________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘આલોચના' દ્વાર / ગાથા ૩૨૮-૩૨૯
અવતરણિકાર્ય
અને પૂર્વગાથામાં આલોચના નહીં કરવા યોગ્ય પાંચ સ્થાનો બતાવ્યાં, તે રૂપ કહેવાયેલ અર્થને પ્રગટ કરવા માટે ઓઘનિર્યુક્તના ભાષ્યકાર કહે છે
ગાથા :
कहणाई वक्खित्ते विगहाई पमत्त अन्नओ व मुहे ।
अंतर अकारगं वा नीहारे संकमरणं वा ॥ ३२८ ॥ दारं ॥
અન્વયાર્થઃ
1
હારૂં વવિત્તે=(ગુરુ) કથનાદિ દ્વારા વ્યાક્ષિપ્ત હોતે છતે, વિગાડું પમત્ત અન્નો વ મુદ્દે-વિકથાદિ દ્વારા પ્રમત્ત અથવા અન્યતો મુખવાળા હોતે છતે, (આલોચના ન કરવી.) અંતર અારાં વા=અંતરાય અથવા અકારક થાય=ગુરુ આહાર કરતા હોય ત્યારે આલોચના કરવાથી આહાર કરવામાં અંતરાય થાય અથવા આહાર ઠંડો થઈ જાય, નીહારે સંમરળ વા=અને નીહાર કરતે છતે (આલોચના કરવાથી) શંકાને કારણે= મળત્યાગની શંકાનો અવરોધ થવાને કારણે, મરણ થાય.
ગાથાર્થઃ
ગુરુ કથા આદિ દ્વારા વ્યાક્ષિપ્ત હોય, વિકથાદિ દ્વારા પ્રમત્ત હોય, બીજાની વાત સાંભળવાને અભિમુખ હોય, ત્યારે આલોચના ન કરવી. અથવા ગુરુ આહાર કરતા હોય ત્યારે આલોચના કરવામાં આવે તો ગુરુને આહાર કરવામાં અંતરાય થાય અથવા આહાર ઠંડો થઈ જાય. વળી ગુરુ નીહાર કરતા હોય ત્યારે આલોચના કરવાથી મળત્યાગની શંકાનો અવરોધ થવાને કારણે મરણ થાય. માટે તેવા સમયે ગુરુ પાસે આલોચના કરવી જોઈએ નહીં.
ટીકા
न व्याख्याता ॥३२८॥
૧૩૯
ભાવાર્થ:
ગુરુ ધર્મકથા વગેરેથી વ્યાક્ષિપ્ત હોય, અથવા વિકથા વગેરેથી પ્રમત્ત હોય અથવા તેઓનું બીજા કોઈ તરફ મુખ હોય, ત્યારે આલોચના ન કરે. વળી ગુરુ આહાર કરતા હોય ત્યારે આલોચના ન કરે; કારણ કે આલોચના સાંભળે તેટલો સમય ગુરુને આહા૨ ક૨વામાં અંતરાય થાય અથવા આહાર ઠંડો થાય. ગુરુ નીહાર કરતા હોય ત્યારે પણ શિષ્ય આલોચના ન કરે; કારણ કે સાધુ આલોચના કરતા શું બોલી રહ્યા છે ? એ પ્રકારનો સાંભળવામાં ઉપયોગ જવાને કારણે ઝાડો ન થાય, જેથી મરણ પણ થાય. ૩૨૮॥ અવતરણિકા :
ગાથા ૩૨૭-૩૨૮માં ગુરુ કઈ અવસ્થામાં હોય ત્યારે આલોચના ન કરવી જોઈએ ? તે બતાવ્યું. હવે ગુરુ કઈ અવસ્થામાં હોય ત્યારે કઈ રીતે આલોચના કરવી જોઈએ ? તે બતાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org