કેમ કે અચારિત્રી જીવો જેમ ઇન્દ્રિયોના રાગને કારણે ઇન્દ્રિયોના વિષયોમાં સ્વાદ લે છે, તેમ સાધુના વેશમાં રહેવા છતાં પણ ઇન્દ્રિયોને અનુકૂળ એવા આહારમાં સાધુ રાગને ધારણ કરે, તો તે સાધુનું ચારિત્ર પરિણામથી ભસ્મ થાય. આથી મુનિ રાગ-દ્વેષથી રહિત થઈને ભોજન વાપરે છે, એ પ્રકારનો ગાથાના પૂર્વાર્ધના વાક્યનો ભાવાર્થ છે.
વળી, મુનિ રાગની મનોવૃત્તિ ન થાય તે માટે અનુકૂળ પદાર્થો ગ્રહણ ન કરતા હોય તોપણ ક્વચિત્ ઇન્દ્રિયોને અનુકૂળ ખાદ્ય પદાર્થ ભિક્ષામાં પ્રાપ્ત થયો હોય, અને વાપરતી વખતે જો મુનિ સાવધાન ન હોય, તો તે અનુકૂળ પદાર્થ પ્રત્યે ઇષદ્ રાગ થાય, અને ત્યારે તેટલા અંશમાં તે સાધુનું ચારિત્ર મલિન થાય છે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org