________________
૧૪
પ્રતિદિનક્રિયાવસ્તુકભોજના દ્વાર/ ગાથા ૩૪૮, ૩૪૯-૩૫૦
ટીકા?
उदाहरणमत्र श्रेष्ठिद्धयं जीर्णश्रेष्ठी अभिनवश्रेष्ठी च जिनेन्द्रपारणकादानदानयोरिति अदाने दाने च विधिभक्तिभावाभावात्, एकत्र विधिभक्त्योर्भाव: अन्यत्राऽभावः, मोक्षाङ्गं तत्र विधिभक्ती, न तद्रहितं दानमपीति गाथार्थः ॥३४८॥ ટીકાર્થ:
અહીં નિમંત્રણ કરવાના વિષયમાં, જિનેન્દ્રના પારણકવિષયક અદાન-દાનમાં=અદાનમાં અને દાનમાં, વિધિ અને ભક્તિનો ભાવ અને અભાવ હોવાથી, શ્રેષ્ઠિદ્વય=જીર્ણશ્રેષ્ઠી અને અભિનવશ્રેષ્ઠ ઉદાહરણ છે. એક સ્થાને વિધિ અને ભક્તિનો ભાવ છે, અન્ય સ્થાને અભાવ છે વિધિ અને ભક્તિનો અભાવ છે. તેમાં વિધિ અને ભક્તિ મોક્ષનું અંગ છે, તેનાથી રહિત એવું દાન પણ=વિધિ અને ભક્તિ વગરનું દાન પણ, નથી=મોક્ષનું અંગ નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પરિણામની વિશુદ્ધિથી અને પરિણામની વિશુદ્ધિ વગર નિમંત્રણા સામાચારી કરવાના વિષયમાં જીર્ણશ્રેષ્ઠી અને અભિનવશ્રેષ્ઠીનું દૃષ્ટાંત છે.
ભગવાનને જીર્ણશ્રેષ્ઠીએ પારણું ન કરાવ્યું અને અભિનવશ્રેષ્ઠીએ પારણું કરાવ્યું, છતાં જીર્ણશ્રેષ્ઠીને ભગવાનને પારણું કરાવવા વિષયક દાન આપવામાં વિધિ અને ભક્તિનો ભાવ હતો, તેથી ભગવાને તેમના ઘરે પારણું ન કર્યું તોપણ જીર્ણશ્રેષ્ઠીને નિર્જરાની પ્રાપ્તિ થઈ. તેમ કોઈ સાધુ વિધિ-ભક્તિના ભાવપૂર્વક નિમંત્રણા સામાચારી કરે અને પ્રાપૂર્ણક આદિ આહાર ગ્રહણ ન કરે, તોપણ નિમંત્રણા કરનાર સાધુને નિર્જરાની પ્રાપ્તિ થાય.
વળી અભિનવશ્રેષ્ઠીએ ભગવાનને પારણું કરાવ્યું, તોપણ ભગવાનને પારણું કરાવવાવિષયક વિધિ અને ભક્તિનો ભાવ ન હોવાથી તેને નિર્જરારૂપ ફળ મળ્યું નહિ. તેમ કોઈ સાધુ વિધિ-ભક્તિના ભાવ વગર નિમંત્રણા કરે અને પ્રાપૂર્ણકાદિ આહાર ગ્રહણ કરે તો પણ તે સાધુને નિર્જરા પ્રાપ્ત થાય નહિ. ૩૪૮ અવતરણિકા:
एतदेव स्पष्टयति - અવતરણિયાર્થ:
પૂર્વગાથામાં કહ્યું કે નિમંત્રણાથી થતી નિર્જરા અને અનિર્જરામાં જીર્ણશ્રેષ્ઠી અને અભિનવશ્રેષ્ઠીનું દૃષ્ટાંત છે. એને જ સ્પષ્ટ કરે છે –
ગાથા :
वेसालिवासठाणं समरे जिणपडिम सिट्ठिपासणया । अइभत्ति पारणदिणे मणोरहो अन्नहिं पविसे ॥३४९॥ जा तत्थ दाणधारा लोए कयपुन्नउ त्ति अ पसंसा । केवलिआगम पुच्छण को पुण्णो ? जिण्णसिट्टि त्ति ॥३५०॥युगलं॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org