________________
૧૩૮
પ્રતિદિનક્રિયાવક, “આલોચના' દ્વાર/ ગાથા ૩૨૦-૩૨૮
ટીકા : ___ व्याक्षिप्ते धर्मकथादिना, पराङ्मुखे अन्यतोमुखे, प्रमत्ते विकथादिना, एवम्भूते गुराविति गम्यते मा कदाचिदालोचयेत्, तद्दोषानवधारणसम्भवाद्, आहारं वा कुर्वति सति, असहिष्ण्वकारकादिदोषसम्भवात्, नीहारं वा=मात्रकादौ पुरीषपरित्यागं वा यदि करोति, शङ्काधरणमरणादिदोषसम्भवादिति गाथार्थः ॥३२७॥ ટીકાર્ય
ધર્મકથાદિ દ્વારા વ્યાક્ષિપ્ત, પરાઠુખ અન્યતો મુખવાળા=બીજી બાજુ મુખવાળા, વિકથાદિ દ્વારા પ્રમત્ત, આવા પ્રકારના ગુરુ હોતે છતે ક્યારેય આલોચના ન કરે; કેમ કે તેના ભિક્ષાના, દોષોના અનવધારણનો સંભવ છે. અથવા આહારને કરતે છતે આલોચના ન કરે; કેમ કે અસહિષ્ણુ એવા ગુરુને અકારક આદિ દોષોનો સંભવ છે. અથવા જો નીહાર=માત્રકાદિમાં મળના પરિત્યાગને, કરતા હોય તો આલોચના ન કરે; કેમ કે શંકાના ધરણને કારણે=મળત્યાગની શંકાના ધારણને કારણે, મરણાદિ દોષોનો સંભવ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
ગુરુ ધર્મકથાદિ કરવા દ્વારા વ્યાક્ષિપ્ત હોય, અથવા આલોચના સાંભળવાને અભિમુખ ન હોય, અથવા ગુરુ વિકથાદિ દ્વારા પ્રમત્ત હોય, ત્યારે શિષ્યએ ભિક્ષા ગ્રહણ કરતી વખતે લાગેલ દોષોની આલોચના કરવી જોઈએ નહીં, કેમ કે ગુરુ વ્યાક્ષિપ્ત, પરાંમુખ કે પ્રમત્ત હોય ત્યારે આલોચના કરવામાં આવે તો શિષ્ય દ્વારા નિવેદન કરાતા ભિક્ષાગ્રહણકાળમાં લાગેલા દોષોનું ગુરુ અવધારણ સમ્યગું કરી શકે નહીં. - અહીં વિશેષ એ છે કે ગુરુ જો ધર્મકથા આદિ કરવામાં પ્રવૃત્ત હોય, તે વખતે શિષ્ય આલોચના કરે તો ગુરુનો ઉપયોગ આલોચના સાંભળવામાં સમ્યક રહે નહીં, માટે ગુરુ અવ્યાક્ષિપ્ત હોય ત્યારે આલોચના કરવી જોઈએ, જેથી શિષ્યની શુદ્ધિ થાય તે માટેનું સભ્ય પર્યાલોચન કરીને ગુરુ તે શિષ્યને શુદ્ધિનો સમ્યમ્ ઉપાય બતાવે.
વળી સામાન્ય રીતે ગુણવાન ગુરુ સંયમના યોગોમાં અપ્રમાદભાવથી ઉત્થિત હોય છતાં સંયમવૃદ્ધિના તેવા કોઈક પ્રયોજનવિશેષથી ગુણવાન પણ ગુરુ ક્યારેક વિકથાદિમાં પ્રમત્ત હોય ત્યારે શિષ્ય આલોચના કરે તો ગુરુનું ચિત્ત અપ્રમાદવાળું નહીં હોવાથી શુદ્ધિના ઉપાય માટેનો સમ્યગૂ યત્ન થાય નહીં. માટે ગુરુ સ્વયં અપ્રમાદવાળા હોય ત્યારે જ શિષ્યએ આલોચના કરવી જોઈએ.
વળી, ગુરુ આહાર કરતા હોય ત્યારે પણ આલોચના કરવી જોઈએ નહીં; કેમ કે ગુરુ શરીરથી અસહિષ્ણુ હોય તો તેઓને અકારક આદિ દોષો થવાનો સંભવ છે; અર્થાત્ આહાર ઠંડો થઈ જવાને કારણે ગુરુના શરીરમાં તકલીફો થવાનો સંભવ છે. અથવા તો ગુરુ નીહાર કરતા હોય ત્યારે પણ આલોચના કરવી જોઈએ નહીં; કેમ કે આલોચના સાંભળવામાં ગુરુને મળત્યાગની પ્રવૃત્તિ બરાબર ન થવાથી મળનો રોધ થવાને કારણે મરણ, રોગ થવારૂપ દોષો થવાનો સંભવ છે. ll૩૨૭. અવતરણિકા:
उक्तार्थप्रकटनार्थ चाह भाष्यकार: -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org