________________
૧૬૦
પ્રતિદિનક્રિયાવસ્તક “ભોજના દ્વાર/ ગાથા ૩૪૫
વાપરે, અથવા ગુર વડે સૂચન કરાયેલ તે સાધુ સ્વયં પ્રાથૂર્ણકાદિને અશનાદિ આપીને ત્યારપછી શેષને વાપરે. ટીકાઃ
तत्र यदि प्राघूर्णकादयोऽर्थिनस्तत आगत्य गुरोनिवेदयति, ततश्च गुरुः प्राघूर्णकादिभ्यो ददाति, इत्थं दत्ते गुरुभिः तेभ्यः प्राघूर्णकादिभ्यः शेषं भुञ्जीत गुर्वनुज्ञातः सन्, अथ कथञ्चिदक्षणिको गुरुः ततो गुरुणा सन्दिष्टो वा सन् दत्त्वा प्राघूर्णकादिभ्यः शेषं ततो भुञ्जीत, शेषमिति न तेभ्य उद्धरितमेव किंत्वप्रधानमपि शेषमुच्यते, यथोक्तं-'सेसावसेसं लभऊ तवस्सी' इति गाथार्थः ॥३४५॥ ટીકાર્થ:
ત્યાં=માંડલીઅનુપજીવક સાધુ સર્વ સાધુઓને નિમંત્રણ કરે તેમાં, જો પ્રાથૂર્ણકાદિ અર્થી હોય અશનાદિ ગ્રહણ કરવાની ઇચ્છાવાળા હોય, તો માંડલીઅનુપજીવક સાધુ આવીને ગુરુને નિવેદન કરે છે, અને ત્યારપછી ગુરુ પ્રાપૂર્ણકાદિને આપે છે=માંડલીઅનુપજીવક સાધુના અશનાદિ આપે છે.
આ રીતે ગુરુ વડે તેઓને પ્રાથૂર્ણકાદિને, અશનાદિ અપાયે છતે ગુરુથી અનુજ્ઞાત છતા માંડલીઅનુપજીવક સાધુ શેષને=બાકી રહેલ અશનાદિને, વાપરે.
અથવા જો કોઈક રીતે ગુરુ અક્ષણિક સમય વગરના, હોય તો ગુરુ વડે સંદિષ્ટ છતા આજ્ઞા અપાયેલા એવા તે માંડલીઅનુપજીવક સાધુ, પ્રાપૂર્ણકાદિને આપીને ત્યારપછી શેષ અશનાદિને વાપરે.
શેષ” એટલે તેમાંથી ઉદ્ધરિત જ નહીં પોતે જે અશનાદિ પ્રાથૂર્ણકાદિ સાધુઓને આપે છે તેમાંથી પોતાને અનુકૂળ બાકી રખાયેલ જ અશનાદિ શેષ છે એમ નહીં, પરંતુ અપ્રધાનને પણ=સામાન્ય અશનાદિને પણ, શેષ કહેવાય છે.
આવા પ્રકારનો “શેષ' શબ્દનો અર્થ કરવામાં અથોત્તથી સાક્ષીપાઠ આપે છે-“શેષ એવા અવશેષને સામાન્ય એવા વધેલા અશનાદિને, તપસ્વી સાધુ પ્રાપ્ત કરે છે,” એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
માંડલીઅનુપજીવી સાધુ પ્રાયઃ તપસ્વી હોય છે. તેથી તેંઓ તપના પારણે સ્વયં પોતાની ભિક્ષા લાવે છે અને ત્યારપછી તેઓ પ્રાપૂર્ણકાદિ સાધુઓને નિમંત્રણા કરે છે, અને તેમાંથી કોઈ ભિક્ષા ગ્રહણ કરવા માટે ઇચ્છે તો તેઓને આપ્યા પછી જ શેષ એવી ભિક્ષા પોતે વાપરે છે.
અહીં “શેષ' શબ્દનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે કે પોતે લાવેલી ભિક્ષામાંથી પોતાને અનુકૂળ હોય તેવી વસ્તુ જુદી કાઢીને અન્ય ભિક્ષા પ્રાપૂર્ણકાદિને આપીને તે જુદું કાઢેલું શેષ ભોજન પોતે વાપરે એવો શેષ શબ્દનો અર્થ નથી; પરંતુ માંડલીઅનુપજીવી એવા તે તપસ્વી પણ સાધુ, પ્રાપૂર્ણકાદિને અનુકૂળ સારી ભિક્ષા આપ્યા પછી જે સામાન્ય ભિક્ષા વધી હોય તેને વાપરે. અને દેહને પુષ્ટ કરે તેવી પ્રધાન ભિક્ષા ન હોય તેવી પણ ભિક્ષાને “શેષ' કહેવાય છે. આથી કહ્યું કે તપસ્વી પોતાની લાવેલી ભિક્ષામાંથી જે સુંદર ભિક્ષા હોય તે ભક્તિથી પ્રાથૂર્ણકાદિને આપે અને શેષ એવા અવશેષ દ્રવ્યને પોતે વાપરે. આ રીતે નિમંત્રણા સામાચારીનું સમ્યફ પાલન કરનાર સાધુ નિર્જરા પ્રાપ્ત કરે છે. ||૩૪પા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org