________________
૧૫૨
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘આલોચના' દ્વાર / ગાથા ૩૩૮
નોંધઃ
(૧) ટીકામાં ઝીલવા પતનમાર્થ અતઃ છે તેને સ્થાને મૂળગાથા પ્રમાણે જીતવા પતનાવિક્ષાર્થ અથ:
હોવાની સંભાવના છે.
(૨) મૂળગાથામાં રહેલ પેઢે ક્રિયાપદ જોવાની ક્રિયાનો વાચક છે અને તેનું ઊર્ધ્વ, અધો અને તિર્યક્, એમ
ત્રણેય સાથે જોડાણ છે.
* ‘“પતનાવિ’’માં ‘આવિ' પદથી જીવોનું ગ્રહણ કરવું.
ટીકાર્ય :
તેના પુરીષાદિના પાતથી રક્ષણ અર્થે=ગરોળી આદિની વિષ્ટા આદિ પડવાથી રક્ષણ અર્થે, ઊર્ધ્વ ગૃહકોકિલા આદિને=ઉપર ગરોળી આદિને, જુએ, અથવા પાઠાંતરને આશ્રયીને ઊર્ધ્વ પુષ્પ-ફળાદિને જુએ. આ પણ=પુષ્પ-ફળાદિનું પતન પણ, મંડપાદિમાં રહેલ સાધુઓને થાય જ છે, અને તે કારણથી તેના પુષ્પફળાદિના, પાતથી થતા સંઘટ્ટનાદિની રક્ષા અર્થે ઉપર જુએ, એમ અન્વય છે.
તેના આપાતના પરિહરણ માટેબિલાડા આદિના અથડાવાનો પરિહાર કરવા માટે, તિહુઁ બિલાડા, કૂતરા, બાળક આદિને જુએ. અને કીલક, દારુકથી પતનની રક્ષા અર્થે=ખીલા, લાકડાથી પાત્ર પડવા વગેરેની રક્ષા અર્થે, અધઃ=નીચે જુએ. મૂળગાથાના અંતે રહેલ પ્રેક્ષેત ક્રિયા સર્વત્ર અનુવર્તે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ:
ભિક્ષાટન કરીને આવેલા સાધુ ભિક્ષાનું આલોચન કર્યા પછી ગુરુને ઝોળી ખોલીને ગોચરીના પાત્રા બતાવતાં પૂર્વે ઉપર ગરોળી વગેરે હોય તો તેની વિષ્ટા વગેરે પાત્રમાં ન પડે તે માટે ઊર્ધ્વ નિરીક્ષણ કરે, અને જો ૢ ઘરોડ્વાડ્ એ પાઠના બદલે ‘‡ પુખ્તતાવી’ એ પાઠ ગ્રહણ કરીએ તો તેનો અર્થ આ પ્રમાણે છે : ઉપરથી પુષ્પ, ફળ વગેરેના પાતના રક્ષણ માટે સાધુ ઊર્ધ્વ જુએ છે, અને આ પણ મંડપબગીચા વગેરેમાં રહેલા સાધુઓને માટે સંભવિત બને જ છે. તેથી પુષ્પ, ફળ વગેરે પાત્રમાં ન પડે અથવા તેનો સંઘટ્ટો ન થાય એ માટે સાધુ ઉપર નિરીક્ષણ કરે.
વળી, બિલાડી, કૂતરો, નાનો બાળક વગેરે ન આવે એટલા માટે સાધુ તિર્યક્ નિરીક્ષણ કરે; કેમ કે બિલાડી વગેરે પાત્રાને પાડી નાખે તો ભિક્ષા ઢોળાઈ જવાથી જીવવિરાધના થવાનો સંભવ રહે. માટે છકાયના પાલનમાં દયાળુ સાધુએ તે પ્રકારની વિરાધનાના રક્ષણ માટે ઝોળીમાંથી પાત્રા કાઢતાં પૂર્વે અવશ્ય તિહુઁ જોવું જોઈએ.
વળી નીચે જમીન ૫૨ જોયા વગર સાધુ પાત્રા મૂકે તો નીચે ખીલી વગેરે કંઈ હોય તો પાત્રા પડી જાય, તેમ જ નીચે જીવજંતુ ફરતા હોય તો તે દબાઈ જાય, જેથી જીવવિરાધના થાય. માટે સાધુ ઝોળીમાંથી પાત્રા કાઢીને નીચે મૂકતાં પૂર્વે અધઃ નિરીક્ષણ કરે.
આ પ્રકારની યતના કરવાથી ષટ્કાયના પાલનનો પરિણામ થાય છે, અને સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવાનો વિવેક પ્રગટે છે. ૧૩૩૮॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org