________________
૧૦૨
પ્રતિદિનક્રિયાવસ્તુક, “ભોજન' દ્વાર/ ગાથા ૩૫૫-૩૫
ટીકા : ___ततश्च रागद्वेषविरहिताः सन्तः व्रणलेपाथुपमया-व्रणलेपाक्षोपाङ्गवदित्यादिलक्षणया भुञ्जते, कड्वेत्तु णमोक्कारमिति पठित्वा नमस्कारं विधिना-वक्ष्यमाणलक्षणेन भुञ्जते 'सन्दिशत पारयाम' इत्यभिधाय गुरुणाऽनुज्ञाताः सन्त इति गाथार्थः ॥३५५॥ * “ત્રીજો પક્ષોપવિત્યારત્નક્ષUાયા'માં “ત્યવિ' પદથી પુગમાંસભક્ષણના દ્રષ્ટાંતનું ગ્રહણ છે, તેથી સાધુ પુત્રના માંસના ભક્ષણની જેમ નિર્લેપભાવથી ભોજન કરે, તેમ અર્થ પ્રાપ્ત થાય. ટીકાર્થ:
અને ત્યારપછી=પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે આત્માને અનુશાસન આપ્યા પછી, રાગ-દ્વેષથી વિરહિત છતા સાધુઓ “ત્રણમાં લેપ, અક્ષના ઉપાંગની જેમ' ઇત્યાદિ લક્ષણવાળી વણલેપાદિની ઉપમાથી વાપરે છે. વળી કઈ રીતે વાપરે છે ? તે સ્પષ્ટ કરે છે – “આદેશ આપો, અમે પારીએ” એ પ્રમાણે કહીને ગુરુ વડે અનુજ્ઞા અપાયેલા છતા સાધુઓ નવકારને બોલીને કહેવાનાર લક્ષણવાળી વિધિથી વાપરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
મુનિ રાગ-દ્વેષથી સર્વથા રહિત નહીં હોવા છતાં ઉપયોગથી સાવધાન થઈને ગોચરી વાપરે છે, તેથી વાપરવાની ક્રિયામાં રાગ-દ્વેષ કરતા નથી, પરંતુ રાગ-દ્વેષનો ઉચ્છેદ થાય તેવો યત્ન કરે છે. માટે જ તેઓનું “રાગ-દ્વેષથી વિરહિત' એમ વિશેષણ આપ્યું છે. વળી વાપરતાં પહેલાં ઉચિત વિધિરૂપે નવકારનું સ્મરણ કરીને ગુરુની અનુજ્ઞા મેળવ્યા પછી મુનિ શાસ્ત્રોક્ત વિધિ મુજબ વ્રણલેપ અને અક્ષોપાંગની ઉપમાથી વાપરે છે.
સાધુ વ્રણલેપ'ની ઉપમાથી આહાર કરે અર્થાત્ જેમ શરીરમાં ત્રણ = ચાંદા, પડેલા હોય, તો તે ચાંદાના ઘા રુઝવવા માટે ઉપયોગી હોય તેટલો જ લેપ કરાય, તેમ સાધુ સંયમની સાધના માટે ઉપયોગી હોય તેટલું જ ભોજન કરે, જેથી ભોજનગ્રહણ પણ સંયમવૃદ્ધિનું કારણ બને.
અથવા સાધુ “અક્ષોપાંગ'ની ઉપમાથી ભોજન કરે અર્થાતું ગાડાંના પૈડાના જોડાણને ધરીને, “અક્ષ કહેવાય, અને તૈલી પદાર્થના લેપને ‘ઉપાંગ’ કહેવાય. વળી અક્ષ ઉપર તૈલી પદાર્થોનો તેટલો જ લેપ કરાય કે જેથી ગાડું સહજ રીતે ભાર વહન કરીને ચાલી શકે, પરંતુ અક્ષમાં તૈલી પદાર્થોનો ઘણો લેપ લગાડાય નહિ; કેમ કે પૈડામાં તૈલી પદાર્થ વધારે લગાવવાથી નિષ્ફળ જાય છે. તેવી રીતે સાધુ પણ સમ્યગું અનુષ્ઠાન સુદઢ કરી શકાય તેટલું જ ભોજન ગ્રહણ કરે, પરંતુ વધારે ભોજન ગ્રહણ કરે નહિ. l૩પપી અવતરણિકા :
विधिमाह - અવતરણિતાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે સાધુઓ વણલપાદિની ઉપમાથી વિધિપૂર્વક વાપરે છે. તેથી હવે ગોચરી વાપરવાની વિધિને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org