________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભોજન' દ્વાર | ગાથા ૩૪૦-૩૪૮
છે=કાંઈ નિર્જરા નથી થતી; જે કારણથી આમ છે, તે કારણથી વિધિ અને ભક્તિ વડે નિમંત્રે; પરંતુ લાટપંજિકા માત્રને ન કરે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ:
ગોચરી લાવ્યા પછી સાધુ પ્રાપૂર્ણકાદિને નિમંત્રણા કરે, અને તે નિમંત્રણા કેવલ ઔપચારિક ભાષાથી કે પોતાનું ખરાબ ન દેખાય એવા કોઈ આશયથી કરે, તો પરિણામની વિશુદ્ધિ રહે નહિ; પરંતુ “આ નિર્વાણસાધક મુનિઓની ભક્તિ કરીને હું મારા આત્માને નિર્મળ કરું,” એ પ્રકારનો ભાવ રાખીને સાધુઓને નિયંત્રણ કરે તો પરિણામની વિશુદ્ધિ થાય અને નિર્જરા થાય; અને આવા પરિણામ વિના પ્રાથૂર્ણકાદિને અશન વગેરે આપે, તોપણ નિર્જરા થતી નથી. માટે શાસ્ત્રની વિધિપૂર્વક ગુણવાન સાધુઓને નિમંત્રણ કરવું જોઈએ, પરંતુ લાટપંજિકામાત્ર કરવી જોઈએ નહિ અર્થાત્ દેખાવ માત્ર ન કરવો જોઈએ.
અહીં “દેખાવ માત્ર કરે એટલે કંઈ ન આપવું” એવો અર્થ કરવાનો નથી, પરંતુ મારું ખરાબ ન દેખાય, તેવા કોઈક આશયથી નિયંત્રણા કરે, અને કદાચ તે સાધુ ગ્રહણ પણ કરે અને આ સાધુ આપે પણ; છતાં હૈયામાં ભક્તિભાવ કે આપવાના મનોરથો નહીં હોવાથી લાટપંજિકામાત્ર થાય છે, જેના કારણે નિર્જરાની પ્રાપ્તિ થતી નથી. II૩૪૭ના
અવતરણિકા
एतदेवोदाहरणतः स्पष्टयति
અવતરણિકાર્ય
આને જ અર્થાત્ ગાથા ૩૪૬માં કહ્યું કે સાધુ નિમંત્રણા કરે, અને કોઈ અશનાદિ ભિક્ષા ગ્રહણ ન કરે, તોપણ પરિણામની વિશુદ્ધિથી જ નિમંત્રણા કરનારને નિર્જરા થાય છે; અને ગાથા ૩૪૭માં કહ્યું કે પરિણામની વિશુદ્ધિ વગર નિમંત્રણા કરે, અને પ્રાથૂર્ણકાદિ અશનાદિ ભિક્ષા ગ્રહણ કરે, તોપણ તે નિમંત્રણા કરનાર સાધુને નિર્જરા થતી નથી. એ બંને કથનને જ, ઉદાહરણથી સ્પષ્ટ કરે છે -
ગાથા:
आहरणं सिट्टिदुगं जिणंदपारणगऽदाणदाणेसु । विभित्तिभावऽभावा मोक्खंगं तत्थ विहिभत्ती ॥ ३४८ ॥
૧૬૩
અન્વયાર્થ :
નિશિપારણાવાળવાળેતુ=જિનેન્દ્રના પારણકવિષયક અદાન-દાનમાં વિમિત્તિમાવામાવા=વિધિભક્તિનો ભાવ અને અભાવ હોવાથી સિદ્ધિતુાં શ્રેષ્ક્રિય આહળ ઉદાહરણ છે. તત્ત્વ=ત્યાં=જિનેન્દ્રના પારણાના વિષયમાં, વિમિત્તી-વિધિ-ભક્તિ મોવુંö=મોક્ષનું અંગ છે.
ગાથાર્થ:
જિનેન્દ્રના પારણાના વિષયમાં વિધિ-ભક્તિનો ભાવ હોવાને કારણે અદાનમાં, અને વિધિભક્તિનો અભાવ હોવાને કારણે દાનમાં બે શ્રેષ્ઠી ઉદાહરણ છે. ત્યાં વિધિ-ભક્તિ મોક્ષનું અંગ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org