________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભોજન’ દ્વાર / ગાથા ૩૫૮-૩૫૯
તેમાં પ્રયોજન બતાવે છે
અન્યની ભક્તિ અર્થે રત્નાધિક=જ્યેષ્ઠ આર્ય, અવિકૃતવદનવાળા જ=સ્વભાવસ્થ મુખવાળા જ, હોય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
-
ભાવાર્થ:
સાધુ ગોચરી વાપરતી વખતે કુકડીના ઇંડા જેવડા પ્રમાણવાળા કોળિયા ગ્રહણ કરે, અથવા તો નાના બાળકના કોળિયા જેવડા પ્રમાણવાળા કોળિયાથી ખાવાના સ્વભાવવાળા પુરુષના કોળિયા જેટલા પ્રમાણવાળા કોળિયાથી આહાર વાપરે છે; કેમ કે રત્નાધિક સાધુ અવિકૃતવદનવાળા હોય છે, અર્થાત્ મોઢામાં આહારનો કોળિયો હોય ત્યારે પણ સ્વાભાવિક મુખવાળા જ હોય છે. તેથી વધારે ખાવાના પરિણામરૂપ ભાવદોષને કારણે મુખ વિકૃત થાય તેટલા મોટા કોળિયાથી આહાર ગ્રહણ કરતા નથી.
આશય એ છે કે સાધુને ચોક્કસ કવલની સંખ્યા પ્રમાણ આહાર વાપરવાનો હોય છે, તેથી જો અધિક આહાર વાપરવાનો પરિણામ હોય સાધુ મોટા કોળિયા ગ્રહણ કરીને કવલની સંખ્યાનો નિર્વાહ કરે.પરંતુ સાધુ રાત્મિક હોય છે, તેથી મોટા કોળિયા ગ્રહણ કરવારૂપ અધિક આહાર વાપરવાની વૃત્તિવાળા હોતા નથી. તેથી સાધુ સહજ રીતે મુખમાં સમાય તેટલા નાના કોળિયા ગ્રહણ કરીને જ કવલની સંખ્યાનો પણ નિર્વાહ કરે છે.
ગાથા:
અહીં કહ્યું કે “રત્નાધિક સાધુ અન્યની ભક્તિ માટે અવિકૃતવદનવાળા જ હોય છે.” તેનાથી એ પ્રાપ્ત થાય કે સાધુ મોટા કોળિયા ગ્રહણ કરીને આહાર વાપરે તો માંડલીમાં પ્રાપ્ત થયેલો પરિમિત આહાર અન્ય સાધુઓને અલ્પ પ્રમાણમાં મળે, તેથી ગુણવાન સાધુ વિચારે કે હું નાના કોળિયાથી આહાર ગ્રહણ કરીશ તો અધિક આહાર અન્ય સાધુની ભક્તિ માટે વપરાશે. આ પ્રકારના શુભ અધ્યવસાયથી રત્નાધિક સાધુઓ નાના કોળિયાથી આહાર ગ્રહણ કરે છે, જેથી પોતે સ્વભાવસ્થ મુખવાળા ૨હે. ॥૩૫૮૫
lot
गहणे पक्खेवंमि अ सामायारी पुणो भवे दुविहा । गणं पामि भवे वयणे पक्खेवणं होइ ॥ ३५९ ॥
અન્વયાર્થઃ
દળે પવેવમિ અ=(કવલના) ગ્રહણમાં અને પ્રક્ષેપમાં સમાયારી=સામાચારી=મર્યાદા, પુળો યુવિજ્ઞા મને–વળી બે પ્રકારે છે. ગદ્દાં પામિ મને=ગ્રહણ પાત્રમાં થાય, પમ્હેવળ વયળે હો=પ્રક્ષેપન વદનમાં થાય છે.
ગાથાર્થ:
Jain Education International
કવલના ગ્રહણમાં અને પ્રક્ષેપમાં મર્યાદા વળી બે પ્રકારે છે : ગ્રહણ પાત્રમાં થાય અને પ્રક્ષેપન વદનમાં થાય છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org