________________
૧૩૬
પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર-ઇર્ચા દ્વાર-આલોચના' દ્વાર/ ગાથા ૩૨૬ અન્વયાર્થ :
અવિનં નોf=અખિલ યોગને સામુદાનિક અતિચારોરૂપ સમગ્ર યોગને, દ્વિતિg=ચિંતવીને તો અને ત્યારપછી નવવારેvi પરિત્તા=નવકારથી (કાયોત્સર્ગ) પારીને તાદે ત્યારપછી થયં સ્તવનેકલોગસ્સને, પઢિકા કહીને સાદૂસાધુ (ગુરુ પાસે જઈને) વિદિપ=વિધિથી માનો આલોચન કરે ભિક્ષાનું નિવેદન કરે. વિધ્વમિ=‘ભિક્ષા', “ઇર્યા' ત્તિ એ પ્રકારે સારું સાયં દ્વાર ગયુંસમાપ્તિને પામ્યું. ગાથાર્થ :
સામુદાનિક અતિચારોરૂપ સમગ્ર યોગનું ચિંતવન કરીને અને ત્યારપછી નવકારથી કાયોત્સર્ગ પારીને ત્યારબાદ લોગસ્સ બોલીને સાધુ ગુરુ પાસે જઈને વિધિથી ભિક્ષાનું નિવેદન કરે. ટીકા :
चिन्तयित्वा योगमखिलं-सामुदानिकं नमस्कारेण ततश्च तदनन्तरं पारयित्वा ‘णमो अरिहंताणं' इत्यनेन ततः पठित्वा स्तवमिति चतुर्विंशतिस्तवम् । व्याख्यातं शुद्धिद्वारम् तद्व्याख्यानाच्चेर्याद्वारम्, अधुनाऽऽलोचनाद्वारमाह- ततः चतुर्विंशतिस्तवपाठानन्तरं, गुरुसमीपं गत्वा साधुः-भावतश्चारित्रपरिणामापन्न: सन्, आलोचये=भिक्षानिवेदनं कुर्यात्, विधिना-प्रवचनोक्तेनेति गाथार्थः ॥३२६॥ ટીકાર્ય :
સામુદાનિકરૂપ અખિલ યોગને ચિંતવીને, અને ત્યારપછી ‘નમો અરિહંતાણં' એ પ્રકારના આ નમસ્કાર વડે પારીને, ત્યારપછી સ્તવને ચતુર્વિશતિ સ્તવને, કહીને; ગુરુ પાસે આલોચન કરે એમ અન્વય છે. શુદ્ધિ દ્વાર વ્યાખ્યાન કરાયું, અને તેના=શુદ્ધિ દ્વારના, વ્યાખ્યાનથી ઈર્યાદ્વાર વ્યાખ્યાન કરાયું. હવે આલોચના દ્વારને કહે છે –
ત્યારપછી=ચતુર્વિશતિસ્તવના પાઠની અનંતર=લોગસ્સ બોલ્યા પછી, ભાવથી ચારિત્રપરિણામથી આપન્ન છતા ગુરુની પાસે જઈને સાધુ પ્રવચનમાં કહેવાયેલ વિધિથી આલોચન કરે ભિક્ષાનું નિવેદન કરે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
કાયોત્સર્ગમાં સામુદાનિક અતિચારોનું ચિંતવન કરીને “નમો અરિહંતાણં” બોલવાપૂર્વક સાધુ કાયોત્સર્ગ પારે અને ત્યારબાદ પ્રગટ લોગસ્સ બોલે.
અહીં સુધીના કથનથી ગાથા ૩૧૧ માં બતાવેલ પાંચ દ્વારોમાંનું છેલ્લું શુદ્ધિ ધાર પુરું થયું, અને તેના વ્યાખ્યાનથી ગાથા ૨૩૦માં બતાવેલ ૧૦ દ્વારોમાંથી ઇર્યા નામનું ચોથું દ્વાર પણ કહેવાયું અર્થાત્ પ્રતિદિનક્રિયાનું જે ચોથું દ્વાર “ઇર્યા છે, તે જ ગાથા ૩૧૧નું પાંચમું “શુદ્ધિ દ્વાર છે. અને તે શુદ્ધિ દ્વારનું વિસ્તારથી વર્ણન ગાથા ૩૧૬ના ઉત્તરાર્ધથી શરૂ થયું અને પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધમાં પૂરું થયું. તેથી શુદ્ધિ દ્વારના વ્યાખ્યાનથી ઇર્યા દ્વારનું પણ વ્યાખ્યાન થયું.
હવે આલોચના દ્વારને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org