________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભોજન' દ્વાર / ગાથા ૩૫૪-૩૫૫
ટીકા
द्विचत्वारिंशदेषणासङ्कट इति आकुले गहने हे जीव ! भिक्षाटनं कुर्वन् नाऽसि छलितः =न व्यंसितोऽसि, तदिदानीं यथा न छल्यसे भुञ्जानो रागद्वेषाभ्यां तथाऽनुष्ठेयमिति गाथार्थः ॥ ३५४ ॥
ટીકાર્ય
બેંતાલીસ એષણાના દોષોથી સંકટ=આકુલ=વ્યાપ્ત, એવા ગહનમાં=ગુફામાં, ભિક્ષાટનને કરતો એવો હે જીવ ! તું છલાયો નથી=છેતરાયો નથી, તેથી હવે ભોજન કરતો એવો તું રાગ અને દ્વેષ વડે જે રીતે ન છલાય તે રીતે તારે કરવું જોઈએ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
1
ભાવાર્થ:
જે સાધુ અત્યંત ઉપયોગપૂર્વક ભિક્ષાના દોષોના પરિહાર માટે યત્ન કરતા હોય, તે સાધુની ક્યારેક ભિક્ષા લાવવામાં સ્ખલના થઈ હોય તોપણ તે સ્ખલનાની સમ્યગ્ આલોચના કરવાથી શુદ્ધિ થઈ જાય છે.
આ રીતે સ્ખલનાની શુદ્ધિ કરીને સ્વાધ્યાય કર્યા પછી વા૫૨વા બેસે ત્યારે સાધુ વિચારે કે આ ૪૨ એષણાના દોષોથી આકુલ એવી ભિક્ષારૂપી ગહન ગુફા છે, જેમાં ગયેલા સાધુઓ ખ્યાલ ન રાખે તો મોક્ષમાર્ગમાં જવાને બદલે તે ગુફામાં અટવાઈ જાય; પરંતુ હું એવી પણ ગુફામાં અટવાયા વગર આરામથી બહાર નીકળવારૂપ નિર્દોષ ભિક્ષા લાવ્યો છું, અને કદાચ કોઈ સ્ખલના થઈ હોય તો તેની પણ શુદ્ધિ કરી લીધી છે. આથી હવે મને મોક્ષમાર્ગમાં લઈ જનાર પરિણામ કરવામાં કોઈ વ્યાઘાતક નથી; પરંતુ જો ગોચરી વાપરતાં રાગ-દ્વેષથી છલાઈશ, તો મારી પરિણામવૃદ્ધિરૂપ પ્રવૃત્તિ વ્યાઘાત પામશે. માટે હું તે રાગ-દ્વેષના પરિણામોથી છલાઉં નહિ, એ પ્રકારના સમ્યક્ પ્રણિધાનપૂર્વક આત્માને અનુશાસન આપીને ગોચરી વાપરવા માટે સાધુ તે રીતે યત્ન કરે, જેથી ગોચરી વાપરવાની ક્રિયા સંયમવૃદ્ધિનું કારણ બને. II૩૫૪॥
અવતરણિકા :
આત્માને અનુશાસન આપ્યા પછી સાધુ કઈ રીતે ભોજન કરે ? તે બતાવે છે
ગાથા:
૧૧
रागद्दोसविरहिआ वणलेवाइउवमाइ भुंजंति ।
कड्डित्तु नमोक्कारं विहीए गुरुणा अणुन्नाया ॥ ३५५॥
—
અન્વયાર્થઃ
નમોધામાં વ્રુિત્તું=નમસ્કારને=નવકારને, બોલીને ગુરુબ્જા અનુન્નાયા=ગુરુ વડે અનુજ્ઞાત, રાયદ્દોસવિરહમ=રાગ-દ્વેષથી વિરહિત એવા સાધુઓ વળલેવાવમાફ=ણલેપાદિની ઉપમાથી વિઠ્ઠી= વિધિપૂર્વક મુંનંતિ=વાપરે છે.
ગાથાર્થ:
Jain Education International
નવકારને બોલીને ગુરુ વડે અનુજ્ઞાત, રાગ-દ્વેષથી રહિત એવા સાધુઓ વ્રણલેપાદિની ઉપમાથી વિધિપૂર્વક વાપરે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org