________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આલોચના' દ્વાર/ ગાથા ૩૩૫
૧૪૦
અન્વયાર્થ :
વાને મgİતે કાળ નહીં પહોંચતે છતે, ૩વ્યા વા વિ=અથવા (ભિક્ષા લાવવાથી સાધુ) ગ્રાન્ત હોય, ત્રિાસ વ્ર વેના ગરૂછઠ્ઠ અથવા ગ્લાનને (ગોચરી આપવાની) વેળા જતી હોય, વ ૩બ્રાવો=અથવા ગુરુ શ્રાન્ત હોય (તો) મોહમાનોઓઘથી=સામાન્યથી, આલોચન કરે. ગાથાર્થ :
કાળ પહોંચતો ન હોય અથવા ભિક્ષા લાવવાથી સાધુ શ્વાન હોય અથવા ગ્લાનને ગોચરી આપવાની વેળા જતી હોય અથવા ગુરુ ગ્રાન્ત હોય, તો સામાન્યથી આલોચન કરે. ટીકાઃ
काले अप्रभवति सति, उव्वाओ वा वि त्ति श्रान्तो वा भिक्षाटनेनेति, ओहमालोए सामान्येनालोचयेत्, वेला ग्लानस्य वाऽतिगच्छति, गुरुर्वा श्रान्तः श्रुतचिन्तनिकादिनेति सामान्येनाऽऽलोचयेत्, यदि शुद्धैव ततः 'प्रथमपश्चिमे सर्वसाधुप्रायोग्यं 'इत्यादीति गाथार्थः ॥३३५॥ ટીકાર્ય :
કાળ નહીં પહોંચતે છતે અથવા ભિક્ષાટનથી શ્રાંત હોય=સાધુ ભિક્ષા માટે ફરવાથી થાકેલ હોય, તો ઓઘ આલોચન કરે= સામાન્યથી આલોચન કરે, અથવા ગ્લાન સાધુની વેળા જતી હોય=અતિક્રાંત થતી હોય, અથવા ગુરુ શ્રુતચિંતનકાદિથી શ્રાંત હોય એથી સામાન્યથી આલોચન કરે. તે ઓઘ આલોચનનું સ્વરૂપ બતાવે છે – જો ભિક્ષા શુદ્ધ જ હોય તો પ્રથમ-પશ્ચિમ નથી, માટે સર્વ સાધુઓને પ્રાયોગ્ય છે,' ઇત્યાદિ બોલે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
(૧) ગાથા ૩૩૪માં બતાવ્યું તે રીતે, પ્રથમ ભિક્ષાથી માંડીને છેલ્લી ભિક્ષા સુધી આલોચના કરવામાં અન્ય ઉચિત ક્રિયાઓ માટે સમય ઓછો પડે તેમ હોય તો સાધુએ ઓધથી આલોચના કરવી જોઈએ.
(૨) ભિક્ષા લાવવામાં ઘણો સમય થયો હોવાથી થાકેલા સાધુ વિસ્તારથી આલોચના કરવા માટે સમર્થ ન હોય ત્યારે સાધુએ ઓઘથી આલોચના કરવી જોઈએ.
(૩) વિસ્તારથી આલોચના કરવા જતાં ગ્લાન સાધુને ગોચરી આપવાનું મોડું થતું હોય તો પણ સાધુએ ઓઘથી આલોચના કરવી જોઈએ.
(૪) ગુરુ શાસ્ત્રો ભણાવવા આદિની ક્રિયાથી શ્રાન્ત થયેલા હોય અથવા સમુદાયની ચિંતાને કારણે શ્રાન્ત થયેલા હોય ત્યારે પણ સાધુએ ઓઘથી આલોચના કરવી જોઈએ.
વળી તે ઓઘથી આલોચના કેવી રીતે કરે ? તે સંક્ષેપથી બતાવે છે –
જો ભિક્ષા સર્વ દોષોથી રહિત એવી શુદ્ધ જ હોય તો પૂર્વકર્મ અને પશ્ચાતકર્મ નથી. આથી સર્વ ભિક્ષા સાધુપ્રાયોગ્ય છે, એમ બોલીને ઓઘથી આલોચના કરે. ટીકામાં પ્રથમેશને પછી “અન્ય' શબ્દ અધ્યાહાર છે, જે અભાવ અર્થમાં છે. તેથી એ અર્થ પ્રાપ્ત
પ્રથમ' એટલે પર્યકર્મ ‘ મ' એટલે પશ્ચાતકર્મ, તે બંનેનો અભાવ છે. અને ત્યારપછી “સર્વ સાધુઓને પ્રાયોગ્ય છે,” એમ કહેવા દ્વારા આધાકર્માદિ કોઈ દોષો થયા નથી, એમ સૂચન કરાયું છે. ૩૩પા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org