________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘આલોચના' દ્વાર | ગાથા ૩૪૧
અન્વયાર્થ:
તાદ્દે ત્યારપછી=ગુરુને આહાર બતાવ્યા પછી, જુરાનોઅમત્તપાળે=દુરાલોચિત ભક્ત-પાનના (નિમિત્તે) સામોસણ વા=અથવા એષણા-અનેષણાવિષયક (અનાભોગ નિમિત્તે) અન્નુસ્નામે=આઠ ઉચ્છ્વાસને અહવા=અથવા અણુહારૂં ૩ જ્ઞાÜા=અનુગ્રહાદિને જ ધ્યાન કરે.
ગાથાર્થઃ
ગુરુને આહાર બતાવ્યા પછી દુરાલોચિત ભક્ત-પાનના નિમિત્તે અથવા એષણા-અનેષણાવિષયક અનાભોગના નિમિત્તે આઠ શ્વાસોશ્વાસનું અથવા અનુગ્રહાદિનું જ ધ્યાન કરે.
ટીકા :
1
ततः=तदनन्तरं दुरालोचितभक्तपानयोर्निमित्तमिति गम्यते एषणाऽनेषणयोर्वा अनाभोगनिमित्तमिति गम्यते अष्टावुच्छ्वासान् पञ्चनमस्कारमित्यर्थः ध्यायेतेति योग:, अथवाऽनुग्रहाद्येव 'जइ मे अणुग्गहं कुज्जा साहू' इत्यादि ध्यायेद्, इयं गोचरचर्येति गाथार्थः ॥ ३४९ ॥
ટીકાર્ય
૧૫૫
ત્યારપછી=ગુરુને આહાર બતાવ્યા પછી, દુરાલોચિત ભક્ત-પાનના નિમિત્તે અથવા એષણાઅનેષણાવિષયક અનાભોગના નિમિત્તે આઠ ઉચ્છ્વાસને=પંચનમસ્કારને, ધ્યાન કરે. ‘ધ્યાયેત' એ પ્રકારે યોગ છે=મૂળગાથાના અંતે રહેલ જ્ઞાા નો અનુસ્ખાને સાથે સંબંધ છે. ટુરાનોવિતમપાનયો: પછી ‘નિમિત્તે’ પદ અને ખળાનેષળયોર્ચા પછી ‘અનામોનિમિત્ત’ પદ અધ્યાહાર છે.
અથવા=પંચનમસ્કારનું ધ્યાન કરે અથવા, ‘જ્ઞરૂ મે અનુદું પ્ના સાદૂ' ઇત્યાદિ રૂપ અનુગ્રહાદિનું જ ધ્યાન કરે. આ=ગાથા ૨૯૭થી ૩૪૧ સુધી બતાવી એ, ગોચરચર્યા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
ગોચરી લાવ્યા પછી સાધુ ગુરુ પાસે ગોચરીની આલોચના કરે, અને તે આલોચનામાં કદાચ કોઈક અશુદ્ધિ રહી ગઈ હોય અથવા તો ગોચરીની ગવેષણા કરતી વખતે અનાભોગથી કોઈ દોષ લાગ્યો હોય, અને તેની પોતાને ઉપસ્થિતિ ન થઈ હોય, તો તેની શુદ્ધિ માટે સાધુ ગુરુને ગોચરી બતાવ્યા પછી કાઉસ્સગ્ગ કરે છે. તેથી સાધુને આ પ્રકારની ઉપસ્થિતિ હોય કે મારે ગોચરીની આલોચના ગુરુ પાસે સમ્યક્ કરવી જોઈએ, છતાં પણ ગુરુ પાસે આલોચના કરવામાં કાંઈક ખામી રહી ગઈ હોય, અથવા તો અનાભોગથી પણ ગોચરીની ગવેષણા કરવામાં કોઈ દોષ લાગ્યો હોય તો તેની શુદ્ધિ માટે હું આ કાઉસ્સગ્ગ કરું છું. આ પ્રકારના પ્રતિસંધાનપૂર્વક કાઉસ્સગ્ગ કરવાથી ગોચરીમાં લાગેલ દોષોથી થયેલ પાપ નાશ પામે છે.
Jain Education International
વળી પાપના ક્ષય માટે કરાતા કાઉસ્સગ્ગમાં ધ્યાન બે પ્રકારે કરાય છે : (૧) નમસ્કારના ચિંતવનથી કરાય છે, જેનાથી થયેલા શુભ ભાવોથી પાપ નાશ પામે છે; અથવા તો (૨) ‘આ મહાત્માઓ મારા પર અનુગ્રહ કરીને મારી લાવેલી ગોચરી ગ્રહણ કરો,' એ પ્રકારના અનુગ્રહાદિના શુભ ચિંતવનથી કરાય છે, જેનાથી પણ લાગેલ પાપ નાશ પામે છે. II૩૪૧
For Personal & Private Use Only
www.jainelibrary.org