________________
પ્રતિદિનક્રિયાવસ્તુકI ‘આલોચના' દ્વાર/ ગાથા ૩૩૨-૩૩૩
૧૪૩
ગાથાર્થ :
કર, પાદ, ભૂકુટિ, શિર, આંખ, ઓષ્ઠ વગેરે વડે નર્તિત આલોચના કરવી તે નૃત્યદોષ છે. હાથને અને શરીરને વાળીને આલોચના કરવી તે વલનદોષ છે. કાયાથી અને ભાવથી ચલિત થઈને આલોચના કરવી તે ચલનદોષ છે. ટીકા :
करपादभूशिरोऽक्ष्योष्ठादिभिर्तितं नाम आलोचयेत् करादीनां षण्णां विकारतो न प्रवृत्तः, स्थित्वा धारयतीत्येतन्न कर्त्तव्यं, वलनं हस्तशरीरयोः सविकारमेतदपि न कार्य, चलनं कायेन भावेन च कायेन परावर्त्तनं भावेन चारुभिक्षादोषगूहनमिति गाथार्थः॥ ३३२॥ ટીકાર્ય :
હાથ, પગ, ભ્રમર, મસ્તક, આંખ, હોઠ આદિ વડે નર્તિત એટલે કદિ છ અંગોના વિકારથી પ્રવૃત્ત એવા સાધુ આલોચન ન કરે. ઊભા રહીને ધારણ કરે છે–ગુરુ પાસે સ્થિર ઊભા રહીને ગુરુ જે પ્રાયશ્ચિત્ત આપે તેને સાધુ ધારણ કરે છે, એથી આ નર્તન, કરવું જોઈએ નહીં.
હાથ અને શરીરનું વલન, વિકારવાળું આ પણ વલન પણ, કરવું જોઈએ નહીં. કાયથી અને ભાવથી ચલન, કાયથી પરાવર્તન શરીરને મરડવું, ભાવથી સુંદર ભિક્ષાના દોષોને છુપાવવા. આ પ્રકારનું ચલન પણ કરવું જોઈએ નહીં, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
સાધુ હાથને, પગને, ભૂકુટિને, મસ્તકને, ચક્ષુને કે હોઠને નચાવીને આલોચના કરતા હોય તો નૃત્ય નામનો દોષ થાય છે. તેથી સાધુએ ભિક્ષામાં લાગેલા અતિચારોની તે રીતે આલોચના કરવી જોઈએ નહીં.
વળી, સાધુ હાથને અને શરીરને વાળીને આલોચના કરતા હોય તો વલન નામનો દોષ થાય છે. તેથી તે રીતે આલોચના ન કરવી જોઈએ, પરંતુ વિનયપૂર્વક હાથ જોડીને ઉચિત મુદ્રાથી આલોચના કરવી જોઈએ.
વળી, કાયાથી ચલન અને ભાવથી ચલન એમ બે પ્રકારે ચલન નામનો દોષ છે. તેમાં આલોચના કરતી વખતે આળસ મરડતા હોય તો કાયાથી ચલનદોષ થાય છે, અને સારી ભિક્ષા મેળવવામાં લાગેલા દોષોને ગુરુ સમક્ષ છુપાવતા હોય તો ભાવથી ચલનદોષ થાય છે. તેથી તે રીતે આલોચના કરવી જોઈએ નહીં. ૩૩૨ા અવતરણિકા:
ગાથા ૩૩૧માં ભિક્ષામાં લાગેલ દોષોનું ગુરુ પાસે નિવેદન કરતી વખતે સાધુને વર્જન કરવા યોગ્ય છ દોષો બતાવેલ, તેમાંથી નૃત્ય, વિલન, ચલન એ ત્રણ દોષોનું સ્વરૂપ પૂર્વગાથામાં બતાવ્યું. હવે ગૃહસ્થભાષા, મૂકભાષા અને ઢઢરસ્વરનું સ્વરૂપ બતાવીને શેનું આલોચન કરવું જોઈએ? તે બતાવે છે – ગાથા :
गारत्थिअभासाओ य वज्जए मूअ ढड्डूरं च सरं । आलोए वावारं संसट्ठिअरे य करमत्ते ॥३३३॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org