________________
૧૫૪
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આલોચના' દ્વાર/ ગાથા ૩૩૯ થી ૩૪૧ આથી ગુરુને આહાર બતાવતાં પહેલાં સાધુએ મસ્તક અને પાત્રનું પ્રમાર્જન કરવું જોઈએ, જેથી જીવોની સમ્યગૂ યતના થાય, અને આ પ્રકારની યતનાથી જ સાધુનો ષકાયના પાલનનો પરિણામ રક્ષિત થાય છે. ૩૩૯ો. અવતરણિકા :
गुरोराहारदर्शनविधिमाह - અવતરણિકાર્ય :
ગુરુને આહારના દર્શનની વિધિને કહે છે અર્થાત્ ભિક્ષાનું આલોચન કર્યા પછી મસ્તક અને પાત્રનું પ્રમાર્જન કરીને ઊધ્વદિ દિશાઓનું સંપૂર્ણ અવલોકન કર્યા બાદ સાધુ લાવેલ આહાર ગુરુને બતાવે છે. આથી ગુરુને આહાર બતાવવાની વિધિને કહે છે –
ગાથા :
काउं पडिग्गहं करयलंमि अद्धं च ओणमित्ताण ।
भत्तं वा पाणं वा पडिदंसिज्जा गुरुसगासे ॥३४०॥ અન્વયાર્થ:
ગુરુ'IB=ગુરુ પાસે પહદં પ્રતિગ્રહને=પાત્રને, રત્નમિ=કરતલમાં હથેળીમાં, વરં (ગ્રહણ) કરીને દ્ધ ચ=અને અર્ધ ગોમિત્તા=અવનમન કરીને=નમીને, મત્ત વા પાdi વા=ભક્તને અને પાનને પરિસિબ્બા=બતાવે.
ગાથાર્થ :
ગુરુ પાસે પાત્રને હથેળીમાં ગ્રહણ કરીને અને અર્ધ નમીને ભાત અને પાણી બતાવે. ટીકા? _कृत्वा प्रतिग्रहं करतले, अप्रावृत्तोपघातसंरक्षणार्थं पृष्ठतोऽवलोकनं कृत्वा, अर्द्ध चाऽवनम्य, ततः किमित्याह-भक्तं वा पानं वा प्रतिदर्शयेद् गुरुसकाशे आचार्यसमीप इति गाथार्थः ॥ ३४०॥ ટીકાર્ય : - અપ્રાવૃત્તના ઉપઘાતના સંરક્ષણ અર્થે ઝોળીમાંથી બહાર કાઢેલા ખુલ્લા પાત્રને કૂતરાદિથી ઉપઘાત થાય તેના રક્ષણ માટે, પાછળથી અવલોકનને કરીને પ્રતિગ્રહને કરતલમાં કરીને=પાત્રને હાથમાં ગ્રહણ કરીને, અને અર્ધ નમીને, ત્યારપછી ગુરુની પાસે=આચાર્યની સમીપમાં, ભક્તને અને પાનને બતાવે. એ પ્રમાણે ગાથાર્થ છે. li૩૪all
ગાથા :
ताहे दुरालोइअभत्तपाणे एसणमणेसणाए वा । अदुस्सासे अहवा अणुग्गहाई उ झाएज्जा ॥३४१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org