________________
૧૦૮
પ્રતિદિનક્રિયાવસ્તક “ભોજના' દ્વાર/ ગાથા ૩૫૯-૩૬૦
ટીકાઃ
ग्रहणे लम्बनकस्य प्रक्षेपे च वदने एतद्विषया सामाचारी=स्थितिरित्यर्थः पुनर्भवति द्विविधा, ग्रहणं पात्रे भवेत् भाजनान्नाऽन्यत्र इत्यर्थः, वदने प्रक्षेपो भवति न तु गृहीत्वाऽन्यत्र, (? इति) पुनर्लक्षणार्थमिति માથાર્થ રૂડા નોંધઃ
ટીકામાં પુનર્તક્ષાર્થ છે, તેને સ્થાને રુતિ નક્ષાર્થ હોવું જોઈએ.' ટીકાર્ય :
લંબનકના=આહારના કોળિયાના, ગ્રહણમાં અને વદનવિષયક પ્રક્ષેપમાં એટલે આના=આહારના કવલના, વિષયવાળી સામાચારી–સ્થિતિ, વળી બે પ્રકારે થાય છે.
ગ્રહણ પાત્રમાં થાય, ભાજનથી અન્યત્ર નહીં=પાત્ર સિવાય બીજા સ્થાનેથી આહાર ગ્રહણ કરવો હોય ત્યારે લંબકના ગ્રહણરૂપ સામાચારી નથી થતી;
પ્રક્ષેપ વદનમાં થાય છે, પરંતુ ગ્રહણ કરીને અન્યત્ર નહીં-પાત્રમાંથી આહાર લઈને વદન સિવાય બીજા સ્થાનમાં પ્રક્ષેપ કરવો હોય ત્યારે લંબનકના પ્રક્ષેપરૂપ સામાચારી નથી થતી. - એ પ્રકારે લક્ષણ અર્થે જણાવવા માટે, બે પ્રકારની સામાચારી છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : -
કુકડીના ઇંડા પ્રમાણ કવલના ગ્રહણમાં અને વદનવિષયક પ્રક્ષેપમાં, એમ એ બંને વિષયક સામાચારી છે.
આશય એ છે કે પૂર્વગાથામાં કુકડીના ઇંડાના પ્રમાણ જેટલો કે બાળકના કોળિયા જેટલા કોળિયાથી ખાનારા પુરુષના કવલના પ્રમાણ જેટલો જે આહારનો કોળિયો બતાવ્યો, તે કોળિયાની મર્યાદા પાત્રમાંથી લેવાવિષયક અને મુખમાં નાખવાવિષયક છે; પરંતુ કોઈ કારણે પાત્ર સિવાય બીજા સ્થાનેથી આહાર ગ્રહણ કરવો હોય, કે પાત્રમાંથી આહાર ગ્રહણ કરીને મુખ સિવાય બીજા કોઈ સ્થાને પ્રક્ષેપ કરવો હોય, તેના વિષયમાં આ ગ્રહણ અને પ્રક્ષેપરૂપ સામાચારી નથી. આથી સાધુ ગૃહસ્થો પાસેથી ભિક્ષા વહોરતી વખતે કે પ્રાધૂર્ણકાદિને ગોચરીની માંડલીમાં ભિક્ષા આપતી વખતે જે ગ્રહણ અને પ્રક્ષેપ કરે છે, તેનું પ્રસ્તુત ગ્રહણ અને પ્રક્ષેપરૂપ સામાચારીમાં ગ્રહણ નથી. li૩પલા અવતરણિકા:
ग्रहणविधिमाह - અવતરણિકાર્ય :
ગાથા ૩૫૮માં પાત્રામાંથી કવલ ગ્રહણ કરવાનું પ્રમાણ બતાવ્યું. ત્યારબાદ ગાથા ૩૫૯માં વાપરતી વખતે પાત્રામાંથી કવલનું ગ્રહણ અને વદનમાં કવલનો પ્રક્ષેપ કરવામાં બે પ્રકારે સામાચારી બતાવી. હવે પાત્રામાંથી કવલ ગ્રહણ કરીને કઈ રીતે વાપરવું જોઈએ? તે રૂપ કવલના ગ્રહણની વિધિને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org