________________
૧૫૩
પ્રતિદિનક્રિચાવતુક/ “આલોચના' દ્વાર/ ગાથા ૩૩૯ અવતરણિકા :
પૂર્વગાથામાં ઊર્ધ્વ, અધો અને તિર્યક નિરીક્ષણ કરવાનું પ્રયોજન બતાવ્યું. હવે મસ્તક અને પાત્રનું પ્રમાર્જન કરવાનું પ્રયોજન બતાવે છે – ગાથા :
ओणमओ पवडिज्जा सिरओ पाणा अओ पमज्जिज्जा ।
एमेव उग्गहमि वि मा संकुडणे तसविणासो ॥३३९॥ અન્વચાઈ:
મોનો સો=નમતા એવા શિર પરથી પUT=પ્રાણીઓ=જીવો, પવવિજ્ઞા=પડેઃપાત્રામાં પડે, મેવ એ રીતે જ ૩ િવિ=અવગ્રહમાં પણ=પાત્રમાં પણ, સંડો સંકોચ થયે છતે તવિUTIણો મા==સનો વિનાશ ન થાઓ. મને મન્ન=આથી પ્રમાર્જે. ગાથાર્થ :
નમતા એવા મસ્તક પરથી જીવો પાત્રામાં પડે, આથી મસ્તકની પ્રાર્થના કરે. એ રીતે જ પાત્રામાં પણ સંકોચ થયે છતે ત્રસ જીવોનો વિનાશ ન થાઓ, આથી પ્રમાર્જે. ટીકાઃ
अवनमतः प्रपतेयुः शिरसः प्राणिन इति, अप्राणिनामप्युपलक्षणमेतत्, अतः प्रमार्जयेद्, एवमेव अवग्रहेऽपि प्रतिग्रहेऽपि, मा संकोचे उद्घाट्यमानपात्रबन्धसङ्कोचे त्रसविनाश इति तल्लग्नत्रसघात इत्यतः प्रमार्जयेदिति गाथार्थः ॥३३९॥ ટીકાર્ય :
નમતા એવા શિરથી પ્રાણીઓ=જીવો, પડે. આ અપ્રાણીઓનું પણ=કચરો વગેરે અજીવોનું પણ, ઉપલક્ષણ છે. આથી પ્રમાર્જી=સાધુ શિરનું પ્રમાર્જન કરે. આ રીતે જ અવગ્રહમાં પણ છે–પ્રતિગ્રહમાં પણ છે, સંકોચ થયે છત–ઉઘાડાતા એવા પાત્રબંધનો સંકોચ થયે છતે, વ્યસનો વિનાશ તેમાં લાગેલા ત્રસનો ઘાત પાત્રબંધમાં લાગેલા ત્રસ જીવોનો નાશ, ન થાઓ. એથી પ્રમાર્જે સાધુ પાત્રનું પ્રમાર્જન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
વળી, ગુરુને આહાર બતાવવા માટે ઝોળીમાંથી માત્રા બહાર કાઢતાં પહેલાં સાધુ મસ્તકનું પ્રમાર્જન કરે; કેમ કે મસ્તક પર કોઈ જીવ પડેલ હોય તો ગુરુને ગોચરી બતાવવા માટે મસ્તક નમાવતી વખતે તે મસ્તક પર રહેલ જીવ પાત્રામાં પડે, જેથી જીવવિરાધના થાય.
વળી, સાધુ મસ્તકનું પ્રમાર્જન કર્યા પછી પાત્રનું પ્રમાર્જન કરે; કેમ કે આહાર બતાવવા માટે ઝોળી ખોલીને પાત્ર બહાર કાઢતી વખતે ઝોળી સંકોચાય ત્યારે ઝોળી સાથે પાત્રનું ઘર્ષણ થવાથી પાત્ર પર રહેલ જીવ મરી જવાની સંભાવના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org