________________
SAS
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “ભોજના' દ્વાર/ ગાથા ૩૬૧-૩૬૨ અન્વયાર્થ :
મUવથUત્તિો મન-વચન-કાયાથી ગુપ્ત એવા સાધુ અસુર અસુરકસુર, વવવવં= અચબચબ, મદુશંકઅદ્ભત, વિનંવિદં=અવિલંબિત, પરિણાકિઅપરિસાદી મુંગટ્ટ=વાપરે. આ પ્રકારે વિવાદી પ્રક્ષેપનની શુદ્ધિ છે. ગાથાર્થ :
મન-વચન-કાયાથી ગુપ્ત સાધુ સુર-સર ન વાપરે, ચબ-જબ ન વાપરે, જલદી-જલદી ન વાપરે, ખૂબ ધીમે-ધીમે ન વાપરે, ઢોળતાં-ઢોળતાં ન વાપરે. આ પ્રક્ષેપસામાચારીની શુદ્ધિ છે. ટીકાઃ ___असुरकसुरं-तथाविधद्रवभोजनवत्, अचबचबं-तथाविधतीक्ष्णाभ्यवहारवद्, अद्रुतम् अत्वरितम्,
अविलम्बितम्-अमन्थरम्, अपरिसाटि परिसाटीरहितं, मनोवाक्कायगुप्तः सन् भुञ्जीत, अथ प्रक्षेपविधिरिति માથાર્થ: રૂદશા ટીકાર્ય
મન-વચન-કાયાથી ગુપ્ત છતા સાધુ તેવા પ્રકારના દ્રવભોજનની જેમ અસુરકસુર, તેવા પ્રકારના તીક્ષ્ણ અભ્યવહારની જેમ=કડક આહારની જેમ, અચબચબં, અદ્ભત=અત્વરિત–ઉતાવળ વગર, અવિલંબિત= અમંથર=નિરાંત વગર, અપરિસાટિ=પરિસાટીથી રહિત=ઢોળ્યા વગર, ભોજન કરે. એ પ્રકારે મુખમાં કવલના પ્રક્ષેપની વિધિ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
ગૃહસ્થો ભોજનમાં સ્વાદ લેવા માટે જેમ સબડકા લઈને પ્રવાહી પદાર્થો ખાય, તેમ સાધુ સુર-કસુર અવાજ કરતાં વાપરે નહીં; વળી ભોજનમાં કડક દ્રવ્યો ખાતી વખતે ગૃહસ્થો જેમ ચબ-જબ અવાજ કરીને ખાય, તેમ ચબ-ચબ અવાજ કરીને પણ સાધુ વાપરે નહીં. વળી કેટલાક ગૃહસ્થો જલદી જલદી ખાવાની ટેવવાળા હોય છે, તેમ સાધુ મુખમાં જલદી જલદી કોળિયા ભરીને ખાય નહીં. વળી કેટલાક ગૃહસ્થો નિરાંતે ધીમે ધીમે વાપરવાના સ્વભાવવાળા હોય છે, તેમ સાધુ અતિ ધીમે ધીમે પણ વાપરે નહીં. વળી ગૃહસ્થોની જેમ ઢોળતાં ઢોળતાં પણ સાધુ વાપરે નહીં, પરંતુ મન-વચન-કાયાથી ગુપ્ત થઈને વાપરે અર્થાત્ વાપરતી વખતે સાધુ મનથી ભોજનનો સ્વાદ લેવામાં ઉપયુક્ત ન હોય, પરંતુ પોતાને ભોજનમાં ક્યાંય રાગાદિ ભાવો ન થાય તે પ્રકારે ઉપયુક્ત હોય; વળી વાપરતી વખતે સાધુ વાતો કરતા ન હોય, પરંતુ મૌનપૂર્વક વાપરતા હોય; વળી વાપરતી વખતે કાયાને પણ સ્થિર રાખી હોય : આ પ્રકારની મુખમાં કવલના પ્રક્ષેપવિષયક સાધુની મર્યાદા છે. i૩૬૧ અવતરણિકા:
धूमादि व्याचिख्यासयाऽऽह - અવતરણિયાર્થ:
ગાથા ૩૬૦માં કહેલ કે સાધુ ધૂમ અને અંગાર દોષ વર્જીને વાપરે. તેથી હવે ધૂમાદિને=ધૂમ અને અંગાર દોષને, વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org