________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભોજન' દ્વાર / ગાથા ૩૫૬-૩૫૦ લાવ્યા હોય ત્યારે ગોચરી વાપરવામાં પ્રથમ સ્નિગ્ધાદિ દ્રવ્યો વાપરવાની વિધિ છે; કેમ કે સ્નિગ્ધાદિ દ્રવ્યો પ્રથમ વા૫૨વાથી પિત્ત-વાયુ વગેરેનું શમન થાય છે. આથી સાધુએ પ્રથમ સ્નિગ્ધ-મધુર દ્રવ્ય વાપર્યા પછી અમ્વદ્રવ્યાદિ વાપરવાં જોઈએ.
વળી ગોચરીના પ્રારંભમાં સ્નિગ્ધ-મધુર આહાર વાપરવાનું બીજું પ્રયોજન એ છે કે બુદ્ધિ અને બળ વધારવા માટે સાધુ ગોચરીમાં પ્રથમ સ્નિગ્ધાદિ દ્રવ્ય વાપરે.
૧૪
અહીં પ્રશ્ન થાય કે બુદ્ધિ અને બળ વધારવાનું પ્રયોજન શું ? તેથી કહે છે
બુદ્ધિ અને બળરહિત જીવ પરલોકની સાધના કરવા માટે સમર્થ થતો નથી અર્થાત્ બુદ્ધિ હોય તો સાધુ શાસ્ત્રોના સૂક્ષ્મ પદાર્થોનું જ્ઞાન સારી રીતે કરી શકે, અને શરીરબળ વધે તો વૈયાવચ્ચાદિ કૃત્યો સારી રીતે કરી શકે, જેથી પરલોકની સાધના થઈ શકે.
વળી ગોચરીમાં સ્નિગ્ધાદિ આહાર પહેલાં વાપરવાનું ત્રીજું પ્રયોજન એ છે કે કોઈ કારણથી શરીરની તેવી પરિસ્થિતિ થાય કે પોતે લાવેલો આહાર પણ વાપરવાની પોતાનામાં શક્તિ ન હોય, ત્યારે જો ઋક્ષાદિ આહાર પહેલાં વાપર્યો હોય અને પછી સ્નિગ્ધાદિ આહાર સાધુ વાપરતા હોય, તો પાછળથી બાકી રહેલો સ્નિગ્ધાદિ આહાર પરઠવવાનો પ્રસંગ આવે, જે આહાર નિર્દોષ ભૂમિમાં પણ પરઠવવો મુશ્કેલ થાય; કેમ કે સ્નિગ્ધાદિ આહારમાં કીડી વગેરે જલદી આકર્ષાઇને આવે છે, જેથી તેની હિંસા થવાની સંભાવના રહે. આથી તે હિંસાના પરિહાર માટે પણ સાધુ પ્રથમ સ્નિગ્ધાદિ દ્રવ્યોનો આહાર કરે. II૩૫૬॥
અવતરણિકા
अत्रैव विधिविशेषमाह
અવતરણિકાર્ય
પૂર્વગાથામાં ગોચરી વાપરવાના વિષયમાં વિધિ બતાવી. એમાં જ વિશેષ વિધિને કહે છે
ગાથા :
अह होज्ज निद्धमहुराई अप्पपरिकम्मसपरिकम्मेहिं । भोत्तूण निद्धमहुरे फुसिअ करे मंच हाकडए ॥ ३५७॥
અન્વયાર્થઃ
અ જો નિભ્રમદુરાણં સ્નિગ્ધ-મધુર અપ્પપરિમ્નસપરિમેંદિ અલ્પપરિકર્મ-સપરિકર્મવાળા પાત્રમાં હો—=હોય, (તોપણ) નિન્દ્વમટ્ટુ સ્નિગ્ધ-મધુરને મોનૂળ=વાપરીને વરે સિગ=હાથને લૂંછીને મહાવs= યથાકૃત એવા પાત્રોને (માંડલીમાં ફેરવવા માટે) મંત્ર=મૂકે.
ગાથાર્થ
જો સ્નિગ્ધ-મધુર અલ્પપરિકર્મ-સપરિકર્મવાળા પાત્રમાં હોય, તોપણ સ્નિગ્ધ-મધુરને વાપરીને હાથને લૂંછીને યથાકૃત એવાં પાત્રોને માંડલીમાં ફેરવવા માટે મૂકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org