________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘આલોચના' દ્વાર | ગાથા ૩૨૬-૩૨૦
કાઉસ્સગ્ગ પાર્યા પછી ચતુર્વિશતિસ્તવરૂપ પ્રગટ લોગસ્સ બોલ્યા પછી ગુરુ પાસે જઈને ભાવથી ચારિત્રના પરિણામને પામેલા સાધુ શાસ્ત્રમાં કહેલ વિધિપૂર્વક ભિક્ષામાં લાગેલ દોષોનું નિવેદન કરે.
આશય એ છે કે “ભગવાનની આજ્ઞા પ્રમાણે મારે ઉચિત આલોચના કરવી છે” એ પ્રકારના તીવ્ર સંવેગપૂર્વક મુનિ ચારિત્રના પરિણામને ધારણ કરે છે, અને શાસ્ત્રમાં કહેલ વિધિનું સ્મરણ કરીને તે પ્રકારે ભિક્ષાનું નિવેદન કરે છે, જેથી અનાભોગ કે સહસાત્કારથી પણ કોઈ દોષ થયો હોય, તો તે દોષ ગુરુ પાસે અતિચારના નિવેદનકાળમાં નાશ પામે. II૩૨૬॥
અવતરણિકા :
तत्र विधिप्रतिषेधरूपत्वात् शास्त्रस्य प्रतिषेधद्वारेणाऽऽलोचनाविधिमाह
અવતરણિકાર્ય :
ત્યાં=પૂર્વગાથામાં કહ્યું કે ગુરુ પાસે જઈને સાધુ ભિક્ષાટનમાં લાગેલા દોષોનું વિધિપૂર્વક નિવેદન કરે તે કથનમાં, શાસ્ત્રનું વિધિ-પ્રતિષધરૂપપણું હોવાથી પ્રતિષેધના દ્વારથી આલોચનાની વિધિને કહે છે –
-
ભાવાર્થ:
પૂર્વગાથામાં કહ્યું કે ભાવથી ચારિત્રના પરિણામવાળા સાધુ વિધિપૂર્વક આલોચન કરે, એ શાસ્ત્રવચન વિધિરૂપ છે; પરંતુ શાસ્ત્રવચન એકાંતે વિધાન કરતું નથી, પણ લાભને સામે રાખીને વિધાન કરે છે અને લાભ ન દેખાય તેનો નિષેધ પણ કરે છે. તેથી શાસ્ત્રનું દરેક કથન વિધિ અને પ્રતિષધરૂપ છે. માટે હવે કેવા સંયોગોમાં સાધુએ આલોચના ન કરવી જોઈએ ? એ બતાવવારૂપ પ્રતિષેધ દ્વારા ગ્રંથકારશ્રી આલોચનાની
વિધિ બતાવે છે
-
૧૩૦
-
અથવા
ગાથા ૨૩૦ રૂપ મૂળદ્વારગાથામાં બતાવેલ ત્રીજું ‘ભિક્ષા’ દ્વાર ગાથા ૨૮૬થી ૩૨૬માં અને ચોથું ‘ઇર્યા’ દ્વાર ગાથા ૩૧૭થી ૩૨૬માં વર્ણવ્યું, હવે પાંચમા ‘આલોચના’ દ્વારને ગ્રંથકારશ્રી વર્ણવે છે
—
ગાથા :
वक्खत्त पराहुत्ते पत्ते मा कयाइ आलोए ।
आहारं च करिती नीहारं वा जइ करेइ ॥ ३२७॥ दारगाहा ||
Jain Education International
અન્વયાર્થઃ
વવિવૃત્ત=(ગુરુ) વ્યાક્ષિપ્ત હોતે છતે, પન્નુત્તુ=પરામુખ હોતે છતે, વમત્તે=પ્રમત્ત હોતે છતે આહાર ચ નિંતી=અથવા આહારને કરતે છતે નરૂ નીહાર વા જરૂ=અથવા જો નીહારને કરે છે, (તો) વાડ઼ મા આનોક્યારેય આલોચના કરવી જોઈએ નહીં.
ગાથાર્થ
ગુરુ વ્યાક્ષિપ્ત હોય ત્યારે, પરાખ઼ુખ હોય ત્યારે, પ્રમત્ત હોય ત્યારે, અથવા આહાર કરતા હોય અથવા નીહાર કરતા હોય ત્યારે, ક્યારેય આલોચના કરવી જોઈએ નહીં.
For Personal & Private Use Only
www.jainelibrary.org