________________
૧૦૦
પ્રતિદિનક્રિયાવસ્તુક| ‘ભોજન દ્વાર/ ગાથા ૩૫૩-૩૫૪
ભાવાર્થ :
માંડલીઉપજીવક સાધુ ગોચરી લાવ્યા પછી પૂર્વમાં બતાવેલ વિધિપૂર્વક ગુરુને બતાવીને, જ્યાં વાપરવા બેસવાનું છે ત્યાં બેસીને, જ્યાં સુધી અન્ય સાધુઓ ભિક્ષા ગ્રહણ કરીને ન આવે ત્યાં સુધી સ્વાધ્યાય કરે; અને તે સ્વાધ્યાય વર્તમાનમાં ધમ્મોમંગલાદિ સૂત્રનો પ્રચલિત છે, અને અન્ય તીર્થકરના કાળમાં વર્તમાનના સૂત્રમાં બતાવેલ ભાવને કહેવા માટે સમર્થ એવું જે કોઈ અન્ય સૂત્ર પ્રસિદ્ધ હોય તે સૂત્રનો સ્વાધ્યાય તે તીર્થકરના કાળના સાધુઓ કરે. - આ પ્રકારે સ્વાધ્યાય કર્યા પછી ભિક્ષા વાપરવામાં કર્મબંધ ન થાય, તેની જાગૃતિ માટે મહાત્માઓ ગોચરી વાપરતાં પૂર્વે પોતે જ પોતાના આત્માને જ અનુશાસન આપે છે; કેમ કે મહાત્માઓ જાણતા હોય છે કે ભગવાનના શાસનનો સમ્યગ્વાદ રાગ-દ્વેષના અભાવવિષયક છે, અને મિથ્યાવાદ રાગ-દ્વેષ કરવારૂપ છે; તેથી પોતાનામાં સમ્યગ્વાદની નિષ્પત્તિ કરવી હોય તો દરેક પ્રવૃત્તિ અત્યંત સાવધાનતાપૂર્વક કરવી જોઈએ, જેથી રાગ-દ્વેષની શક્તિનો મૂળથી ત્યાગ થાય.
આ રીતે રાગ-દ્વેષથી મુક્ત થવાની અભિલાષાવાળા સાધુઓ આત્માને અનુશાસન આપે છે, જે અનુશાસનનું વિશેષ સ્વરૂપ આગળની ગાથામાં બતાવાશે. ૩૫all અવતરણિકા:
अनुशास्तिमाह - અવતરણિતાર્થ :
અનુશાસ્તિને કહે છે અર્થાત્ પૂર્વગાથામાં બતાવ્યું કે સ્વાધ્યાય કર્યા પછી મોક્ષના અભિલાષી સાધુઓ પોતે જ પોતાને અનુશાસન આપે છે, તેથી તે અનુશાસનનું સ્વરૂપ બતાવે છે – ગાથા :
बायालीसेसणसंकडंमि गहणंमि जीव! न हु छलिओ ।
इहि जह न छलिज्जसि भुंजंतो रागदोसेहिं ॥३५४॥ અન્વયાર્થ:
વીયાનીસUસંજનિ દિviમિ=બેંતાલીસ એષણાથી સંકટ એવા ગહનમાં-એષણાના બેતાલીશ દોષોથી વ્યાપ્ત એવી ગુફામાં, ગીવ ! હે જીવ! ના છતિમો (તું) નથી જ છલાયો=છેતરાયો, રૂદિક અત્યારે મુંગંત=ભોજન કરતો એવો ગદરાવોર્દિ જેવી રીતે રાગ-દ્વેષ વડે જ છતિજ્ઞસિ તું ન છલાય. (તેવી રીતે તારે કરવું જોઈએ, એ પ્રકારે સાધુ પોતાના જ આત્માને અનુશાસન આપે છે.) ગાથાર્થ :
એષણાના બેંતાલીસ દોષોથી વ્યાપ્ત એવી ગુફામાં હે જીવ! તું નથી જ છેતરાયો, હવે ભોજન કરતો એવો તું જેવી રીતે રાગ-દ્વેષ વડે ન છલાય, તેવી રીતે તારે કરવું જોઈએ. આ પ્રકારે સાધુ પોતાના જ આત્માને અનુશાસન આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org