________________
૧૪૬
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આલોચના' દ્વાર/ ગાથા ૩૩૪-૩૩૫ ક્યાંથી આરંભીને? અર્થાત્ આ પ્રકારનું આલોચન પણ ક્યાંથી આરંભીને ક્યાં સુધી કરે? એથી અવધિને કહે છે અર્થાત્ આલોચન કરવા વિષયક મર્યાદાને કહે છે –
પ્રથમ ભિક્ષાથી આરંભીને જ્યાં સુધી ચરમ=પશ્ચિમ=છેલ્લી, ભિક્ષા થાય, ત્યાં સુધી આલોચન કરે, એમ અન્વય છે.
મૂળગાથામાં નહિ પછી રહેલો ‘તુ' શબ્દ પત્રકારના અર્થવાળો છે. તેથી “ગૃહીત જ એમ પ્રાપ્ત થાય, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
સાધુ નર્તિત આદિ છ દોષોથી રહિત થઈને ગુરુની પાસે આલોચના કરે અથવા તો ગુરુએ આલોચના સાંભળવાની સંમતિ આપી હોય એવા જયેષ્ઠ સાધુ પાસે આલોચના કરે, અને તે આલોચના કઈ રીતે કરે? તે બતાવે છે –
સાધુ ભિક્ષા માટે નીકળ્યા હોય ત્યારે પહેલા ઘરથી માંડીને છેલ્લા ઘર સુધી ભાત વગેરે જે જે ભિક્ષા જે જે પ્રકારે ગ્રહણ કરેલ હોય, તે તે ભિક્ષાને તે તે પ્રકારે સર્વ નિવેદન કરે. અર્થાત્ પહેલા ઘરેથી ડોયા વગેરે અમુક સાધનથી અમુક પ્રકારનો વ્યાપાર કરતી વ્યક્તિ પાસેથી મેં વહોર્યું હતું, અને તે ડોયો વગેરે સાધન પૃથ્વીરજ વગેરેથી સંસૃષ્ટ હતાં કે અસંતૃષ્ટ હતાં, વળી વહોરાવનાર વ્યક્તિએ કઈ ક્રિયા કરતાં વહોરાવ્યું? એ સર્વ વાત નિવેદન કરે.
અહીં ટીકામાં “ગૃહીતPવ' એમ “તુ'નો વિકાર કર્યો, તેના દ્વારા એ જણાવવું છે કે સાધુએ ભિક્ષાટન કરતી વખતે જે ભિક્ષાનો પ્રતિષેધ કર્યો હોય અર્થાત્ વહોરાવનાર પાસેથી જે ભિક્ષા ગ્રહણ ન કરી હોય, તેનું ગુરુ પાસે નિવેદન કરવાની જરૂર નથી, પરંતુ વહોરાવનાર પાસેથી પોતે ગ્રહણ કરેલ જ ભિક્ષાનું ગુરુ પાસે નિવેદન કરવાનું છે. આ૩૩૪ અવતરણિકા :
अपवादमाह - અવતરણિતાર્થ:
અપવાદને કહે છે – ભાવાર્થ:
પૂર્વગાથામાં કહ્યું કે પ્રથમ ભિક્ષાથી માંડીને છેલ્લી ભિક્ષા સુધી જે ભિક્ષા જે પ્રકારે ગ્રહણ કરી હોય તે ભિક્ષાની તે પ્રકારે આલોચના કરે. તેમાં અપવાદ બતાવે છે –
ગાથા :
काले अपहुप्पंते उव्वाओ वा वि ओहमालोए । वेला गिलाणगस्स व अइगच्छइ गुरू व उव्वाओ ॥३३५॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org