________________
૧૪૦
પ્રતિદિનક્રિયાવસ્તુક “આલોચના' દ્વાર / ગાથા ૩૨૯-૩૩૦
ગાથા :
अव्वक्खित्तं संतं उवसंतमुवट्ठियं च नाऊणं ।
अणुण्णवित्तु मेहावी आलोएज्जा सुसंजओ ॥३२९॥ અન્વયાર્થ :
વ્યવવત્ત સંત વસંતમુર્ઘ ર નાકv=અવ્યાક્ષિપ્ત છતા ઉપશાંત અને ઉપસ્થિત એવા ગુરુને જાણીને મેદાવી સુસંગમો મેધાવી સુસંયત અણુવિજુ=અનુજ્ઞાપન કરીને=ગુરુની અનુજ્ઞા માંગીને, માતાજ્ઞ=આલોચન કરે. ગાથાર્થ :
અવ્યાક્ષિપ્ત છતા ઉપશાંત અને ઉપસ્થિત એવા ગુરુને જાણીને મેધાવી સુસંગત ગુરુની અનુજ્ઞા માંગીને આલોચન કરે. ટીકાઃ
अव्याक्षिप्तं सन्तमुपशान्तमुपस्थितं च ज्ञात्वा अनुज्ञाप्य मेधावी आलोचयेत् सुसंयत इति गाथासमासार्थः ॥३२९॥ ટીકાર્ય :
અવ્યાક્ષિપ્ત છતા, ઉપશાંત અને ઉપસ્થિત ગુરુને જાણીને મેધાવી સુસંયત અનુજ્ઞાપન કરીને=ગુરુ પાસે આલોચનની અનુજ્ઞા માંગીને, આલોચન કરે, એ પ્રમાણે ગાથાનો સમાસાર્થ છે. ભાવાર્થ :
અન્ય પ્રવૃત્તિમાં વ્યાક્ષિપ્ત ન હોય, ઉપશાંત ચિત્તવાળા હોય અને આલોચના સાંભળવા માટે ઉપસ્થિત થયેલા હોય તેવા ગુરુને જાણીને ભિક્ષાટન કરીને આવેલા બુદ્ધિમાન સાધુ “હું આલોચના કરું?' એ પ્રમાણે અનુજ્ઞા માંગીને આલોચના કરે, જેથી ગુરુ આલોચનાનું સમ્યગુ અવધારણ કરી શકે. - સાધુને “મેધાવી’ વિશેષણ આપવાથી એ કહેવું છે કે ગુરુ કઈ સ્થિતિમાં હોય ત્યારે આલોચના ન કરવી અને ગુરુ કઈ સ્થિતિમાં હોય ત્યારે આલોચના કરવી, તે સમ્યગુ વિચારીને જે સાધુ આલોચના કરે તે સાધુ મેધાવી છે.
અને “સુસંયત’ વિશેષણ મૂકવા દ્વારા એ જણાવવું છે કે સંયમમાં અત્યંત ઉપયોગ રાખીને લેશ પણ માયા વગર ભિક્ષાટનકાળમાં પોતાની થયેલી સ્કૂલનાઓને સ્મૃતિમાં લાવીને જે સાધુ સંવેગપૂર્વક ગુરુને નિવેદન કરે તે સાધુ સુસંયત છે. [૩૨લા અવતરણિકા :
व्यासार्थमाह - અવતરણિકાઈઃ
પૂર્વગાથામાં બતાવેલ અવ્યાક્ષિપ્ત આદિ અવયવોના અર્થને વ્યાસથી વિસ્તારથી, કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org