________________
૧૫
પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભોજના દ્વાર / ગાથા ૩૫૦ ટીકાઃ
अथ भवेतां स्निग्धमधुरे-उक्तस्वरूपे अल्पपरिकर्मसपरिकर्मयोः पात्रयोः तथाऽप्ययं न्यायः, भुक्त्वा स्निग्धमधुरे पूर्वमेव तदनु स्पृष्ट्वा करान्निर्लेपान् कृत्वा मुंचऽहागडए त्ति प्रवर्त्तयेद् भोजनक्रियां प्रति यथाकृतानि, संयमगौरवख्यापनार्थमेतदिति गाथार्थः ॥३५७॥ ટીકાર્યઃ
જો કહેવાયેલ સ્વરૂપવાળા=નિયંદન-પાયસાદિરૂપ, સ્નિગ્ધ અને મધુર, અલ્પપરિકર્મ અને સપરિકર્મવાળા પાત્રમાં હોય, તોપણ આ ન્યાય છેઃસ્નિગ્ધાદિ દ્રવ્ય પ્રથમ વાપરવાની વિધિ છે. પૂર્વે જ સ્નિગ્ધ અને મધુરને વાપરીને ત્યારપછી હાથને લૂછીને નિર્લેપ કરીને, યથાકૃતોને મૂકે= યથાકૃત પાત્રોને ભોજનની ક્રિયા પ્રતિ પ્રવર્તાવે.
આ=અલ્પપરિકર્મવાળા-સપરિકર્મવાળા પાત્રમાંથી સ્નિગ્ધાદિ દ્રવ્યને વાપરીને હાથ લૂછીને યથાકત પાત્રોને પ્રવર્તાવવા એ, સંયમના ગૌરવના ખ્યાપનના અર્થે છે=સંયમનું ગૌરવ જણાવવા માટે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
સામાન્ય રીતે સાધુ યથાકૃત પાત્રામાં રહેલા ભોજનને પ્રથમ વાપરે છે; કેમ કે યથાકૃત પાત્રામાં નિર્દોષતા વિશેષ હોય છે. તેથી સંયમ પ્રત્યેનો ગૌરવભાવ જળવાય તે માટે સાધુઓને માંડલીમાં પ્રથમ યથાકૃત પાત્રામાંથી ગોચરી આપવામાં આવે છે.
આમ છતાં, અલ્પપરિકર્મ કે બહુપરિકર્મવાળા પાત્રામાં સ્નિગ્ધ-મધુર આહાર આવેલ હોય તો પિત્તાદિના શમન આદિ માટે સાધુને પ્રથમ તે સ્નિગ્ધાદિ આહાર વાપરવો ઉચિત છે. તેથી માંડલીમાં યથાકૃત પાત્રાને બદલે અલ્પપરિકર્મ અને બહુપરિકર્મવાળા પાત્રામાંથી પ્રથમ સર્વ સાધુઓને સ્નિગ્ધ-મધુર ભોજન અપાય છે, અને તે ભોજન વાપર્યા પછી હાથ ચોખ્ખા કરીને યથાકૃત પાત્રા માંડલીમાં ફેરવવા માટે મુકાય છે; અને યથાકૃત પાત્રાનું સર્વ ભોજન બધા સાધુઓ વાપરી લે, ત્યારપછી અલ્પપરિકર્મ અને બહુપરિકર્મવાળા પાત્રામાં રહેલું અન્ય ભોજન સાધુઓને અપાય છે.
આમ, અલ્પપરિકર્મ અને બહુપરિકર્મવાળા પાત્રામાંથી સ્નિગ્ધ-મધુર ભોજન સર્વ સાધુઓને આપ્યા પછી સાધુ હાથને નિર્લેપ કરે છે અને પછી યથાકૃત પાત્રાને ગોચરી આપવા માટે માંડલીમાં ફેરવે છે. આ પ્રવૃત્તિ સંયમના ગૌરવના ખ્યાપન માટે છે, કેમ કે યથાકૃત પાત્રા સંયમમાં વિશેષ ઉપકારક છે. તેથી યથાકૃત પાત્રાને હાથમાં પકડતાં પહેલાં અલ્પ-બહુપરિકર્મવાળા પાત્રમાં રહેલા આહારથી ખરડાયેલા હાથને લૂછવાના છે. આમ કરવાથી યથાકૃત પાત્રા પ્રત્યે સાધુને વિશેષ બહુમાન અભિવ્યક્ત થાય છે.
અહીં વિશેષ એ છે કે માંડલીઉપજીવક સાધુઓમાંથી કેટલાક સાધુઓ પાસે યથાકૃત પાત્રા હોય, કેટલાક પાસે અલ્પપરિકર્મવાળા પાત્રો હોય, કેટલાક પાસે બહુપરિકર્મવાળા પાત્રા હોય, અને તે સર્વ સાધુઓ પોતપોતાની ભિક્ષા માંડલીમાં લાવીને મૂકે, અને તેમાં રહેલ ભોજન ગુરુના આદેશ પ્રમાણે માંડલીમાં વહેંચાય, તેમાં સામાન્યથી નિયમ પ્રમાણે માંડલીમાં સાધુઓને યથાકૃત પાત્રામાં રહેલ ભોજન પ્રથમ અપાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org